સપ્તાહનું ભવિષ્યફળ: બેજાન દારૂવાલા
Bejan Daruwalla, Sunday Bhaskar
| Jun 24, 2012, 00:52AM IST

ભલે પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિ બને પણ શનિની ખરાબ દશાના કારણે કોંગ્રેસને વધારે મુસીબતો આવતી જણાશે. ૨૦૧૩ અને ૨૦૧૪નું વર્ષ કોંગ્રેસ માટે ખરાબ રહેશે.
સિરિયામાં જરૂરથી લોકશાહી આવશે અને ચોક્કસપણે ઇજિપ્તની પરિસ્થિતિ સુધરશે.
શાહરુખ-કેટરિનાની આવનારી નવી ફિલ્મ, આમિર ખાન અને સલમાન ખાન તથા રણબીર કપૂર અને અક્ષયકુમારની આવનારી ફિલ્મોથી ૨૦૧૨ અને ૨૦૧૩નું વર્ષ બોલિવૂડ માટે સારું રહેશે.
મેષ - ૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
તમને વિશ્વાસ, માન, એવોર્ડ, વળતર બધું જ મળશે. સરસ મજાનું પારિતોષિક મળે તોય નવાઇ ન પામતા. રિલેકસ રહો, ખુશ થાઓ. અનેક લાભદાયી તક મળશે. એ તકનો સરસ ઉપયોગ કરવાની જવાબદારી તમારા અનુભવોને આપજો. ભવિષ્યને આર્થિક સુરક્ષા પ્રદાન કરવા આપ નક્કર પગલાં ભરવાં તરફ આગળ વધશો. પ્રેમપ્રસંગ માટે અનુકૂળ સમય ચાલી રહ્યો છે. ઇચ્છિત પાત્ર સાથે આપના વિવાહ યોગો બની રહ્યા છે.
વૃષભ - ૨૧ એપ્રિલથી ૨૧ મે
માતાપિતા, વડીલો અને સાસુ-સસરાના આરોગ્યનું ધ્યાન રાખશો. આર્થિક બાબતે સરળતા હોવા છતાં સાવચેતી રાખવી. લાભ બદલ ઇશ્વરનો આભાર માનજો. કામકાજનું દબાણ હોવા છતાં ઘરમાં પણ સમય આપવો પડશે. પ્રતિસ્પર્ધીઓ સામે ગુપ્તતા જાળવીને કામ કરવું પડશે. કામ અને સામાજિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીને આપ સ્વાસ્થ્યની અવગણના કરો એવી શક્યતા છે.
મિથુન - ૨૨ મેથી ૨૨ જુન
ધ્યાનથી કરેલું કામ અને મહેનત ડિવિડન્ડ રૂપે મેળવશો. ઉત્તમ વિકાસ માટે વિચારમાં નવીનતા લાવશો તો તમારો માર્ગ વધુ ઉજજવળ બનશે. નસીબ તમારી તરફેણમાં છે. નવી દિશા તરફ આગળ વધશો. નાણાકીય બાબત માટે આ સમય ઉત્તમ છે. તમારાં સંશોધનો, સર્જકતા અને હોશિયારીભર્યા નવા વિચારો મુશ્કેલીઓ દૂર કરશે. યોગ્યતા સિદ્ધ કરવા માટે આપને યોગ્ય સમયની રાહ જોવી પડશે.
કર્ક - ૨૩ જુનથી ૨૨ જુલાઈ
આર્થિક રીતે એકંદરે સારો સમય. તમારામાં ફેરફાર કરો અને મહત્વની વ્યક્તિઓ સાથે હળોમળો. સાથીઓની ઓથ પણ મળશે. જૂના મિત્રો, નવા સંપર્ક ભાવિ ઘડશે. નાજુક પરિસ્થિતિમાં સંભાળીને અને સંતુલન રાખીને ચાલવું પડશે. આ સપ્તાહમાં પ્રિયજનોની કાળજી લેવી જરૂરી છે. અહીં જ આપને ખરો સંતોષ મળશે. પેટને લગતી બીમારીઓનો સામનો કરવો પડે.
સિંહ - ૨૩ જુલાઈથી ૨૩ ઓગસ્ટ
હવે આપના ભૂતકાળનાં સ્વપ્નાં સાકાર થતાં જણાશે. પરિવારજનો સાથેની આત્મીયતા વધશે. મોજમજાનો અને ખુશીનો માહોલ રહેશે. ગમે તેટલા કામની વચ્ચે પણ આરામની પળો કાઢી લેવાની કળા આપ શીખી ગયા છો. કામમાં આપનો રસ વધશે અને આપ સામાન્ય કરતાં વધુ કામ કરશો કારણ કે આપ તેનો ફાયદો જોઇ શકો છો. આમ સમયગાળો સંઘર્ષ વગરનો છે.
કન્યા - ૨૪ ઓગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
વ્યાવસાયિક ક્ષેત્રમાં ઉપરીઓનો ઇચ્છિત સહયોગ મળી રહેશે. વિદેશયાત્રા માટે ઉત્તમ સમય ચાલે છે. આપની વ્યાવસાયિક મુશ્કેલીમાં વધારો થવાનો સંભવ છે તેથી વાણી ઉપર કાબૂ રાખશો. આર્થિક સમૃદ્ધિમાં વધારો થાય. સતત નિરર્થક બાબતોમાં દોડાદોડી રહેશે. પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. પદ, ધન, યોજનાઓ સાકાર થાય. વધુ પડતા પ્રવાસના કારણે આર્થિક સંકડામણ અનુભવાય.
