Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Agriculture
 

૧૫૦૦ હેક્ટર જમીનમાં ફુવારા પદ્ધતિથી સિંચાઇ

 
Source: Bhavar Mina, Amirgadh   |   Last Updated 4:48 AM [IST](29/04/2011)
 
 
 
 
 
અમીરગઢમાં આદિવાસી પ્રજા સરકારી સબસિડીનો લાભ લઇ પરંપરાગત ખેતી છોડીને ફુવારા તેમજ ટપક પદ્ધતિથી ખેતી કરી રહી છે

અમીરગઢ તાલુકાના આદિવાસી ખેડૂતોએ પરંપરાગત ખેતીને તિલાંજલી આપી નવી ફુવારા તેમજ ટપક પદ્ધતિથી ખેતી કરવાનું શરૂ કર્યું છે. જેના પરિણામે તાલુકામાં પાણીનો બગાડ અટકયો છે. તાલુકામાં કુલ ૧૫૦૦ ઉપરાંત હેક્ટર જમીન પર આ પદ્ધતિ અપનાવવામાં આવી છે.

અમીરગઢ તાલુકામાં મહત્તમ આદિવાસી પ્રજાવસવાટ કરે છે. જેઓ પરંપરાગત સિંચાઇ થકી ખેતી કરતા હતા.પરંતુ સરકાર તરફથી આપવામાં આવતી સબસીડીનો લાભ લઇ આદિવાસી ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને ફુવારા તેમજ ટપક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. જેના પરિણામે પાણીનો વ્યય અટકયો છે.

અમીરગઢ તાલુકામાં કુલ ૫૦૬૦.૦૧ હેક્ટર જમીન પિયત છે. જ્યારે આ તમામ જમીન પર ખેતી કરતા ખેડૂતો પરંપરાગત ક્યારા બનાવી પાવડા દ્વારા સિંચાઇ કરતા હતા. જેના લીધે ખેતીની સિંચાઇ બાદ વધુ પડતા પાણીનો બગાડ થતો હતો. જેમને તંત્ર દ્વારા ટપક અને ફુવારા પદ્ધતિથી થતાં લાભો અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવતાં આજે આદિવાસી ખેડૂતો ફુવારા અને ટપક પદ્ધતિ તરફ વયા છે.

આ અંગે ઇકબાલગઢ ડેપોના ઇન્ચાર્જ બી.ડી. પટેલ અને તાલુકા ખેતીવાડી અધિકારી એચ.એમ. પરમારે જણાવ્યું હતું કે, ‘અમીરગઢ તાલુકામાં પિયતની જમીન ધરાવતા આદિવાસી ખેડૂતોને ફુવારા પદ્ધતિમાં ૭૫ ટકા સબસીડી જ્યારે અન્ય ખેડૂતોને ૫૦ ટકા સબસીડી આપવામાં આવે છે.

વર્ષ ૨૦૧૦-૧૧ સુધીમાં કુલ ૧૫૦૦ ઉપરાંત હેક્ટર જમીન પર આ પદ્ધતિનો લાભ ખેડૂતોએ લીધો છે.’આદીવાસી વિસ્તારમાં ખેડૂતો ટપક પદ્ધતિનો ઉપયોગ કરી ખેતી કરતા થતાં પાણીનો બગાડ અટકવાની સાથે ખેતીમાં પણ નોંધપાત્ર સુધારો થશે તેમાં બેમત નથી.તો આદીવાસી ખેડૂતો પણ હવે સરકારી યોજનાના લાભ લેતા થયા હોવાનું બહાર આવ્યું છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.