-એ જ ટ્રેક પર અચાનક એક યુવાન ટ્રેન તરફ દોડતો આવે છે
અત્યારે યુટ્યૂબ પર એક વીડિયો ‘કોલાવેરી ડી’ ગીતની જેમ વાઇરલ થઇ રહ્યો છે, મતલબ કે લાખોની સંખ્યામાં લોકો એને જોઇ રહ્યા છે. આ વીડિયો પાછો આપણા ઇન્ડિયાનો અને આમચી મુંબઇનો જ છે. એક મિનિટના આ વીડિયોમાં રેલવે ટ્રેક પર સામેથી એક ટ્રેન ધસમસતી આવી રહી છે. એ જ ટ્રેક પર અચાનક એક યુવાન ટ્રેન તરફ દોડતો આવે છે અને પાટા પર બે ટ્રેકની વચ્ચે તેને સમાંતરે લાંબો થઇને સૂઇ જાય છે. આખી ટ્રેન એની માથેથી પસાર થઇ જાય છે.
શક્યત: મોબાઇલથી શૂટ થયેલો આ વીડિયો એટલા નજીકથી શૂટ કરાયો છે કે ટ્રેન પસાર થઇ રહી છે, ત્યારે પણ પાટા પર સૂતેલો જુવાનિયો ટ્રેનની નીચે દેખાય છે. થોડી સેકન્ડોમાં ટ્રેન પસાર થઇ જાય છે અને ટ્રેનની નીચે સૂતેલો યુવાન એક ઉઝરડાની પણ ઇજા વગર હસતો હસતો ઊભો થાય છે અને એના દોસ્તાર સાથે મળીને કેમેરા સામે વેવ કરે છે! થોડા સમય પહેલાં મુંબઇની જ લોકલ ટ્રેનની સાથોસાથ દોડીને સ્ટન્ટ કરતા એક યુવાનનો વીડિયો પણ ભરપૂર જોવાયો હતો. ઇન્ટરનેટ પર ઝડપી લોકપ્રિયતા હાંસલ કરવા આવા જોખમ લેતા યુવાનો સામે રેલવે પોલીસે તપાસ આદરી છે. જોઇએ, શું થાય છે!‘