Advertisement
Home >> Magazines >> Career Guidance >> Which Country Is Best For The Aircraft Engineering

એરક્રાફટ એન્જિનિયિંરગ માટે કયો દેશ શ્રેષ્ઠ છે?

Immigration, Ramesh Rawal | Jun 27, 2012, 07:08AM IST
 
 

સવાલ:હું મિકેનિકલ એન્જિનિયરિંગના છેલ્લા સેમેસ્ટરમાં છું. હવે માસ્ટર ડિગ્રી કરવા માટે હું કયો દેશ સિલેકટ કરું અને મને સ્કોલરશિપ મળે?-કાદરી મોહમ્મદ અયેજા, અમદાવાદ

જવાબ:મારા મંતવ્ય અનુસાર એમ.બી.એ. માટે અમેરિકા સિલેકટ કરવો જોઇએ. ધુરંધર ઉદ્યોગપતિઓ તેમજ અનેક નામાંકિત સેલિબ્રિટીઓએ પોતાનાં સંતાનોને આવી તથા અન્ય પ્રકારની ડિગ્રી મેળવવા અમેરિકા જ મોકલી ભણાવ્યાં છે કારણ કે અમેરિકાની ડિગ્રી વેલ્યૂ ઘણી ઊંચી છે.

સવાલ:મારા પુત્રે સ્કોટલેન્ડ, યુકેમાં એરક્રાફટ એન્જિનિયરિંગની જુન, ૨૦૧૨માં ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેના માટે કયો કન્ટ્રી બેસ્ટ છે? -કુંજ પારેખ, રાજકોટ

જવાબ:તમે મોકલેલો તમારા પુત્રનો સી.વી. જોતાં તેના માટે એરક્રાફ્ટની દુનિયા અમેરિકા છે. જ્યાં બોઇંગથી માંડીને ટુ સીટર પ્લેન તેમજ લેટેસ્ટ કાર કમ પ્લેન અથૉત્ કાર જે રસ્તા અને આકાશ બંનેમાં ચાલી શકે તેની ફેકટરીઓ છે. મરજી પડે તો તે પ્લેનમાં કન્વર્ટ કરી શકાય તેવી વર્લ્ડ બેસ્ટ ટેક્નોલોજી અમેરિકા સિવાય બીજા કોઈ દેશ પાસે નથી.

સવાલ:હું દાર-એ-સલામ, ટાન્ઝાનિયા, ઇસ્ટ આફ્રિકામાં રહું છું અને મારે કેનેડા માઈગ્રેટ થવું છે. હું કઇ રીતે આ કરી શકું?-આશિષ શુક્લા, દાર-એ-સલામ, ટાન્ઝાનિયા

જવાબ:તમારો સી.વી. મને મોકલી આપશો તો તમને વ્યવસ્થિત રીતે ગાઇડ કરી શકીશ.

સવાલ:કેનેડાના કયુબેક માટે મને કોઈ એજન્ટ કહે છે કે કયુબેકમાં એક વર્ષ ફરજિયાત રહેવું પડે, તો કોઈ તે વાત ખોટી છે તેમ કહે છે. હવે તમે મારું કન્ફ્યુઝન દૂર કરી શકો?-બિરાજ ખત્રી, અમદાવાદ

જવાબ:એજન્ટ પોતાના સ્વાર્થ માટે તમને ગભરાવે, લોભામણી વાતો કરે કે ગેરમાર્ગે પણ દોરે. તેનાથી કન્ફ્યુઝ થવાની જરૂર નથી. એજન્ટ જે કામ કરે છે તે તમે પણ ઇન્ટરનેટની મદદથી કરી શકો છો.

સવાલ:મારી ફાઈલ એફ-૪ ૨૦૦૧ની છે. તેનો વિઝા કોલ ક્યારે આવશે?-રોહિત પટેલ, આણંદ

જવાબ:તમે ૨૦૦૧નો કયો મહિનો તથા તારીખ જણાવી નથી, તેથી ચોક્કસ સમય કે તારીખ કહી શકાય નહીં. પરંતુ આ વર્ષ ૨૦૧૨ના અંત સુધીમાં અથવા ૨૦૧૩ની શરૂઆતમાં વિઝા ઇન્ટરવ્યૂની તારીખ અને એપોઇન્ટમેન્ટના સમયનો તમને પત્ર મળી જશે. કેટલીક વ્યક્તિઓ એવું સમજે છે કે આ પ્રકારના ઇમિગ્રન્ટ વિઝા (ગ્રીનકાર્ડ) માટે ઇન્ટરવ્યૂમાં જાય એટલે મુંબઇ કોન્સ્યુલેટને કાયદેસર ગ્રીનકાર્ડ માટે ઇમિગ્રન્ટ વિઝાની ફી વગેરે આપ્યું હોય એટલે કે નેશનલ વિઝા સેન્ટરમાં રજુ કર્યું હોય તેથી વિઝા આપવો જ પડે તે ગેરસમજ છે અથૉત્ તે માન્યતા તદ્દન ભૂલભરેલી છે.

ઇમિગ્રન્ટ વિઝાના ઇન્ટરવ્યૂ પછી ગ્રીનકાર્ડ મળવું જ જોઇએ તેવો તમારો કોઇ હક કે અધિકાર નથી, પરંતુ અમેરિકા તરફથી ઇમિગ્રન્ટ વિઝા દ્વારા તમને જે ગ્રીનકાર્ડ અપાય છે તે એ દેશની તમને અપાતી ભેટ અન્યથા ગ્રેસ છે. તે તમારો અધિકાર નથી. જો કોન્સ્યુલરને વિઝા મંજૂર કરવો ઉચિત ન લાગે તો રિજેકશન માટે તમે લડી શકો નહીં. ટૂંકમાં તમને ગ્રીનકાર્ડ મળે તે માટે ઇન્ટરવ્યૂમાં ઇમગ્રન્ટ વિઝા આપવો કે રિજેક્ટ કરવો કે ‘ઓન હોલ્ડ’ અથવા અન્ડર પ્રોસેસ કે એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ અથૉત્ ઇન્કવારીમાં રાખવાની બધી જ સત્તા કોન્સ્યુલેટ ઓફિસના કોન્સ્યુલરને છે.

સવાલ:હું ન્યૂ ઝીલેન્ડમાં વર્ક પરમિટ ઉપર રહું છું અને મેં નેશનલ ડિપ્લોમા ઇન બિઝનેસ મેનેજમેન્ટ કરેલું છે. હું કેનેડાના પી.આર. માટે પાત્ર છું?-રૂપેશ દેસાઈ, ન્યૂ ઝીલેન્ડ

જવાબ : ના, માત્ર ડિપ્લોમા અને તમારા એક જ વર્ષના અનુભવના આધારે પી.આર. મળવું મુશ્કેલ છે. છતાં તમારાં પત્નીનો સી.વી. જોયા બાદ શક્યતા છે કે કેમ તે કહી શકાય. ઉપરાંત કેનેડાના ઇમિગ્રેશનમાં થોડાક જ સમયમાં સુધારાવધારા આવી રહ્યા છે. તેનો અભ્યાસ કર્યા પછી ફાઈનલ નિર્ણય લઈ શકાય.

સવાલ:મેં ૧૨મું પાસ કરી ફૂડ ટેક્નોલોજીના સ્ટડી માટે યુ.એસ.એ. અને કેનેડામાં આગળના અભ્યાસ માટે સર્ચ કરી તો કેટલીક ઇન્સ્ટિટ્યૂટ્સ મળી છે. તે ઇન્સ્ટિટ્યૂટમાં હું આગળ વધું?-ધ્રુવ પટેલ, અમદાવાદ

જવાબ : હા. આગળ વધો, પરંતુ તેવી ઇન્સ્ટિટ્યૂટ જે તે દેશની સરકાર કે ઇમિગ્રેશન માન્ય અથૉત્ એપ્રુવ્ડ છે કે નહીં તે જાણ્યા પછી જ એડમિશન લેજો. જો ઇન્સ્ટિટ્યૂટ બોગસ હશે તો સ્ટુડન્ટ વિઝા નહીં મળે. દરેક સ્ટુડન્ટે એક વાત ખાસ નોંધી લેવી કે એડમિશન મળે એટલે સ્ટુડન્ટ વિઝા મળે જ તેવું નથી. અનેક પરિબળોના આધારે વિઝા મળે. એડમિશન પત્ર આઇ-૨૦ કે અન્ય એડમિશન પત્ર માત્ર ઇન્ટરવ્યૂમાં લઇ જવાથી વિઝા મળવાની ગેરંટી મળતી નથી.

સવાલ:મારો પુત્ર અમેરિકાના એરિઝોનાની ૮૦૦૦ વર્કર્સની કંપનીમાં એન્જિનિયર તરીકે પંચોતેર હજાર ડોલરના વાર્ષિક પગારથી એચ-૧બી વિઝા ઉપર જોબ કરે છે. તેની પત્નીને ડિપેન્ડેન્ટ કેટેગરીના ઈન્ટરવ્યૂમાં મુંબઈ કોન્સ્યુલેટે વિઝા આપ્યો નહીં. લગ્નના બધા જ પુરાવા તથા લગ્નનું સર્ટિફિકેટ અને ફોટા બતાવેલા હોવા છતાં એક પીળો પત્ર આપ્યો છે, જેમાં સેકશન અને એડૅમિનિસ્ટ્રેટીવ ઇન્કવારીમાં મૂક્યાનું જણાવે છે. એક મહિના ઉપરાંત સમય પસાર થયો, પરંતુ કોઈ જવાબ કેમ નથી?-પ્રદીપ શાહ, અમદાવાદ

જવાબ:મુંબઇની કોન્સ્યુલેટ ઓફિસે ઘણા મેરેજ ફ્રોડના કેસીસ પકડ્યા છે. તેથી દરેક જેન્યુઇન અને કાયદેસરનાં લગ્નને પણ ઝીણવટથી ચકાસવામાં આવે છે. કેટલાંક લગ્નમાં શંકા જાય તો કોન્સ્યુલેટ ઓફિસ તમારા ઘરની આજુબાજુમાં આવેલી દુકાનો, પાડોશીઓ વગેરેની પૂછપરછ કરીને સ્થળ તપાસ કરે છે. કેમ કે તમે માત્ર મેરેજ સર્ટિફિકેટના આધારે જ વીઝા માગ્યા છે. તમે જાણો છો કે આજકાલ સર્ટિફિકેટથી લઇને ફોટોગ્રાફ સુધીના પુરાવા પણ લોકો બનાવટી બનાવડાવી શકે છે.

સવાલ:હું બી.એસસી. નર્સિંગના ફાઇનલ યરમાં છું. મારે ભવિષ્યમાં કાયમ માટે સેટલ થવા અમેરિકા, કેનેડા અથવા યુ.કે.માંથી કયો કન્ટ્રી બેસ્ટ છે?

જવાબ:તમારા માટે અમેરિકા બેસ્ટ છે. જો ત્યાં જોબ મળે નહીં તો કેનેડા પછી છેલ્લે યુ.કે. પસંદ કરી શકાય.

(લેખક ઇમિગ્રેશન નિષ્ણાત એડવોકેટ અને અમેરિકાના લાયસન્સ્ડ લીગલ કન્સલ્ટન્ટ છે.)

kalash.immigration@gmail.com

ઇમિગ્રેશન, રમેશ રાવલ
 
 
 

Your Opinion
 
 
Code:
4 + 10

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment