માત્ર ભાવનગર જ નહીં પણ સમગ્ર દેશ-વિદેશમાં ગાિયકી ક્ષેત્રે મુકેશની ખોટ પૂરી કરનારા કોણ ? એટલે તરત જ એક જ જવાબ મળે કમલેશ આવસિત્થ. આ સપ્તકલાના સાચા સાધક આજે પણ ગાિયકી ક્ષેત્રે નવા આયામો સર કરવા પ્રતબિદ્ધ છે.
નામ : ડૉ.કમલેશ આવસત્થી.
જન્મ : ૧૯૪૫માં સાવરકુંડલામાં જન્મ.
અભ્યાસ : અભ્યાસ M.Sc.P.hd. ભાવનગર યુનિ. કેમેસ્ટ્રી ભવનના પૂર્વ વ્યાખ્યાતા. બે પુત્રો મોટો આકિeટેક-નાનો કેમી. એન્જિ. પત્ની મીનાબેન Good Lisener કલાપ્રેમી.
કારકિર્દીની શરૂઆત : ભાવનગર સપ્તકલામાં કલા ગુરૂ ભાર્ગવભાઈ પંડ્યાના હાથ નીચે સંગીતની સઘન તાલીમ લીધી. કુદરતી વારસામાં મળેલ મુકેશ કંઠી અવાજને કેળવી-પાર્શ્વગાયક સ્વ. મુકેશને સંગીતાંજલી આપવા સંગીતકાર મહેશ-નરેશના સંગીત નિર્દેશન તળે ‘ટ્રીબ્યુટ ટુ મુકેશ’ પ્રથમ આલ્બમ બહાર પાડ્યું. આઠેક જેટલી હિન્દી ફિલ્મો અને ડઝન જેટલી ગુજરાતી ફિલ્મોમાં પાશ્વ ગાયક તરીકે કંઠ આપ્યો છે. રાજ કપૂરના જીવનના અંતિમ હિન્દી ફિલ્મ ‘ગોપીચંદ જાસુસમાં’ પોતે સ્વર આપ્યો ત્યારે રાજ કપૂરે મુકેશ પાછો મળી ગયાનું વિધાન કર્યું હતું.
“Mukesh is Reborn” Raj kapoor. સંગીતના વિવિધ ક્ષેત્રે-રાજ્ય-રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સાતેક એવોર્ડ વિજેતા અને ભારતીય વિઘાભવન યોજિત ઓલ ઈન્ડિયા સુગમ સંગીત સમારોહમાં ગુજરાતમાંથી એકમાત્ર આમંત્રિત તેમજ લીમકા અને મીલેનિયમ મુકેશ મેમોરિયલ એવોર્ડ વિજેતા, પાર્શ્વગાયક કલાકાર.
ટર્નિંગ પોઈન્ટ : ભારતના મહાન આંતરરાષ્ટ્રીય અભિનેતા સ્વ. રાજ કપૂરે સ્વરના રૂપમાં મને ગળે વળગાડ્યો અને સાંઇબાબાના ભજનકર્તા, સાંઈબાબાની અનુભૂતિ થઇ તે જીવનનું મહત્વનું ટર્નિંગ પોઈન્ટ.