તુલા - ૨૪ સપ્ટેમ્બરથી ૨૩ ઓક્ટોબર
આપ આસપાસના લોકો કરતાં વધુ કાર્યાન્વિત રહેશો. આપ પ્રેરણાદાયી બની રહેશો અને જીવનની રોજિંદી સમસ્યાઓનો સામનો કરવા બિનપારંપરિક ઉપાયો અજમાવશો. આ તબક્કામાં બધી જ પ્રવૃત્તિઓ નિયત સમયપત્રક પ્રમાણે જ થશે. જે આપને ઘણો સંતોષ આપશે. સંખ્યાબંધ પ્રોજેક્ટસ, યોજનાઓ અને આશાઓને આપ સરળતાથી અમલમાં મૂકી શકો. કીમતી વસ્તુ ખરીદવાનું આપનું સ્વપ્ન સાકાર થાય.
વૃશ્વિક - ૨૪ ઓક્ટોબરથી ૨૨ નવેમ્બર
નકારાત્મક ઊર્જા પણ ઓછી નહીં હોય કારણ કે તે વારંવાર આપના મનમાં ઉદ્ભવતી રહેશે, પણ આપ ગમે તેવા મુશ્કેલ અવરોધોને પણ કુનેહ દ્વારા કચડી નાખવા સમર્થ છો. વ્યાવસાયિક કામની જવાબદારીઓ અને આર્થિક ચિંતાઓને પહોંચી વળવા માટે આપ સતત દોડધામમાં રહેશો. આપે હજી ઘણા અવરોધો પાર કરવાના બાકી છે. વ્યાવસાયિક યોજનાઓ મંદ ગતિએ પૂરી થાય.
ધન - ૨૩ નવેમ્બરથી ૨૧ ડિસેમ્બર
નોકરી-ધંધામાં લાભ મળે. લાંબાગાળાના પ્રશ્નો ઊકલે. મુલાકાતો સફળ બને. પ્રવાસમાં સાચવવું. રોજિંદા કાર્યક્રમ આજે ધીમી ગતિએ ચાલશે. કોર્ટ-કચેરીના કામમાં વિલંબ બાદ સફળતા મળે. ઘર, દેવું અને મિલકતની બાબતો તમને વ્યસ્ત રાખશે. તમે દિમાગને બદલે દિલથી નિર્ણયો લેશો તો ગંભીર પરિણામો સાથે ખોટ ઉઠાવશો. ક્રોધ ઉપર અંકુશ રાખશો. નોકરીમાં સ્થાનફેરના યોગ છે. સહયોગીઓ તરફથી મોડેથી સહયોગ મળે.
મકર - ૨૨ ડિસે. થી૨૦ જાન્યુઆરી
આર્થિક અને નાણાકીય બાબતે જરૂરિયાત પ્રમાણે આગળ વધશો તો પ્રગતિ કરશો. આ પૈસા કમાવાનો અને મોટાં સાહસનો સમય છે. નવું કામ શરૂ કરો. પૈસા અને ભાગીદાર મળી રહેશે. ઝડપી ફાયદો પણ મળશે. આંધળુકિયા કરશો તો બધું વણસી પણ શકે. નસીબ નવી તક, નવા વિકલ્પ અને નવી ભૂમિકા ખોલી આપશે. સાવચેતીભર્યાં પગલાં માંડશો તો સુરક્ષા અનુભવશો.
કુંભ - ૨૧ જાન્યુઆરીથી ૧૮ ફેબ્રુઆરી
આકરી મહેનતનો કોઇ વિકલ્પ નથી, એ વાત ખાસ યાદ રાખવાની છે. વધુમાં વધુ લાભદાયી તક મળશે. તમને એ અસાધારણ મહેનતનો સારો બદલો મળશે. તમારી મહેનત અને તાકાત અનુસાર વ્યવસાયી બાબતે લાંબા અને ટૂંકાગાળાના લાભ મેળવશો. શરૂઆતમાં માંડેલું ડગલું આગળ જતાં અણધારી તાકાત અને સત્તા અપાવશે. પ્રગતિના પથ ઉપર આગળ વધવા માટે તમારે આળસનો ત્યાગ કરવો પડશે.
મીન - ૧૯ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
જીવનની ખુશી અને આનંદ એની પૂર્ણ કળાએ ખીલી ઊઠે. ઉજાણીઓ અને મોજમજામાં તમે રત રહેશો. તમને દૂરના અંતરેથી આર્થિક લાભ કરાવી આપતા શુભ સમાચાર મળે. ખોટા વાદ-વિવાદોમાં પડવાથી અંગત લોકો સાથે મતભેદો સર્જાવાની શક્યતા છે. બિનજરૂરી ચર્ચાઓમાં ન ઊતરવું. ગુસ્સાને કાબૂમાં રાખવો આપના માટે લાભદાયક રહેશે. આપ શ્રેષ્ઠ દેખાવ કરી શકશો.





