Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Career Guidance
 

પાસપોર્ટ, વિઝા, ગ્રીનકાર્ડ વગેરે દસ્તાવેજો ખોવાઇ જાય તો?

 
Source: Immigration, Ramesh Rawal   |   Last Updated 2:37 AM [IST](18/01/2012)
 
 
 
 
 

સવાલ:હું યુ.એસ. સિટિઝન છું અને મારે મારાં પેરેન્ટ્સને ઇન્ડિયાથી અમેરિકા વિઝિટર વિઝા ઉપર બોલાવવા છે. તેમના માટે કોઇ ડોક્યુમેન્ટ્સની જરૂર ખરી? મને જવાબ આપશો કે કયો સહેલો રસ્તો છે?-અંકીત શાહ, યુ.એસ.એ.


જવાબ:વિઝિટર વિઝાના ઇન્ટરવ્યૂમાં ભાગ્યે જ પાંચ મિનિટથી વધુ સમય માટે સવાલો પુછાય છે તેથી ઇન્ટરવ્યૂ મિનિટોમાં સમાપ્ત થઇ જાય, જેમાં કોઇપણ જાતના ડોક્યુમેન્ટ્સ માગવામાં આવતા નથી કે તમે બતાવી શકતા નથી. તેમ છતાં એજન્ટો અને કન્સલ્ટન્ટ્સ લોકોએ આવો ભ્રમ ભોળી પ્રજામાં પેદા કર્યો છે કે દસ્તાવેજો તૈયાર રાખો જે અમે કરી આપીશું, જેની તમારે મોટી રકમ આપવી પડે છે, જે મોટી બોક્સ ફાઇલ હોય છે જે તમે સાથે લઇ જઇ જેમની તેમ ખોલ્યા વગર પાછી લઇ આવો છો. તમે સિટિઝન હોઇ તમારાં પેરેન્ટ્સની પિટિશન ફાઇલ કરશો તે વધુ ઉચિત છે. વિઝિટર વિઝા માટે પણ પ્રયત્ન કરી શકો છો.


સવાલ:મારી બહેને ચાર વર્ષ પહેલાં અમારી ફાઇલ કરી છે, પરંતુ મારી પાસે ફાઇલ નંબર નથી. મારી મમ્મી ગ્રીન કાર્ડ હોલ્ડર છે. મારે બે સંતાનો છે અને મારા ડાયવોર્સ થયેલા છે. મારી ફાઇલ ક્યારે ખૂલશે? -રીટા પટેલ, અમદાવાદ


જવાબ:તમે લખેલા પોસ્ટકાર્ડમાં જગ્યાના અભાવે તમે પૂરી વિગતો આપી શક્યાં નથી તે હું સમજી શકું છું. પરંતુ તમે ટૂંકમાં પ્રાયોરિટી ડેઇટ, ફાઇલિંગ ડેઇટ પણ લખી હોત તો વધુ સહેલું પડત. તમારે હજુ ઘણા સમય સુધી રાહ જોવી પડશે તેમ છતાં તમારી નાજુક પરિસ્થિતિ જોતાં મને ફોન ઉપર વિગતો જણાવી શકો છો.


સવાલ:મારી ઉંમર ૬૭ વર્ષની અને પત્નીની ઉંમર ૬૩ વર્ષની છે. બંને ગ્રીનકાર્ડ ધારક તરીકે ૨૦૦૪ની ૨૦૧૦ સુધી ગ્રીનકાર્ડ ચાલુ રાખવા અનેકવાર અમેરિકા અને કેનેડાની વિઝિટ કરી લાખ્ખો રૂપિયાનું પાણી કરી નાખ્યું. હવે ગ્રીનકાર્ડ રાખવું જ નથી. તે પાછું આપી વિઝિટર વિઝા લેવાય?-ચંદ્રકાંત શાહ, કરમસદ


જવાબ:ગુજરાતમાં તમારા જેવા હજારો માણસો છે જેમણે ગ્રીનકાર્ડ ચાલુ રાખવાના ખોટા મોહ અને લોભમાં પોતાની પાછલી જિંદગીમાં મદદકર્તા લાખોની રકમ વેડફી નાખી. હું કાયમ ચેતવું છું કે જો અમેરિકામાં વૃદ્ધોએ કાયમ રહેવું હોય નહીં તો ગ્રીનકાર્ડ પાછું આપી વિઝિટર વિઝા લેવો. પરંતુ કેટલાક પોતાનાં સંતાનો માટે કે કોઇ બીજા કારણ કે લોભમાં દર વર્ષે અમેરિકા પતિ-પત્ની બે લાખ જેવો ખર્ચ કરી જઇ થોડાક સમયમાં બેક ટુ પેવેલિયન અથૉત્ હિન્દુસ્તાન પાછા આવી તેમનાં બેન્ક બેલેન્સ, એફ.ડી. તથા બચતને કેન્સર કે ઉધઇ લાગી જાય તેમ પૈસા વેડફે છે. આપે વિઝિટર વિઝા લેવાય.


સવાલ:મારી દીકરીનો એચ.૧-બી વિઝા ૩૦-૯-૨૦૧૨ સુધીનો છે. તે ત્રણ વીક માટે વેકેશનમાં ઈન્ડિયા આવે છે, જે અમેરિકામાં ૨૨-૧૧-૨૦૧૧થી છે. આ વહેલું ગણાશે?-ઉપેન્દ્ર મોહનલાલ દેસાઈ, અમદાવાદ


જવાબ :કેટલાક એચ-૧-બીના કેસીસમાં અમેરિકાથી થોડાક જ દિવસ માટે માંડ માંડ કંપનીમાંથી રજા લઈ ભારત આવી સ્ટેમ્પિંગ કરાવવા જનારાના મહિનાઓ સુધી પાસપોર્ટમાં સ્ટેમ્પ થતા નથી અને નવી નવી નોકરી જતી રહે છે. તમારી દીકરીને હજુ બાર માસ પણ અમેરિકામાં થયા નથી અને આવે છે તે વહેલું ગણાય.


સવાલ:અમે પતિ-પત્ની અહીં દસ વર્ષના મલ્ટીપલ વિઝા ઉપર આવ્યાં ત્યારે છ માસનો વિઝિટર વિઝા એરપોર્ટ ઉપર મળ્યો તે બીજા છ માસ લંબાવીને એલ-૧ વિઝા લીધો. તે પૂરો થતાં સ્ટુડન્ટ વિઝાની માગણી રીજેકટ થઇ. અમારો સન ૨૦૦૯માં અહીં આવીને રહે છે. તેના નામે સ્ટુડન્ટ વિઝા કઢાવી તેના ડિપેન્ડેન્ટ તરીકે રહી શકીએ ? -પ્રમોદ શાહ, ફ્લોરિડા, અમેરિકા


જવાબ :ના. તમારા છેલ્લે એલ-૧ વિઝાની મર્યાદા પૂરી થતાં અમેરિકાના સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થયા ત્યારે અમેરિકાથી પરત આવી જવું જોઈતું હતું. હવે કદાચ પુત્રને સ્ટુડન્ટ વિઝા મળે તો પણ તમારું લીગલ સ્ટેટસ રહેતું નથી. પુત્રના સ્ટુડન્ટ વિઝા ઉપર પતિ-પત્નીને ડિપેન્ડન્ટ વિઝા મળે નહીં. સ્ટુડન્ટને સ્પાઉસ વિઝા મલે. તમારા પુત્રને તમે કોઈ લીગલ સ્ટેટસમાં નહીં હોવાથી સ્ટુડન્ટ વિઝા પણ મળવો શક્ય નથી.


