Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Dharma Darshan
 

ઇશ્વર તરફથી આપણને શું મળે છે

 
Source: Ved ane jivan, Gyaneshvararya   |   Last Updated 12:51 AM [IST](09/09/2010)
 
 
 
 
 
બાહ્ય ધનની પ્રાપ્તિ પૂર્વે આપણે આંતરિક ધનની પ્રાપ્તિ અર્થે ઇશ્વરને પ્રાર્થના કરવી જોઇએ. આંતરિક ગુણોની પ્રાપ્તિ થવાથી બાહ્ય ધન તો સહજ, શીઘ્ર પ્રાપ્ત થઇ જાય છે.

ઇશ્વર ધનસંપત્તિને વધારનારા છે. તે શારીરિક માનસિક, ઐન્દ્રિક સમસ્ત રોગોને દૂર કરનારા છે. તે સર્વવ્યાપક તથા સર્વજ્ઞ છે. શરીર આત્માની પુષ્ટિ કરનારા છે. હે! પરમ ઐશ્વર્યવાન ઇશ્વર, આપ અમારા પરમ મિત્ર, બની જાઓ.

ઇશ્વરને શા માટે માનવા જોઇએ, તેમનું ધ્યાન શા માટે ધરવું જોઇએ ? જ્યારે બાળકોને આવા પ્રશ્નો પૂછીએ છીએ ત્યારે મોટે ભાગે ઉત્તર મળે છે કે અમોને ખબર નથી અથવા અમારાં માતા-પિતાએ કહ્યું છે અને લોકો ઇશ્વરનું ધ્યાન ધરે છે તેથી અમે પણ તેમનું ધ્યાન ધરીએ છીએ. તેઓ સ્પષ્ટ સંતોષજનક પ્રામાણિક ઉત્તર આપી શકતા નથી. જ્યારે આપણને આ ખબર જ નથી કે ઇશ્વરથી આપણને શું મળશે તો પછી આપણે અતૂટ શ્રદ્ધા, પૂર્ણ રુચિ, મહાન ત્યાગ, ઘોર તપસ્યા અને દ્રઢ વિશ્વાસની સાથે ઇશ્વરનું ધ્યાન ધરી શકીશું નહીં. જે કંઇ કરીશું તે ફક્ત ઔપચારિકતા અને વાણીવિલાસ જ હશે.

આ મંત્રમાં દર્શાવવામાં આવ્યું છે કે ઇશ્વર તરફથી આપણને શું મળે છે. સૌપ્રથમ દર્શાવવામાં આવ્યું છે કે તે ગયસ્ફાન : ધનની વૃદ્ધિ કરનારા છે. કેવું ધન? રૂપિયા, પૈસા, સોના-ચાંદી વગેરે નહીં પરંતુ જે ધનથી રૂપિયા મળે છે તે ધન. તે ધન કેવું છે? તે ધન છે - બુદ્ધિ, સાહસ, પરાક્રમ, ઉત્સાહ, શ્રદ્ધા, સંયમ, ધૈર્ય અને પુરુષાર્થ. આ આંતરિક ગુણ રૂપી ધન વિના રૂપિયા-પૈસા રૂપી ધન મળતું નથી. રૂપિયા-પૈસા, ગાડી-બંગલા વગેરે ધન તો પરિણામ માત્ર છે. પ્રારંભિક ધન તો આંતરિક વિશિષ્ટ ગુણો જ છે. આ ગુણો પ્રદાન કરવાવાળા તેમજ તે ગુણોની પ્રવૃદ્ધિ-શુદ્ધિ કરનારા ઇશ્વર છે. તેથી બાહ્ય-ર્દશ્યમાન ધનની પ્રાપ્તિની પૂર્વે આપણે આંતરિક ધન-સંપત્તિની પ્રાપ્તિ અર્થે ઇશ્વરને પ્રાર્થના કરવી જોઇએ. આંતરિક ગુણોની પ્રાપ્તિ થવાથી આ બાહ્ય ધન તો સહજ, શીઘ્ર પ્રાપ્ત થઇ જાય છે.

મંત્રમાં બીજી વાત દર્શાવવામાં આવી છે કે તે પરમેશ્વર અમીવહા-રોગોને નષ્ટ કરનારા છે. તે ચિકિત્સક છે, વૈદ છે. તો શું ઇશ્વર આપણા રોગોને દૂર કરવા માટે ઔષધનું નામ પણ દર્શાવે છે? હા, ન કેળવ નામ પરંતુ રોગની ઉત્પત્તિનું કારણ દર્શાવી સાથે સાથે રોગ ઉત્પન્ન ન થાય તેનો ઉપાય પણ બતાવે છે. રોગોની ઉત્પત્તિનું કારણ છે અજ્ઞાન, આળસ, લાપરવાહી, અસંયમ, અસાવધાની, અવ્રત વગેરે રોગ કેવળ શારીરિક જ નથી હોતો પરંતુ માનસિક પણ હોય છે. આવા માનસિક દોષોને પણ પરમાત્મા નષ્ટ કરનારા છે.

એટલા માટે વેદ મંત્રમાં કહ્યું છે કે મનુષ્યો ! સંગિઠત બનો, કારણ કે સામાજિક, સર્વ-હિતકારી, રાષ્ટ્રીય કાર્યોને સામૂહિક પ્રયત્ન વિના એકલો મનુષ્ય કદાપિ સિદ્ધ કરી શકતો નથી. સંગઠનમાં શક્તિ હોય છે.

આજ સારા મનુષ્યોની સંખ્યા અધિક છે અને ખરાબ મનુષ્યો થોડા છે, છતાં પણ સારા મનુષ્યો સંગઠિત ન હોવાથી, અલ્પસંખ્યક ખરાબ મનુષ્યો સંગિઠત થઇને આ અધિક સંખ્યાવાળા સારા મનુષ્યોને કુકૃત્યોથી દુ:ખી કરતાં રહે છે.

વેદ કહે છે સમાન વિચાર, સમાન જ્ઞાન, સમાન સિદ્ધાંતથી જ ન કેવળ વ્યક્તિગત પરંતુ સામાજિક, રાષ્ટ્રીય સિદ્ધિઓ અને ઊંચાં લક્ષ્યો પ્રાપ્ત કરી શકાય છે. અન્યથા નહીં. ઈતિહાસ બતાવે છે કે પૂર્વ કાળમાં સમાજ, રાષ્ટ્ર, વિશ્વના કર્ણધારો સંગિઠત થઇને જ વિશ્વ-વિજયી બની રહ્યા. અને વિગઠિત મનુષ્યો, સમાજ, દેશ પરાજયને પ્રાપ્ત થયા.

હે પ્રભુ! અમારા અંત: કરણમાં પરસ્પર સંગઠન, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ, નિષ્ઠા ઉત્પન્ન કરો કે જેનાથી અમે સામાજિક, રાષ્ટ્રીય બુરાઇઓને દૂર કરીને સર્વ મનુષ્ય એક થઇ જાય. સર્વ મનુષ્યો એક ઇશ્વર, એક ભાષા, એક ભક્તિ, એક ઔષધ, એક ભોજન, યુક્ત થઇ જાય.

કોઇપણ ઠેકાણે કોઇને કોઇથી વેશ, વિરોધ, વિગઠન ન રહે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 5


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.