મારું પ્રિય કાર્ટૂનપાત્ર બેનટેન છે. કાર્ટૂન નેટવર્ક પર આવતો બેનટેનનો શો એલિયન પર આધારિત છે. બેનટેન નાનો હતો ત્યારે તેના દાદા અને તેની બહેન સાથે ઉનાળાના વેકેશનમાં ફરવા જાય છે. ત્યાં રાત્રે બેનટેને એક ખરતો તારો જોયો અને તારો જે દિશામાં ખરે છે તે દિશામાં બેનટેન પણ જાય છે. અચાનક એ જ વખતે એક કાળી ઘડિયાળ એના હાથમાં લાગી જાય છે અને તે કેમેય કરીને નીકળતી નથી. બેનટેન આ ઘડિયાળનું એક બટન દાબે છે અને તે એલિયન બની જાય છે. પછી તે વારાફરતી બધા દુશ્મનોને હરાવે છે. મને બેનટેન ખૂબ જ પસંદ છે. મારે પણ બેનટેનની જેમ બહાદુર થવું છે.
શુભમ પટેલ, ધો. ૬, શ્રી બી.એન. વીરાણી પ્રાથમિક શાળા, ભાવનગર