Advertisement
Home >> Magazines >> Dharma Darshan >> Famous Jagannath Puri Temple

પુરીનું પ્રસિદ્ધજગન્નાથજીનું મંદિર

Dharma Darshan | Jun 21, 2012, 06:32AM IST
 
 

આજે પણ જ્યારે અધિક અષાઢ માસ આવે તે વર્ષે એટલે કે આઠ, બાર કે અઢાર વર્ષે આ મૂર્તિઓ બદલવામાં આવે છે. જૂની મૂર્તિઓનો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. પૂજારીઓ મુંડન કરાવી શોક પાળે છે. તેને બ્રહ્ન કહે છે.

દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણે પોતાની લીલા સંકેલી દઇને પ્રભાસમાં દેહોત્સર્ગ કર્યો. તેમના દેહને સમુદ્ર કિનારે અગ્નિદાહ આપવામાં આવ્યો. અર્ધબળેલો દેહ દરિયો તાણી ગયો.માળવાના રાજા ઇન્દ્રધ્યુમ્નને સ્વપ્ન આવ્યું કે ભગવાન શ્રીકૃષ્ણનું અસ્થિ દરિયામાં તણાતું તણાતું ત્યાં દરિયાકાંઠે આવશે. તે લઇ લેવું પછી મહામંદિર બનાવીને તેમાં શ્રીકૃષ્ણજી, બળદેવજી અને સુભદ્રાજીની કાષ્ઠની મૂર્તિઓ પધરાવવી. કૃષ્ણની મૂર્તિના હૃદયસ્થળમાં આ અસ્થિ પધરાવવું. સ્વપ્ન સત્ય થયું. અસ્થિ પ્રાપ્ત થઇ ગયાં અને મૂર્તિઓ મંદિરમાં પધરાવી. શ્રીકૃષ્ણની મૂર્તિના હૃદયસ્થળને વિશે અસ્થિ પધરાવ્યાં. બાદમાં ઇ.સ. ૪૭૪માં તેની વિધિ પ્રમાણે સ્થાપના મહામંદિરમાં કરવામાં આવી હતી.

આજે પણ જ્યારે અધિક અષાઢ માસ આવે તે વર્ષે એટલે કે આઠ, બાર કે અઢાર વર્ષે આ મૂર્તિઓ બદલવામાં આવે છે. જૂની મૂર્તિઓનો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. પૂજારીઓ મુંડન કરાવી શોક પાળે છે અને નવી મૂર્તિ અધૂરી જ ઘડી તેના હૃદય પ્રવેશમાં અસ્થિ પધરાવવામાં આવે છે. તેને બ્રહ્ન કહે છે. જે આદિવાસી-શબર વંશના કોઇ વૃદ્ધ દ્વારા આંખે પાટા બાંધીને મુકાવવામાં આવે છે. આ વૃદ્ધ પ્રતિષ્ઠા પછી તરત અવસાન પામે છે તે કિંવદન્તી ખોટી છે.

આ ઉત્સવને નવકલેવર ઉત્સવ પણ કહે છે. જેમાં ચાલુ રથયાત્રા કરતાં પણ દસગણા લોકો શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે જોડાય છે. આજે જે અસ્તિત્વ ધરાવે છે તે ભવ્ય જગન્નાથજીના મંદિરનું સ્થાપત્યનું નિર્માણ ઇ.સ. ૧૧૬૬માં ગંગાવંશના રાજા અનંગ ભીમદેવ દ્વારા સંપન્ન કરવામાં આવ્યું. જે ૧૬૧ ફૂટ ઊંચું ૮૦ ફૂટ લાંબંુ અને એટલું જ પહોળું છે. જેમાં શેષાવતાર, દશાવતાર, એકાદશી, સાક્ષીગોપાલ, વિમલાદેવી વગેરેની પ્રતિભાઓ દર્શનીય છે.

ભવ્ય મંદિરને બે વિશાળ દુર્ગો, પ્રાંગણ, નિજમંદિર, ગર્ભગૃહ અને ચારે દિશામાં ચાર દ્વાર છે. જે અનુક્રમે સિંહદ્વાર, અશ્વદ્વાર, વ્યાઘ્રદ્વાર તેમજ હસ્તીદ્વાર તરીકે ઓળખાય છે. અહીંના વિશાળ સભામંડપમાં કીર્તન અને સ્તુતગિાન કરવામાં આવે છે અને અષાઢી બીજની ભવ્ય રથયાત્રાના પ્રારંભે પ્રાત:કાળથી જ પ્રેમભકત કવિ જયદેવની પ્રસિદ્ધ કાવ્ય રચના ‘ગીત-ગોવિંદ’નું ગાન-વાદન અહીં નર્તન સહિત કરવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે.

