Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Kalash
 

અરે, આ તો કંઇ નથી...!

 
Source: Apani Vaat, Varsha Pathak   |   Last Updated 3:59 AM [IST](18/01/2012)
 
 
 
 
 
‘અરે, આ તો કંઇ નથી’ જેવાં વાક્યો બોલતા લોકોને હકીકતમાં સરખામણી કરવાની આદત પડી ગઇ હોય છે.

‘કેવો લાગ્યો ટેસ્ટ?’ ઘેર આવેલા મહેમાનોને હોંશે હોંશે પોતાના એરિયાના ફેમસ સમોસાં ખાવા લઇ ગયેલા ભાઇએ પૂછ્યું. ‘સારો છે, પણ કાંદિવલી વેસ્ટમાં સ્ટેશનની બહાર જે સમોસાં મળે છે એ એકવાર ખાઇ જોજો. આને ભૂલી જશો!’ સામેથી પ્રતિભાવ મળ્યો. યજમાનોનો ચહેરો સહેજ વીલો પડ્યો.

***

‘મેં બ્લેકબેરી લીધો.’‘ગુડ! મારા દીકરાએ પણ કાલે જ ખરીધ્યો. જોકે એ બહુ એડ્વાન્સ્ડ વર્ઝન છે...’

***

ઉપરના બંને કિસ્સા, કદાચ પહેલી નજરે જુદા લાગે છે, પણ બીજી નજર નાખશો તો બંનેમાં સમાનતા જોવા મળશે. સમોસાં ખવડાવનાર અને નવો ફોન ખરીદનાર, બંને જણે હોંશભેર વાત માંડેલી, પણ સામેવાળાએ બીજી જગ્યા અને બીજા પ્રોડકટ સાથે સરખામણી કરીને હોંશીલા જીવોને માથે ઠંડું પાણી રેડી દીધું.

દુનિયામાં આવા ઠંડા પાણીના જથ્થાબંધ ફ્રી સપ્લાયર્સની કમી નથી. ‘અરે, આ તો કંઇ નથી... અરે, ફલાણી જગ્યાએ જાવ તો આને ભૂલી જશો... અરે, તમે લીધું એનાથી વધુ ફીચર્સ ધરાવતી પ્રોડકટ હમણાં મારા કઝીને લીધી...’ આ પ્રકારનાં વાક્યો એ ડગલે ને પગલે ઉચ્ચારતાં રહે છે.

હવે શક્ય છે કે આવું બોલતી વખતે એમના મનમાં કદાચ કોઇ દુભૉવ નહીં હોય, પણ બસ, વાતે વાતે એમને સરખામણી કરવાની આદત પડી ગઇ હોય છે. આવું કરીને એ લોકો સામેવાળાની ખુશીમાં પંકચર પાડે છે. સાથેસાથે પોતાનું પણ નુકસાન કરે છે. દાખલા તરીકે ઉપર જણાવેલા પહેલા કિસ્સામાં યજમાનનો ઉત્સાહ એટલી હદે મંદ પડી ગયો કે પછી એમણે એમના વિસ્તારના સમોસાં જેટલી જ ફેમસ કુલ્ફી, સામેવાળાને ચખાડવાનો પ્લાન પડતો મૂક્યો.

ઘણા લોકો આપણે કહેલી કોઇ વસ્તુ જોતાં કે ટ્રાય કરતાં પહેલાં જ ફેંસલો સુણાવી દે. આપણે કહીએ કે આ નવા બ્યુટીપાર્લરમાં બહુ સારો હેડ મસાજ થાય છે, તો તરત સામેથી મિસાઇલ છુટે કે અરે, મસાજ કરવામાં તો અમારા પાર્લરવાળી બ્યુટિશિયનનો કોઇ હાથ ન પકડી શકે. એની પાસે એકવાર આવ, આ બધાને ભૂલી જઇશ.

અમુકવાર આવા લોકો પર થોડી ચીડ ચડે તોયે માફ કરી દેવા પડે કારણ કે એ ખરેખર કૂવાના દેડકા જેવા નિર્દોષ (કે મૂર્ખ) હોય છે અને માને છે કે એમણે જે જોયું, ચાખ્યું, અનુભવ્યું છે એનાથી ચિઢયાતું દુનિયામાં બીજે ક્યાંય હોઇ જ ન શકે. એમણે ખાધેલી ‘વિશ્વની બેસ્ટ પાઉંભાજી’ એ તમને પણ ખવડાવીને રાજી થશે.

કમનસીબે બીજી તરફ એવાય થોડા નંગ હોય છે, જેમના માટે કમ્પેરઝિન દ્વારા સામેવાળાને નીચા પાડવાનું કે ખુદને ઊંચા બતાવવાનું જાણે જીવન જરૂરિયાત બની ગયું હોય છે. તમે ખુશખુશાલ ભાવે જેટ એરવેઝમાં દુબઇની ટિકિટ બુક કરાવીને આવો તો એ કહેશે ‘આઇ ઓલ્વેઝ ફ્લાય એમિરેટ્સ! ભલે મોંઘી છે, પણ સર્વિસ એટલે કહેવું પડે!’ ક્યારેક તો કોઇ સ્થાનિક અખબારમાં વાંચેલી ન્યૂઝ આઇટમ વિશે વાત માંડો તો એ લંડન ટાઇમ્સ કે વોશિંગ્ટન પોસ્ટની વાર્તા શરૂ કરી દેશે. આપણે કોઇ નાનકડી અચિવમેન્ટ મેળવીને રાજી થતા હોઇએ ત્યારે એ લોકોએ પોતે ભલે કંઇ ઉકાળ્યું ન હોય, પણ આપણા ક્ષેત્રમાં બીજી વ્યક્તિઓએ મેળવેલી વધુ મોટી સિદ્ધિ યાદ દેવડાવી દેશે. પોતાની સાથે નહીં તો છેવટે બીજા સાથે સરખામણી કરીને, એ તમારા બલૂનમાં ટાંકણી ભોંકવાની ચેષ્ટા કરી જ લેવાના.

આ બધા કમ્પિલ્સવ કંપેરિઝન ડિસઓર્ડરથી પીડાતા લોકો સામે આપણી ખુશી કે ઉત્સાહ ટકાવી રાખવાનો એક જ રસ્તો છે કે ‘આપણે વર્તમાનમાં મસ્ત રહેવું. બોરીવલીમાં બટેટાવડાં ખાતાં ખાતાં કોઇ ખપોલીમાં મળતા વડાં યાદ કરે તો માનવું (કે કહી દેવું) કે એ અભાગિયાને આ ક્ષણે મળેલી ખુશી માણતા નથી આવડતું. એવી જ રીતે વર્ષો પહેલાં બચેન્દ્રી પાલે ભલે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હોય, પણ આપણે તો હમણાં ગિરનાર ચઢીને આવ્યા એની જ વાતો કરવી. ઘરની નીચે મળતી ભેળપુરી કે સોસાયટીના ફંકશનમાં વધુ મોટો ફુગ્ગો ફુલાવવા માટે મળેલા ઇનામની કદર ભલે બીજાને ન હોય, ભલે એ વધુ ટેસ્ટી, વધુ મોટી, વધુ ઇમ્પોર્ટન્ટ ચીજો સાથે તુલના કરવાની ટ્રાય કરે, પણ આપણે તો એક જ વાત યાદ રાખવી કે આજે આ ઘડીએ મને/આપણને જે ખુશી મળી છે એનો જ જય હો!

viji59@msn.com

આપણી વાત, વર્ષા પાઠક
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.