સમસ્યા: જો સ્ત્રી એચ.આઇ.વી. કેરિયર હોય અને પુરુષને મુખમૈથુન કરે તો પુરુષને રોગ થાય?
ઉકેલ: કહેવાય છે કે વીસમી સદીના છઠ્ઠા દાયકામાં પશ્ચિમમાં સેક્સ્યુઅલ રિવોલ્યુશન આવ્યું. કેટલાક આ વૈચારિક ક્રાંતિને ઇકોનોમિક રિવોલ્યુશન કરતાં મોટી ગણે છે. સામાન્ય લોકો, કહેવાય છેકે જાતીય કૂળમંડૂકતા, છોછ તથા સંકુચિતતાના વાડામાંથી બહાર નીકળ્યા. પરંતુ જેમ દરેક પરિવર્તન તેની સાથે નવાં દૂષણો લઇને આવે, તેમ જાતીય ક્રાંતિની સાથે અનેક દૂષણો સમાજને મળ્યા. સાથે અનેક નવા રોગો પણ અસ્તિત્વમાં આવ્યા. એચ.આઇ.વી. અને એઇડ્સ પણ આમાંનો એક છે.
એક તરફ ઉન્મુક્ત કામજીવન માટેના અનેકાનેક દ્વાર સમાજે જ ખોલી આપ્યા છે. બીજી તરફ એઇડ્સ એ એવો રોગ છે, જેની આજની તારીખે કોઇ જ અસરકારક સારવાર નથી. આમ, કામુક મનુષ્યે કામતૃપિ્તના આનંદ માટે એઇડ્સનું જોખમ લેવું પડે એવો સમય આવ્યો છે. એચ.આઇ.વી. જાતીય સમાગમ દ્વારા પ્રસરી શકે છે. પરંતુ આનો અર્થ એ ન થાય કે અપૂર્ણ, અધૂરા સમાગમ કે મુખમૈથુન દ્વારા એઇડ્સ ન ફેલાય. મોઢાની અંત:દીવાલ (મયુકસ મેમ્બ્રેઇન)માં ઇજા કે અલ્સર હોય અને ત્યાં એઇડ્સ કે એચ.આઇ.વી. વાળા દર્દીનાં વીર્ય કે લોહીનો સ્પર્શ થાય તો પણ તે એઇડ્સ ટ્રાન્સમિટ થઇ શકે છે. એટલે એચ.આઇ.વી. પોઝિટિવ/કેરિયર વ્યક્તિ સાથે જાતીય સંબંધ બાંધતી વખતે ‘બોડી ફ્લ્યુઇડ્સ’ની આપણને થતી હોય છે એવી પદ્ધતિઓ જેવી કે મુખમૈથુન, ગુદામૈથુન, વજાઇનલ સેક્સ વગેરે ટાળવા હિતાવહ છે.
અંતમાં ‘જિસ ખીડકી પે નજર યે તુમ્હારી પડી હૈ દોસ્ત, પર એઇડ્સ કે જમાને મેં રખના જરૂર યાદ, કીમત હવસ મિટાને કી કાફી બડી હૈ દોસ્ત.’
‘નોંધ: આપના પ્રશ્નો ‘કળશ’ પૂર્તિ વિભાગ, ‘દિવ્ય ભાસ્કર’, અમદાવાદ કાર્યાલયના સરનામે અથવા નીચેના ઇ-મેઇલ પર મોકલી શકો છો.
જાણવું જરૂરી છે, ડૉ.. પારસ શાહ(સેક્સોલોજિસ્ટ)
dr9824063332@in.com