જ્યારે આ સમગ્ર પ્રદેશ ‘પુરુષોત્તમ ક્ષેત્રનો પ્રદેશ’ કહેવાતો. જે કાળાંતરે ‘પુરી’ તરીકે પ્રસિદ્ધ થયો. કહે છે કે ભગવાન બુદ્ધના નિવૉણ બાદ તેઓના દંત અહીં જ રાખવામાં આવ્યા હતા અને અહીંથી શ્રીલંકા લઇ જવામાં આવ્યા. જ્યાં આજે પણ તે મોજૂદ છે. એટલું જ નહીં જગન્નાથજીનું મંદિર વર્ષો પહેલાં બાૈદ્ધધર્મીઓનું ધાર્મિક સ્થળ સ્તૂપ હતું. જગન્નાથ સંપ્રદાય પર શ્રીકૃષ્ણ ભક્તિમાર્ગની વ્યાપક અસર છે. પુરીના ભગવાન જગન્નાથજી હિન્દુઓની આસ્થાના ઉચ્ચ શિખરે છે.

પુરીના મંદિરમાં ઊજવાતા ઉત્સવો

જગન્નાથપુરીમાં લગભગ ૪૦ યાત્રાઓ, ૨૭ ઉપયાત્રાનો અને લગભગ ૧૦૮ પર્વ ઊજવાય છે. આ તહેવારોમાં એવું કંઇક છે કે જેનો પરવર્તી ભકતો અને રાજાઓએ પ્રારંભ કર્યો હતો. વિશેષ અવસરો પર વંદાયના, પૂજા કે સ્નાન વગેરેના પાલનની પરંપરા છે. દર અમાસના દિવસે નક્ષત્ર વંદાયના કરવામાં આવે છે. જો અમાસ પ્રતપિદા સ્પર્શયુકત હોય તો અમાવાસ્યાનું વિધાન છે. અમાસમાં જો સૂર્યગ્રહણ હોય તો સૂર્યગ્રહણનું સ્નાન કરાવવામાં આવે છે. પૂર્ણિમાએ જો ચંદ્રગ્રહણ હોય તો ચંદ્રગ્રહણનું સ્થાન કરાવવામાં આવે છે. જો કોઇ કારણસર મંદિરના પરિસરમાં અશૌચ થઇ ગયું હોય તો મૂર્તિઓને મહાસ્નાન કરાવવામાં આવે છે.

દરરોજ મંગળા આરતીથી માંડી રાત્રશિયન આરતી સુધીના અનેક ઉત્સવો હોય છે. સાપ્તાહિક ઉત્સવ દરેક ગુરુવારે, એકદશીએ પાક્ષિક ઉત્સવનું પાલન કરવામાં આવે છે. સંધ્યા આરતી વખતે શ્રી મંદિરની ઉપર નીલચક્રની ઊંચાઇ સુધી ‘મહાદીપ’ ઉઠાવવામાં આવે છે. તેમાં ગરુડ સેવક શ્રીમંદિરની ઉપર મહાદીપ લઇને ઊઠે છે અને દધિન ઉતિની નીચે ઊભા રહીને નીલચક્રને ચંદન લગાવીને તુલસી ચઢાવે છે તથા તેની ચોતરફ ત્રણ વખત પ્રદક્ષિણા કરે છે.

પુરીનું મહાત્મ્ય

પુરીના ભગવાન જગન્નાથજી હિન્દુઓની આસ્થાના ઉચ્ચ શિખરે છે. ભગવાન જગન્નાથજીની સાથોસાથ બલભદ્રજી તેમજ સુભદ્રાજીની મૂર્તિઓ વિભિન્ન સંપ્રદાયનાં ચહિ્ન તેમજ પ્રતિચહિ્નને પ્રતિબિંબિત કરે છે. જગન્નાથ સંપ્રદાય પર શ્રીકૃષ્ણ ભક્તિમાર્ગની વ્યાપક અસર છે. જેમાં બંગાળના ગૌરાંગ ચૈતન્ય મહાપ્રભુજીનું પ્રદાન ઉલ્લેખનીય છે. સમગ્ર ઓરિસ્સા તેમજ પુરીના શ્રદ્ધાળુ વર્ગમાં ભકત સલાબેગનું આગવું સ્થાન છે.

શ્રી જગન્નાથજીની મુખ્ય તેર યાત્રાઓ

- સ્નાનયાત્રા કે દેવસ્થાનયાત્રા
- શ્રી ગુંડીચા અથવા રથયાત્રા
- શયન
- ઉત્તરાયણ યા મકર
- દક્ષિણાયણ કે કર્કર
- પાર્શ્વ પરિવર્તન
- ઉત્થાપન
- દ્રાવણ
- પુષ્પાભિષેક
- હોલયાત્રા
- ચંદનયાત્રા
- બાહુડાયાત્રા
- નીલાધ્નિ મહોદયની યાત્રા જવાનું ટાળવું.
 
 
 

Your Opinion
 
 
Code:
9 + 10

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment