રાજ્યની આ નર્મદા પછીની સૌથી મોટી નદી છે. તેના પર 1. કાકરાપાર અને 2. ઉકાઈ યોજના થયેલ છે.
પ્રથમ કાકરાપાર યોજના 1953માં સૂરત પાસે 621 મીટર લાંબા અને 24 મીટર ઊંચા આડબંધની પૂરી થઈ. આ યોજનાની કુલ સિંચાઈશક્તિ 1.99 લાખ હેકટર જેટલી હતી. તેનાથી સૂરત અને વલસાડ જિલ્લાનાં વિસ્તારોને સિંચાઈનો લાભ મળે છે.
આ નદી પરની બીજી ઉકાઈ યોજના મોટી અને અગત્યની બહુહેતુક યોજના છ. આ યોજનાની વિચારણા 1949માં થઈ, 1959માં તેને મંજૂરી મળી અને 1966થી આ યોજનાનું કામ શરૂ થયું. ઉકાઈ બંધની રચના સૂરતથી 105 કિમી. ઉપરવાસમાં, ઉકાઈ ગામ પાસે 4,928 મીટર લાંબા અને 69 મીટર ઊંચા માટીકામ અન ચણતરકામની રચના કરવામાં આવી છે.
આ બંધથી રચાયેલા સરોવરમાં 8,51,000 હેકટર મીટર જેટલું પાણી સંઘરી શકાય છે. બંધમા 22 જેટલા દરવાજા રાખવમાં આવ્યાં છે. આ યોજનાથી સૂરત, વલસાડ અને ભરૂચ જિલ્લાને સિંચાઈનો લાભ મળે છે. આ યોજના દ્વારા ઉત્પન્ન થયેલ કુલ સિંચાઈશક્તિ 1.19 લાખ હેકટર જેટલી છે.