Advertisement
Home >> Magazines >> Career Guidance >> Indian Philosophy

ભારતીય દર્શનશાસ્ત્ર

Karkirdi, Pankaj Aundhiya | Apr 27, 2012, 02:31AM IST
 
 

મિત્રો, સિવિલ સર્વિસ જનરલ સ્ટડીઝના અમુક બેનમૂન સવાલો જે ભારતીય સંસ્કૃતિ અને દર્શનશાસ્ત્રો સાથે જોડાયેલ છે તે અંગે મુખ્ય પરીક્ષા ઉપરાંત અંતિમ તબક્કાની પરીક્ષા એટલે કે ‘ઈન્ટરવ્યૂ’માં પણ ‘ઓફ બીટ’ ચર્ચા થઈ શકે છે. ભારતીય દર્શનો, ઋતુઓ, વેદાંગ, રાશિઓ, યૌગિક ક્રિયાઓ વિશે - સંક્ષિપ્ત (૧૫૦) શબ્દોમાં સમજૂતી જોઇએ.

- ષડ્દર્શન અને ષડ્ઋતુઓ - કુલ છ પ્રકારની.

- ભારતીય ઋષિઓ પરમવિદ્વાન, પરમજ્ઞાતા, દ્રષ્ટા હતા. તેમના જ્ઞાનના પ્રસાદને, બોધને તેઓએ તત્વજ્ઞાન તરીકે ન વર્ણવતા પણ દર્શન (દ્રષ્ટાભાવ) તરીકે ઓળખાવી તે પામનાર / અનુભવનારને દ્રષ્ટા (Vitioary - Seeing is believing) તરીકે ઓળખાવ્યા.
ભારતીય દર્શનો અને તેના મૂળભૂત ર્દષ્ટા (રચિયતા) નીચે મુજબ છે:

- ન્યાય: ગૌતમ ઋષિ
- વૈશેષિક: કાદ ઋષિ
- સાંખ્ય: કપિલ મુનિ
- યોગ: પતંજલિ મુનિ
- પૂર્વમીમાંસા: જૈમિની ઋષિ
- ઉત્તર મીમાંસા: આદિ શંકરાચાર્ય

ભારતીય ઋતુશાસ્ત્ર અનુસાર કુલ છ ઋતુઓ અસ્તિત્વ ધરાવે છે:

વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર.

ઋતુ, અયન અને ગોલ એટલે કેટલો કાળ?

સૂર્યના છ-છ રાશિના ભ્રમણકાળને જેમ ‘અયન’ તથા ‘ગોલ’ના નામે ઓળખવામાં આવે છે, તે જ રીતે બે - બે રાશિના ભ્રમણકાળને ‘ઋતુ’ તરીકે ઓળખવામાં આવે છે.

ભારતીય વેદાંગો: ભારતીય વૈદિક સાહિત્ય-સંસ્કૃતિના વગીgકરણમાં વેદ, ઉપનિષદ, પુરાણ, વેદાંગ, ઉપવેદ એવા અનેક વિભાગો પડે છે જેમાં વેદાંગની સંખ્યા ‘છ’ છે, જે નીચે મુજબ છે.

- શિક્ષા: ભાષાશાસ્ત્ર, ઉચ્ચારણશાસ્ત્ર
- છંદશાસ્ત્ર: વિવિધ પ્રકારના છંદોનો અભ્યાસ અંગેનું શાસ્ત્ર
- વ્યાકરણ: જેને સૂત્રોની અંદર વર્ણવ્યું - પાણિની કૃત.
- નિરુકત: વ્યુત્પત્તિશાસ્ત્ર - જેમાં શબ્દો અને તેના ઉદ્ગમનો ઈતિહાસ સમાયેલો હોય છે.

- જ્યોતિષ: વૈદિક વિધિ-વિધાનો અને યજ્ઞો માટેના દિવસો અને ચોઘડિયાં સુનિશ્વિત કરવા માટેનું શાસ્ત્ર, જેમાં ગ્રહોનો અભ્યાસ પણ સામેલ છે.

- કલા: જેને કલ્પસૂત્ર કે સ્તક્ષેત્ર સૂત્ર પણ કહે છે. જેમાં યજ્ઞો અને આહુતિઓ આપવાના વૈદિક નિયમોનું અમલીકરણ સામેલ છે. એટલે કે વેદાંગ એ વેદોનાં જ છ અંગો છે, જેના વિના વેદોનો અભ્યાસ અને વેદોની સમજૂતી અપૂર્ણ ગણાય છે.

ભગવાનનો અર્થ:

- ભારતીય ધાર્મિક - સાંસ્કૃતિક પરંપરામાં સૌથી વિશેષ પ્રચલિત શબ્દ છે ભગવાન. જેમાં ભગ એટલે સંપત્તિ અને આવી કુલ છ સંપત્તિ આપણે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય - આ છ સંપત્તિનો માલિક એટલે ‘ભગવાન.’

હઠયોગ / નાડી શોધન અને યૌગિક ક્રિયાઓ

ષટ્કર્મ એટલે શું?: હઠયોગ અનુસાર મનુષ્ય સ્થૂળ, સૂક્ષ્મ અને શરીરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે શરીરમાં ઊર્જાનું વહન કરતી આપણી સૂક્ષ્મ નાડીઓનું શુદ્ધીકરણ અત્યંત આવશ્યક છે. આ નાડી - શુદ્ધીકરણ / નાડી શોધનના બે પ્રકારો / રીતો / રસ્તાઓ છે.

@ નિરમાનુ: શારીરિક રીતે. @ સમાન: માનસિક રીતે આ બંને પૈકી નિરમાનુની છે યૌગિક ક્રિયાઓ પ્રચલિત છે. જેનો સામાન્ય રીતે યોગસાધકો અભ્યાસ કરે છે. કુલ છ ક્રિયા, જે નીચે મુજબ છે. જેને ષટ્કર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે: કપાલભાતિ, નેતિ, ધોતી, નૌલી ત્રાટક, ભસ્ત્રિકા.

‘તિરૂમિન્તરામ’ નામનો એક ગ્રંથ છ પ્રકારના અંતની છણાવટ કરે છે. જે આ મુજબ છે: @ કાલાન્ત @ યોગાન્ત @ નાદાન્ત @ ભોગાન્ત @ સિદ્ધાંત @ વેદાન્ત. ‘વારાહિ તંત્ર’ નામનો તંત્ર સાધના વિદ્યા પરનો એક ગ્રંથ આ વિધાને @ આગમ @ યમલા અને @ તંત્ર એવા ત્રણ રસ્તાઓમાં વહે છે. આગમના કુલ છ વિષયો છે, જે આગમશાસ્ત્રમાં વર્ણન કરાયેલ છે. આમ, ભારતીય દર્શનશાસ્ત્ર અને સંસ્કૃતિ ગાઢ અને વૈવિધ્યપૂર્ણ રહસ્યો ધરાવે છે.

સ્પાર્ક પ્લગ : અસત્યના નગારા સામે ઝઝૂમે સત્યની શરણાઇ!હર એક હરશ્વિંદ્ર અહીં વેંઢારે કઠણાઇ!

(લેખક નાયબ કલેક્ટર છે.)

pankaj.3008@yahoo.com

કારકિર્દી, પંકજ ઔંધિયા
 
 
 

Your Opinion
 
 
Code:
3 + 3

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment