Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Aagal Vadhiye, Vadhata Rahiye
 

મૈત્રી માત્ર કહેવા પૂરતી જ નહીં...

 
Source: Agal Vadhiye Vadhata Rahiye, Womanbhaskar   |   Last Updated 4:36 AM [IST](05/10/2010)
 
 
 
 
 
કિરણ જ્યારે પ્રથમ વાર ગિટારસ્ટિ તરીકે કોલેજના ટેલેન્ટ પ્રોગ્રામમાં ભાગ લેવાની હતી, ત્યારે એને મનોમન અત્યંત ગભરામણ થતી હતી. એને વિચાર આવતો હતો કે, પોતે સારી રીતે પરફોર્મ નહીં કરી શકે તો? કોલેજના છોકરાઓ તો બધા કેવા છે? ભેગા મળીને પોતાના નામનો હુરિયો બોલાવશે. પ્રોગ્રામના થોડા દિવસ અગાઉ તો કિરણ એટલી નર્વસ થઇ ગયેલી કે એણે પોતાના કલ્ચરલ એક્ટિવિટી હેડને કહી દીધું કે પોતે આ પ્રોગ્રામમાં ભાગ નહીં લે.

આ સાંભળીને કિરણના કલ્ચરલ હેડને થયું કે છેલ્લી ઘડીએ કિરણ આ રીતે પ્રોગ્રામ આપવાની ના કહે તો શું કરવું? એમણે કિરણની જ કલાસના એક યુવાન મોહિતને કિરણને સમજાવવાની જવાબદારી સોંપી. મોહિત સમજદાર અને પ્રતિભાશાળી હોવાની સાથોસાથ હોશિયાર પણ હતો. એ કિરણને મળ્યો, ત્યારે પ્રથમ મુલાકાતમાં જ સમજી ગયો કે એના મનમાં સ્ટેજ ફીઅર હોવાને કારણે એ પરફોર્મ કરવાની ના કહે છે. એણે કિરણ સાથે મૈત્રી કેળવી અને ધીરે ધીરે કલાસમાં, પછી કેન્ટીનમાં, કેમ્પસમાં ગ્રૂપમાં એમ કિરણને ગિટાર વગાડવા પ્રોત્સાહિત કરવા લાગ્યો.

દિવસો વીતવા સાથે કિરણના મનમાં રહેલો ડર દૂર થતો ગયો અને જે દિવસે પ્રોગ્રામ હતો એ વખતે તો કિરણે એવી ધૂમ મચાવી દીધી કે સૌના હોઠ પર કિરણનું જ નામ રમતું હતું. એ દિવસ પછી કિરણનું નામ ગિટારસ્ટિ તરીકે જાણીતું બની ગયું. કોલેજમાં તો એ પ્રખ્યાત બની જ ગઇ, પણ મોહિતની મદદથી અને એના કેટલાક કોન્ટેકટને કારણે કિરણને જાણીતા ઓરકેસ્ટ્રામાં પણ ઓર્ગેનાઇઝર્સ સ્પેશિયલ પ્રોગ્રામ રાખવા લાગ્યા.

એક દિવસ કિરણને એના શહેરની એકમાત્ર લેડી ગિટારિસ્ટ તરીકે સન્માનિત કરવામાં આવી. એ વખતે કિરણે પોતાને સન્માનવા આવેલા અતિથિઓનો આભાર માનતાં જણાવ્યું, ‘ખરેખર તો આ માનસન્માન મારા કોલેજમિત્ર મોહિતને મળવા જોઇએ. કોલેજ છોડ્યા પછી મારો એ મિત્ર મને ક્યારેય મળ્યો નથી, પણ એણે મારા પર કરેલો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલી શકું. હું તો હિંમત હારી બેઠેલી એવા સમયે મોહિતે મને પ્રોત્સાહિત કરી અને મારી પ્રતિભામાં વિશ્વાસ રાખી મને આગળ વધવા પ્રેરી.

એણે મારી પ્રગતિ માટે જે કંઇ કર્યું છે, તે માટે આભાર શબ્દ તો વામણો લાગે. આજે આ સન્માનનો સાચો હકદાર તો મોહિત જ છે.’ એ વખતે ત્યાં હાજર અતિથિવિશેષ માલિનીબહેન બોલ્યાં, ‘તારી વાત સાથે હું સંમત છું, કિરણ. તારી માફક જો દરેક યુવતીને મોહિત જેવો પ્રેરણાદાયી સહપાઠી મળી જાય તો સાચે જ અનેક યુવતીઓ આગળ આવી શકે.’ અને કિરણની આંખો સામે મોહિત તરવરી રહ્યો.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.