પ્રતિબંધિત નાટક ‘જિન્ના’ને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ઓપન થિયેટરમાં ભજવવામાં આવ્યું ત્યારે લાઈટ જતી રહી હોવા છતાં કલાકારોએ મીણબત્તીના પ્રકાશમાં નાટક ભજવવાનું ચાલુ રાખ્યું હતું.
રંગભૂમિના કલાકારોના ઝનૂનને અત્યાર સુધીમાં અનેક દેશોએ જોયું અને અનુભવ્યું છે. આજે આપણે કંઇક આવા જ પ્રકારના અનુભવની વાત હિન્દીના વરિષ્ઠ નાટયકાર અને કવિ નેરન્દ્ર મોહન પાસેથી જાણીશું. આ વાત એમના વિવિદાસ્પદ નાટક ‘જિન્ના’ સાથે સંકળાયેલી છે. તેમના આ નાટકને ભજવવા પર પ્રતિબંધ હોવા છતાં દિલ્હીના રંગકર્મીઓએ તેને ભજવવાનો નિર્ણય કર્યો.
નાટક ‘જિન્ના’ને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ઓપન થિયેટરમાં ભજવવામાં આવ્યું. નાટક શરૂ થવાનું હતું, ત્યારે ડરના માર્યા ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓ જ હાજર રહ્યા હતા. નાટકનો હજુ માંડ આરંભ થયો હતો ત્યાં લાઇટ જતી રહી, પરંતુ નાટક ભજવવાનું ઝનૂન રંગભૂમિના કલાકાર પર સવાર હોવાથી તેમણે મીણબત્તી અને ટોર્ચની મદદથી નાટક ભજવવાનું ચાલુ રાખ્યું, પરંતુ થોડીવારમાં વાવાઝોડાની સાથે વરસાદ પડવાથી નાટકને અટકાવવું પડ્યું. વરસાદ બંધ થઇ ગયા બાદ નાટક ફરી શરૂ કરવામાં આવ્યું. કલાકારોના સમર્પણના સન્માનરૂપે નરેન્દ્ર મોહને પોતાનું નવું નાટક ‘અંધેરેમેં નાટક’ લખ્યું હતું.
હથિયાર ન કાઢશો
ઘણી વખત સ્થિતિ એવી ઘડાય છે કે, જેમાં પથ્થર પણ પીગળી જાય છે. એવી જ એક ઘટનાનો પંજાબીના વરિષ્ઠ સાહિત્યકાર હરભજન બટાલવીએ સામનો કર્યો હતો. વાત એ દિવસોની છે, જ્યારે પંજાબ ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યું હતું. મીડિયા સાથે જોડાયેલા એમાંય ખાસ કરીને સરકારી મીડિયાના લોકોને ઘણી મુશ્કેલીમાંથી પસાર થવું પડતું હતું. ત્યારે બટાલવી ઓલ ઇન્ડિયા રેડિયો જલંઘરમાં નોકરી કરતા હતા.
બટાવલી અને એમની ટીમને કોઇ કામસર બહાર જવાનું થયું. પાછા ફરતી વખતે અધારું થઇ ગયું હતું. નર્જિન રસ્તા પર તેમને આંતકવાદીઓએ ઘેરી લીધા. બધાને હથિયારની અણી પર ઘેરી લઇ આખી ટીમને ગાડીમાંથી નીચે ઉતારી લેવામાં આવી. બટાલવી હંમેશાં પોતાનો એક હાથ પેન્ટના ખિસ્સામાં રાખતા હતા. એની પાછળના રહસ્ય અંગે અમુક લોકો વાકેફ હતા. જ્યારે બધા લોકોએ હાથ ઉપર કર્યા ત્યારે તેમણે પોતાનો એક હાથ ખિસ્સામાં જ રાખ્યો.
તેથી આંતકવાદીઓને લાગ્યું કે, તેમના ખિસ્સામાં ચોક્કસ હથિયાર હશે. તેથી એક હાથ ખિસ્સામાં રાખે છે. એમનામાંના એક આતંકવાદીએ ગુસ્સામાં બંને હાથ ઊંચા કરવા કહ્યું અને ઉમેર્યું, ‘કોઇ હથિયાર કાઢીશ તો બધાને ગોળીએ વીંધી નાંખીશ.’ જ્યારે બટાલવીજીએ ખિસ્સામાંથી હાથ કાઢ્યો તો તે, કપાયેલો હતો. હકીકતની જાણ થતાં આંતકવાદીઓએ આખી ટીમને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું.
ખતરનાક મહેમાનગતિ
મને ત્યારે વરિષ્ઠ સાહિત્યકારો માટે ખૂબ માન હતું. એમાંય ઉંમરલાયક સાહિત્યકાર સામે હું ઊંચા અવાજમાં વાત નહોતો કરતો. એક દિવસ પંજાબી સાહિત્યકાર એકાદમી એવાર્ડ મેળવી ચૂકેલ ઉંમરલાયક વાર્તાકાર પ્રેમ પ્રકાશજીનો ફોન આવ્યો કે, ‘હું તને મળવા તારા ઘરે આવું છું.’ એ જાણી મારી ખુશીની કોઇ સીમા ન રહી. ત્યારે અમારા ઘરે દીકરીનો જન્મ થયો હતો. એ હજુ માંડ મહિનાની થઇ હતી. હું તો તેમના આવવાની ખુશીમાં અડધો-અડધો થઇ ગયો. ઘરમાં ચારેબાજુ અસ્તવ્યસ્ત પડેલ ચીજવસ્તુઓને સરખી કરી. ચારેેબાજુ લટકાવેલાં કપડાંને ભેગાં કરી અંદરના પલંગ પર નાંખીને પ્રેમ પ્રકાશજીને લેવા બહારની તરફ ભાગ્યો.
જ્યારે હું તેમને લઇને અંદર આવ્યો ત્યારે મારી પત્નીએ જે વાત કહી એ સાંભળીને મારા પગ તળેથી જમીન ખસી ગઇ. તેણે કહ્યું કે, ‘ઉતાવળમાં હું કપડાંના ઢગલાને પલંગ પર સૂતી દીકરી ઉપર નાંખી આવ્યો હતો. દીકરી કપડાંના ઢગલામાં ઢંકાઇ ગઇ હતી. એ તો સારું હતું કે, મારી પત્ની અચાનક રૂમમાં દીકરીને જોવા ગઇ. નહીંતર તે ગૂંગળાઇ મરી હોત. હું આજે પણ એ વાતને યાદ કરું છું તો ધ્રૂજી ઊઠું છું.’