સવાલ: એચ-૧-બી વિઝા હોલ્ડરની લાયકાત મુજબ યુ.એસ.ની કંપની જોબ આપી શકે તેમ નથી એવું કારણ દર્શાવી મુંબઈની કોન્સ્યુસેટ ઓફિસ મારો એચ-૧બી વિઝા રિજેક્ટ કરી શકે? મુંબઈની યુ.એસ. કોન્સ્યુલેટ અને અમેરિકાની હોમલેન્ડ સિકયોરિટી સામે આ અંગે લીગલ કાર્યવાહી થઈ શકે? -કેતન બી. પટેલ, રાણીપ, અમદાવાદ


જવાબ : કોન્સ્યુલેટ જનરલ ઓફ યુ.એસ.ની ઓફિસના અધિકારીને તપાસ કરતાં તમે જણાવેલું કારણ સાચું લાગે તો તમારો વિઝા રિજેક્ટ કરી શકે. તમે પૂરતી વિગતો આપી નથી. અમેરિકાથી એચ-૧બી સ્ટેમ્પિંગ કરવા ફકત ૧૫ દિવસની રજા લઈ ઈન્ડિયા આવે છે. તેની ઊંડાણમાં તપાસ થતાં તેમને ચાર માસ સુધી જવાબ નહીં મળવાથી અમેરિકા પરત જઈ શકતા નથી કે નોકરી ચાલુ રાખી શકતા નથી. જો એચ-૧-બી વિઝા મેળવવા કોઈ ગરબડ કરી હોય તેના વિઝા રિજેક્ટ થાય છે. તમે આ અંગે કોઈ લીગલ કાર્યવાહી કરી શકો નહીં. પરંતુ મજબુત કેસ હોય તો જ રિવ્યુ કે રિકિન્સડર કરવા પિટીશન કરી શકો.


સવાલ:હું અમેરિકા-કેલિફોર્નિયાથી મલેશિયા દ્વારા મુંબઈથી અમદાવાદ આવતા મારી ફ્લાઈટ ૯ કલાક મલેશિયામાં લેઈટ થઈ તેથી મને હોટલમાં રાખ્યો અને બધોજ સમાન પ્લેનમાંજ રાખ્યો હતો. હું અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતર્યો ત્યારે મારી નાની એટેચીમાં તમામ ડોક્યુમેન્ટ જેવાં કે પાસપોર્ટ, ગ્રીનકાર્ડ, મારું આઈ.ડી., સોશિયલ સિકયોરિટી કાર્ડ, બેન્ક ડોક્યુમેન્ટ્સ તેમાં હતાં, પરંતુ એટેચી મને એરપોર્ટ ઉપર મળી ત્યારે તેમાં કશું જ નહોતું. મારા ખિસ્સામાં એર ટિકિટ હતી તેથી માંડ માંડ ઘરે આવી શક્યો. ત્યાર બાદ મને ગંભીર અકસ્માત થયો. તેથી અમદાવાદમાં છું. અત્યારે મારી ઉંમર ૬૭ વર્ષની છે અને મારે ૨૦૧૨માં અમેરિકા પાછા જવું છે, તો પાસપોર્ટ-ગ્રીનકાર્ડ વગર કેવી રીતે જવું?-મહેશ એમ. મહેતા, અમદાવાદ


જવાબ : જ્યારે પરદેશથી આવતાં કે જતાં આવા અગત્યના ડોક્યુમેન્ટ ખોવાય, ચોરાય, ભૂલી જવાય કે પછી જડતાં જ ના હોય તો સૌ પ્રથમ વહેલામાં વહેલી તકે પોલીસ કમ્પ્લેઈન કરી કમ્પ્લેઈનની નકલ લઈ લેવી જોઈએ. તમારા કેસમાં એરપોર્ટના કર્મચારી, એરલાઈન્સના કર્મચારી કે બીજા કોઈ કર્મચારીનું આ કામ છે કારણ એરપોર્ટ કે એરલાઈન્સનો સામાન કોઈ પણ બહારની વ્યક્તિ હેન્ડલ કરતી નથી. હમણાં એક કેસમાં પાસપોર્ટમાંથી વિઝાનું પાનું કોઈએ ફાડી લીધાનું બહાર આવ્યું છે. તમારી પાસે પાસપોર્ટ, ગ્રીનકાર્ડ, આઈ.કાર્ડ વગેરેની કોપીસ હોય તો મને મોકલી આપશો, તો કોઈ ઉપાય બતાવીશ. અગત્યના પાસપોર્ટ, ગ્રીનકાર્ડ બેગમાં નહીં રાખતા ખિસ્સામાં જ રાખવા જોઈએ.


ઇમિગ્રેશન, રમેશ રાવલ


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.