ભાવેણાના લોકોની જરૂરિયાત જાણી તેમને અનુકુળ, સુયોજિત યોજના બનાવી ગુણવત્તાવાળું બાંધકામ યોગ્ય નફા સાથે તૈયાર કરી લોકોને અર્પણ કરવામાં આવે તો નિશ્વિતપણે આગળ વધી શકાય છે, તેવા ભાવનગરના અગ્રણી બિલ્ડર્સ ઈન્દ્રસિંહ બાપુભા ગોહિલે બાંધકામક્ષેત્રે સારી એવી નામના મેળવી છે. તેઓએ આજ સુધીમાં ૧૫ રહેણાંક તેમજ કોમર્સિયલ સ્કીમો કરેલ છે. અષ્ટવિનાયક સિટી મોલ તથા કોમ્પ્લેક્ષ વાઈબ્રન્ટ ગુજરાતમાં કરેલ છે. તેમના મત પ્રમાણે આગતા-સ્વાગતામાં ભાવેણાનો નંબર વન ગણાય છે. કૃષ્ણકુમારસિંહજીનાં સમયે બનેલ ગટર યોજના અને સર. ટી. હોસ્પિટલ વગેરેનો ભવ્ય વારસો સુંદર છે. ભાવનગરના વિકાસ માટે સ્થાનિક રાજકીય નેતાઓએ પક્ષાપક્ષી છોડી એક થઇ વિકાસનાં કામો કરવાં જોઈએ. પરમકૃપાળું પરમાત્મા જે વખતે જેવી સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માનવો તેમજ સત્ય અને નીતિના માર્ગે ચાલવા પ્રયત્ન કરવો તેવી તેઓનાં જીવનની ફિલોસોફી છે.
નામ : ઈન્દ્રસિંહ બાપુભા ગોહિલ
અભ્યાસ: એસ.એસ.સી. પાસ
રમત-ગમત ક્ષેત્રે પદાર્પણ: સામાન્ય રસ ધરાવે છે.
વેઠેલો સંઘર્ષ: શૂન્યમાંથી સર્જન કરવા ૨૫ વર્ષનો સંઘર્ષ કરેલ છે.