સમસ્યા: મારી ઉંમર ૪૮ વર્ષની છે. છેલ્લા દોઢ વર્ષથી પ્રોબ્લેમ છે. શિશ્નના ટોચના ભાગ પરની ચામડી સહેજ જાડી થઇ ગઇ છે અને પહેલાંની જેમ સરક્તી નથી. આથી સેક્સ દરમિયાન પીડા થાય છે અને ચીરા પડી જાય છે. મારે શું કરવું જોઇએ?
ઉત્તર:ડાયાબિટીસ માટેનું ચેકિંગ કરાવી લો. જો ડાયાબિટીસ નીકળે તો તેની યોગ્ય સારવાર કરાવો. ડાયાબિટીસ ન હોય તોય આમ થઇ શકે છે. વારંવારના ઇન્ફેકશનમાં પણ આ સ્થિતિ શક્ય છે. જો શિશ્ન ઉપરની અગ્રત્વચા જાડી થઇ ગઇ હોય અને બિલકુલ સરક્તી ન હોય તો કદાચ સુન્નતના ઓપરેશન તરીકે ઓળખાતી ‘સર્કમસીઝન’ નામક શસ્ત્રક્રિયા આપે કરાવવી પડશે. ત્યાં સુધી જેલી, સ્ટરાઇલ લ્યુબ્રિકન્ટ્સ, કોન્ડોમ વગેરેના ઉપયોગથી ચલાવી લો. જો ત્વચા સરકવામાં બહુ તકલીફ પડતી હોય તો સેક્સ દરમિયાન બળપૂર્વક યોનિપ્રવેશ યા મુવમેન્ટ્સ ન કરશો.
સમસ્યા: મારી સમસ્યા અજીબ છે. મારા પતિ સાથે મને સારું બને છે. સેક્સલાઇફ પણ સારી છે, પણ ક્યારેક મને અચાનક સેક્સ માટે અણગમો જાગે છે. આવું જોકે મહિને એકાદ વાર જ બને છે. તે વખતે હું સેક્સ માટે તૈયારી ન બતાવું તો મારા હસબન્ડને માઠું લાગી જાય છે. શું મારામાં કંઇક ખામી હશે?
ઉત્તર:જી, ના. આ એક સાહજિક બનાવ છે. સ્ત્રીની સેક્સ વૃત્તિઓ બાહ્ય પરબિળો ઉપર ઘણો આધાર રાખતી હોય છે. મૂડ, વાતાવરણ, તાજેતરનો કોઇ બનાવ, પાર્ટનરની પેશ આવવાની રીતભાત, શારીરિક સ્ફૂર્તિ, કામકાજનો અતિરેક વગેરે ઘણી બાબતો ઉપર સ્ત્રીની કામવૃત્તિઓ આધારિત હોય છે. જો આ બધામાંથી એકાદ બાબત પણ ફેવરેબલ ન હોય તો સ્ત્રીના તત્કાલીન સેક્સ્યુઅલ ઇન્ટરેસ્ટમાં ઘટાડો થઇ શકે છે. જે બહુ ગંભીર બાબત નથી. તમારે આવાં પરબિળો શોધી કાઢવાં જોઇએ. જે તમારી કામેચ્છામાં ક્યારેક ઘટાડો કરે છે.
રહી વાત આપના પતિની. તેઓ જો આપના આ મનોસંચરણો સમજી શકે તો તેમણે માઠું લગાડવાનું કોઇ કારણ નથી. આપના પતિએ એ સમજવાની જરૂર છે કે પુરુષોમાં મહદંશે જાતીય વૃત્તિઓ આપમેળે ઉદ્ભવતી, સેલ્ફ ઓરિજિનેટેડ, સ્વયંસ્ફુરિત હોય છે, પણ સ્ત્રીઓમાં ઘણી વાર તે પ્રેરિત હોઇ શકે છે. આ સમજ તેમને માઠું લાગવામાંથી ઉગારી લેશે. આપ ધારો તો પતિને હસ્તમૈથુન કરાવવામાં સહકાર આપી તેમની વૃત્તિઓનું શમન કરાવી શકો. જો આમ થઇ શકે તો બેમાંથી કોઇને ફરિયાદ નહીં રહે.
આપના પતિ આપની આ મૂંઝવણ પરત્વે વધુ તીવ્ર પ્રતિક્રિયાઓ (રિએકશન) નહીં આપે તે જરૂરી છે. કેમ કે એની માનસિક અસરોથી આપના જાતીય રિસ્પોન્સિસ વધારે ક્ષીણ થઇ જઇ શકે છે. હા, આપની ‘સ્વિચ ઓફ’ની આ ઘટના જો વારંવાર બન્યા કરતી હોય તો તેનું નિવારણ કરવું ઘટે.
