યુગોના યુગોથી સોના પ્રત્યે લોકોને વિશેષ મહત્વ રહ્યું છે. ખાસ કરીને આપણા દેશના લોકોમાં તેના તરફ અદભૂત આકર્ષણ છે. સોનાને શુકન માનવામાં આવે છે. સોનું એ સુરક્ષાની ગેરંટી છે. આપણી સંસ્કૃતિમાં એના વગરના લગ્ન લગભગ અસંભવ જ છે. આમ પણ લગ્નમાં સોનાના દાગીના બનાવવાનું ચલણ સદીઓથી રહ્યું છે. સોના સાથે સંકળાયેલી અમુક રસપ્રદ વાતો...
- ૨૦૦૦ની સાલમાં (દસ ગ્રામ) સોનું લગભગ ૪૦૦૦ થી ૪૫૦૦ રૂપિયાની આસપાસ હતું. હવે દસ ગ્રામ સોનાની કિંમત ૨૯૫૦૦ રૂપિયા છે.
- પાકિસ્તાનમાં દસ ગ્રામ સોનાના ભાવ ૪૮૫૦૦ રૂપિયાની આસપાસ છે.
- આખી દુનિયામાં દાગીનાની સૌથી વધારે ખપત આપણા દેશમાં થાય છે.
- સાચું સોનું બહુ કોમળ હોય છે. તેથી એનાં આભૂષણો અન્ય ધાતુને મિકસ કરીને બનાવવામાં આવે છે.
- સોનું પહેરવાથી ઘણાને એલર્જી પણ થઇ શકે છે. પુરુષોની સરખામણીએ મહિલાઓમાં આ સમસ્યા વધારે જોવા મળે છે.
- ભારતમાં સોનાને શુકન અને સંપન્નતાનું પ્રતીક માનવામાં આવે છે.
- સોનાની સૌથી વધારે માગ ભારતનાં ગામડાઓમાં લગભગ ૬૦ ટકા છે. આપણા દેશમાં સૌથી વધારે સોનું દક્ષિણ ભારતમાં પહેરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં તો મંદિરમાં સોનું ચઢાવવાનો રિવાજ છે.
- દુનિયાભરમાં ૧૪૦૦૦ ટન સોનાનો દસ ટકા ભાગ ભારતનાં ઘરોમાં ઘરેણાના રૂપમાં પડ્યો છે.
- ૨૦૧૫ સુધી ભારતમાં સોનાની ખપત અને માગ લગભગ ૧,૧૫૨ ટન થશે.
- ઇસ્લામમાં પુરુષોને સોનું પહેરવાની મનાઇ ફરમાવવામાં આવી છે. પુરુષ ફક્ત આંગળીમાં બહુ ઓછા પ્રમાણમાં ચાંદી પહેરી શકે છે. હિન્દુ પુરાણોમાં કહેવાયું છે કે, સોનાથી માણસની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે અને કળિયુગનો વાસ પણ સોનામાં હોવાનું માનાય છે.