સિનેમામાં સામાન્ય જીવનનો અભિનય અને બોલચાલની ભાષાની બોલબાલા
૨૦૧૨માં ખાસ: સિનેમા આર્ટ અથવા કલાસિક નહીં આસપાસ ફરતી પટકથા.સંગીતમાં બોલચાલના શબ્દ અને સરળતાની યુએસપી. ડાયલોગ હશે નાના અને વનલાઇનર્સ
બોલિવૂડમાં દોર બદલાઈ ચૂકયો છે. ચુલબુલ પાંડે, બાજીરાવ સિંઘમ, બોડીગાર્ડ કે બોમ્બબાર્ટ (વિદ્યા) બાલન નવા દોરના નાયક છે. બોલ્ડ કહી શકાય તેવી ફિલ્મ ‘દેલ્હી બેલી’ યુવાન પેઢીની સિનેમા સ્ટાઇલનું સ્ટેટમેન્ટ છે. કાચી ઉંમરનાં પાકાં પરિણામ પડદા પર ચમકી રહ્યાં છે.એકતા કપૂરે ડિજિટલ કેમેરાથી ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોકા’ શૂટ કરી સીમિત બજેટથી માયાનગરીનો રસ્તો ખોલ્યો. આઇઆઇટીનો વિદ્યાર્થી આશિષ લાલ, આશુતોષ વડેલા અને સીએ માનવ વગિ દિલ્હી અને આસપાસના ૩૫ મોન્યુમેન્ટ્સની દાસ્તાન થ્રિલર કહેતી ફિલ્મ ‘લવ યુ દિલ્હી’ બનાવી.
દિલ્હીના ૨૮ વર્ષીય માનવ ગ્લેમરની સાથે સોશિયલ કોઝથી જોડાવાના ઇરાદા સાથે ચાલી રહ્યા છે. હકીકત પર આધારિત ‘નો વન કિલ્ડ જેસિકા’, ‘નોટ અ લવ સ્ટોરી’, ‘ધ ડર્ટી પિકચર’ વગેરે બની. નિઠારીકાંડથી પ્રેરિત ફિલ્મ મર્ડર-રના યુવાન દિગ્દર્શક મોહિત સૂરીને ટ્રેડ પંડિતોએ ફિલ્મમાં ફેરબદલો કરવાની સલાહ આપેલી. મોહિત કહે છે, ‘ટ્રેજિક - કોમિક ફ્લેવર સાથે હું ડ્રામા અને હકીકતને પડદા પર લાવ્યો. યુવા દર્શક તે જોવા માગે છે. નિર્માતા ડેવિડ ધવનનો હીરો જેવો દેખાતો દીકરો રોહિત ધવન કહે છે, મેં કેમેરાની પાછળ રહીને પ્રયોગ કરવાનું નક્કી કર્યું છે.
ઇન્ડિયન તડકા સાથે મેલ એસ્કોટ્ર્સના વિદેશી કલ્ચરની ‘દેસી બોય્ઝ’ રોકિંગ ફિલ્મ બની ગઈ. મોટા બજેટ અને સ્ટારકાસ્ટ પ્રણાલીને યુવાન નિર્દેશક અભિષેક પાઠકે પછાડ્યા. પિતા કુમાર મંગત ‘ઓમકારા’, ‘અતિથિ તુમ કબ જાઓગે’ જેવી ફિલ્મો બનાવતા રહ્યા છે. અભિષેકે નવોદિત કલાકારોની સાથે ઇન્સ્ટન્ટ મહોબ્બત બતાવતી ૧૨ કરોડના ખર્ચે ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ બનાવી નાખી. ધંધો થયો ૧૮ કરોડ, આ વર્ષે તેની સિકવલ પણ આવશે. ભાષાકીય વર્ઝનોમાં યુથ એન્થમ બની ચૂકેલી ‘કોલાવેરી - ડી’ની ધૂન ૨૧ વર્ષીય મ્યુઝિક ડાયરેકટર અનિરુદ્ધ રવિચંદરે પાંચ મિનિટમાં ધુન બનાવી , જે તેની યુએસપી છે તેમ કહ્યું.
વીતેલા સમયમાં ૨૮ ઉપરની નાયિકા આઉટ હતી. આજે ૩૦ ઉપરની નરગિસ ફખરીની પ્રથમ ફિલ્મ ‘રોકસ્ટાર’ હિટ છે. સુપરહિટ ‘ઉ લા લા’ લખનાર યુવા લેખક રજત અરોરા કહે છે, ‘ઉતાવિળયા યુવાનો પાસે છ લાઇનનો ડાયલોગ સાંભળવાનો સમય જ ક્યાં છે. સીમિત શબ્દોમાં કાતર જેવા વનલાઇનર્સનો દોર હિટ મંત્ર છે.’ નાનાં શહેરો અને કસબાઓ પર કેન્દ્રિત ફિલ્મોનું કારણ દરેક નાની જગ્યામાં બની રહેલાં મલ્ટિપ્લેક્સ પણ છે. યુવા નિર્માતાઓનું લક્ષ્ય ગ્લોબલ માર્કેટ છે.’
સલોની અરોરા
saloni.arora@mp.bhaskarnet.com
ઈનપુટ: નવી દિલ્હી, પુણે, રાંચી, ભોપાલ, ઈન્દોર