સમસ્યા: એક વાર મેં હસ્તમૈથુન દરમિયાન પૂરેપૂરા ઇરેકશન વગર જ ડિસ્ચાર્જ કરી નાખ્યું. હવે મારા પેનિસ ઉપર વેઇનની ચાર બ્રાન્ચીઝ થઇ ગઇ છે. મને ઉત્થાન તો બરાબર આવે છે, પણ અંદર લોહીનો પ્રવાહ ફીલ નથી થતો. હું ખૂબ ડરી ગયો છું અને મને આત્મહત્યા કરી લેવાના વિચારો આવે છે. તાત્કાલિક જવાબ આપશો?
ઉત્તર:મિત્ર! તું ખોટો જ ડરી ગયો છે. વગર ઇરેકશને ડિસ્ચાર્જ કર્યું તો એમાં શું દુનિયા લૂંટાઇ જવાની છે? આવું તો ઘણાને ઘણી વાર બને છે અને તેમાં શું? આમ થવાથી કોઇ કાયમી નપુંસક કે વંધ્ય નથી બની જતું. બીજું, શિશ્ન ઉપર નસો કંઇ આપોઆપ નથી ફૂટી નીકળતી. તારી વેઇન અંગેની ચિંતા સાવ અકારણ, બિનજરૂરી, બિનવૈજ્ઞાનિક અને અતાકિeક છે, કારણ કે
- પેનિસની ઉપર દેખાતી વેઇનનો ઇરેકશન રચવા કે જાળવવામાં કોઇ વિશેષ ફાળો હોતો નથી.
- વેઇન કંઇ અચાનક બની જતી નથી.
- વેઇનની બે કે બાર બ્રાન્ચ હોય તેને સેક્સના કાર્ય સાથે કંઇ લેવા-દેવા નથી.
- આ સુપરફિશિયલ વેઇન્સનાં કાર્યો અલગ જ હોય છે.
- કોઇ માણસ આવી વેઇન્સ ગણવા બેસતું નથી. તેમણે ગણવાની કોઇ જરૂર પણ નથી.
- સેક્સમાં મહત્વની લોહીની નળીઓ (ધમની, આર્ટરીઝ) તો શિશ્નની અંદર હોય છે, જે દેખાતી નથી.
- ઇરેકશનવાળા હસ્તમૈથુન કે ઇરેકશન વગરના હસ્તમૈથુનથી કોઇ વેઇનને કશો જ સંબંધ નથી.
- કોઇને ક્યારેય આ વેઇન્સમાં લોહીનો પ્રવાહ નોર્મલ સ્થિતિમાં ફીલ થતો જ નથી. ઊલટું એ ફીલ થાય તો એબનોર્મલ ગણાય. તો આપે તત્કાળ ડોક્ટરને બતાવવાની જરૂર છે એવું કહી શકાય. તમારા આપઘાતના વિચારો માટે એમને યા તમારા કોઇ કલોઝ ફ્રેન્ડને જણાવો. તમારી માનસિક સ્થિતિનો ઉકેલ મેળવી શકાશે. ત્યાં સુધી હિંમત ન હારશો. આપ તદ્દન નોર્મલ જ છો એ જ યાદ રાખજો.
સમસ્યા:મારી પત્નીનાં સ્તનમાં સહેજ ઉપસેલું યા કડક કંઇક હોય એવું મહેસૂસ થાય છે, તો શું કરીએ?
ઉત્તર:તત્કાળ, જરાયે વિલંબ કર્યા વગર આપના ડોક્ટરને બતાવીને નક્કી કરી લો કે એ શું છે. કેમ કે સ્તનમાં જો કોઇ એકાદ અંદરના ભાગે સખત પદાર્થ હોય તો તે સ્તનની ગાંઠ યા બ્રેસ્ટ કેન્સર હોઇ શકે. સ્તનની ગાંઠો અનેક પ્રકારની હોય છે. ફાઇબ્રોએડીનોમા જેવી નિર્દોષ ગાંઠ (કે જે દબાણ આપતાં સરકી જાય છે)થી માંડીને એડિનોકાસિનોમા જેવી કેન્સરસ ટ્યુમર શક્ય છે.
દરેક પ્રકારની ગાંઠના વધવા, ફેલાવાની ગતિ અલગ અલગ હોય છે. લક્ષણોમાં સખતાઇ, બ્લીિડગ, બ્રેસ્ટમાં ખાડો પડી જવો, બગલમાં ગાંઠ વગેરે અનેક લક્ષણો આવી શકે છે.
આજકાલ સેલ્ફ બ્રેસ્ટ એકઝામિનેશનનું ઘણું મહત્વ છે. દરેક સ્ત્રીએ પિરિયોડિકલી પોતાનાં સ્તનોને તપાસતાં રહેવું જોઇએ. કેમ કે ખૂબ વેળાસર નિદાન થાય તો અસરકારક ઇલાજ શક્ય છે. આપ લક્ષણો સર્જાવાની રાહ ન જુઓ. સ્તનના મેનપિ્યુલેશન વેળા જરાય ફેરફાર લાગે તો નિષ્ણાત તબીબને તરત જ બતાવી લેવું જોઇએ, કેમ કે મેમોગ્રાફીથી માંડી બાયોપ્સી સુધીનાં નિદાનના અનેક રસ્તાઓ મોજૂદ છે.