Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Navalika
 

મનહર રવૈયા: છેતરિંપડી

 
Source: Suspence, Manahar Ravaiya   |   Last Updated 12:58 AM [IST](08/02/2012)
 
 
 
 
 
નવમા માળેથી કૂદીને એક પરિણીતાએ આત્મહત્યા કરી. પરંતુ ખરેખર એ આત્મહત્યા હતી ખરી?

સૂચના મળતાં જ ઈન્સપેકટર રાજદીપ રાણા અજંટા એપાર્ટમેન્ટ આવી પહોંચ્યા ત્યારે એમના સહ પોલીસ કર્મચારી ત્યાં હાજર હતા. લોકોના ટોળાની વચ્ચે એક યુવતીની લાશ પડી હતી. નિરીક્ષણ કર્યા બાદ રાણા સાહેબે બિલ્ડિંગની છત તરફ જોયું. બિલ્ડિંગમાં નવ માળ હતા.‘સર, એ જ નવમા માળની છત પરથી છલાંગ લગાવીને બિચારીએ આત્મહત્યા કરી લાગે છે.’ પીઢ કોન્સ્ટેબલ યાકુબ ખાને રાણાની નજીક આવીને કહ્યું.

નિરુત્તર રાણા સાહેબ બિલ્ડિંગ તરફ ચાલવા લાગ્યા અને યાકુબ ખાન એમને અનુસર્યો. બંને છત પર પહોંચ્યા. જ્યાંથી યુવતીએ છલાંગ લગાવી હતી ત્યાં સાહેબે ધ્યાનથી જોયું. સૂકાયેલાં કપડાંનો ઢગલો પડ્યો હતો. પારાપીટ પાસે ટી-શર્ટમાં હોય છે એવું મોટું બટન મળી આવ્યું. નીચે નજર કરતાં આઠમા માળના સેનિટરી પાઈપમાં રૂમાલ જેવું કપડું ભરાયેલું હતું, જે યાકુબ ખાનને બતાવી લઈ આવવાનું કહીને રાણા સાહેબ નીચે આવવા વળ્યા.

એ જેન્ટ્સ રૂમાલ હતો. લાશનું પંચનામું ચાલી રહ્યું હતું. સાહેબે પુછ્યું, ‘આ યુવતીનું રિશ્તેદાર કોણ છે?’ એક શોકાતુર ભોળો યુવાન આવ્યો, ‘હું છું. મૃતક શોભાનો પતિ, સુંદરકુમાર,’ યુવાને ગળગળા સાદે કહ્યું, ‘આ મારી શોભાને શું સૂઝ્યું કે એણે આત્મહત્યા કરી લીધી. સાહેબ, હું લુંટાઈ ગયો.’ એ રડી પડ્યો.

‘ઘરમાં કોણ કોણ રહો છો?’‘નવમા માળે મારી સાથે મારા સસરા મોહનલાલ, સાળો કેયુર અને અમારો છ વર્ષનો પુત્ર બબલુ. બ્લોક મારા સસરાનો છે. હું તો પાંચ વર્ષથી શોભાના આગ્રહથી ઘરજમાઈ તરીકે રહું છું.’‘મિ. સુંદર, તમને આ ઘટનાની ક્યારે જાણ થઈ?’‘સાંજે હું કામથી પરત આવ્યો ત્યારે કમ્પાઉન્ડમાં લોકોનું ટોળું હતું અને વચ્ચે શોભાની લાશ હતી.’‘મોહનલાલ, તમને ક્યારે ખબર પડી?’‘સાહેબ, સાંજે હું અને કેયુર ઘરે આવ્યા.

હાથ મોં ધોઈને કપડાં બદલી કેયુર ટી.વી.જોઈ રહ્યો હતો અને ચાનો કપ મને આપી શોભા છત પર સૂકવેલાં કપડાં લેવા ગઈ હતી. એને આવતાં વાર થઈ, ત્યાં ત્યાં નીચે કમ્પાઉન્ડમાંથી દેકારો સાંભળ્યો. મેં બાલ્કનીમાં જઈને નીચે જોયું તો મને કોઈએ નીચે આવવા ઇશારો કર્યો. નીચે જઇને જોયું તો શોભા પડી હતી.’ બાકી પૂછપરછ કરવાનું રાણા સાહેબને યોગ્ય ન જણાતાં જરૂરી કાર્યવાહી કરીને લાશ પી.એમ. માટે રવાના કરી, એ પોલીસ સ્ટેશન પર આવ્યા.

***
રાણા સાહેબે પી.એમ. રિપોર્ટ જોયો તો એમાં ગળું દબાયા બાદ બેહોશીની હાલતમાં નીચે પટકાતાં મૃત્યુ દર્શાવેલું હતું. તેથી રાણા સાહેબ સ્વગત બોલ્યા, ‘આત્મહત્યાનો નહીં, પણ હત્યાનો મામલો લાગે છે.’એમણે યાકુબ ખાનને મોકલીને મોહનલાલ અને સુંદરલાલને પોલીસ સ્ટેશન બોલાવ્યા. મોહનલાલે શોભાના મૃત્યુ માટે સુંદરકુમાર પર શક જાહેર કરતાં કહ્યું, ‘લગ્ન બાદ શોભા અને સુંદરનું દામ્પત્ય જીવન સારું હતું, પણ થોડા સમય પછી સુંદરના પ્રેમનો ઉભરો શમી ગયો. શોભાએ તપાસ કરી તો સુંદરને એની ઓફિસની એક છોકરી સાથે લફરું હતું. આથી રોજબરોજ શોભા અને સુંદર વચ્ચે ઝઘડો થતો અને ક્યારેક તો સુંદર શોભાને મારપીટ પણ કરતો. હું બંનેને સમજાવીને મારી સાથે રહેવા લઈ આવ્યો હતો.’

સુંદરલાલે તરતજ કહ્યું, ‘સર, સાવ ખોટી વાત છે. મારે કોઈ છોકરી સાથે લફરું નથી. હકીકતમાં મોહનલાલ અને શોભાએ મારી સાથે છેતરિંપડી કરી છે. મને કહેવામાં આવેલું કે શોભા કુંવારી છે. પછી લગ્ન બાદ મને જાણ થઈ કે શોભાનાં લગ્ન પહેલાં મુંબઈ થયાં હતાં અને એક છોકરો પણ હતો. છતાં મને શોભા પર પ્રેમ હતો તેથી બધું જતું કરીને રહ્યો હતો. પરંતુ શોભા વધારે સમય એના બાપના ઘરે એના પુત્ર બબલુ પાસે રહેતી. હું જરા બોલું તો એ તરત ઝઘડી પડતી હતી અને મારી પાસેથી અવનવા બહાને પૈસા પડાવતી હતી. એણે મારું મકાન વેચાવી નાખી તેમાંથી કીમતી ઘરેણાં બનાવ્યાં હતાં અને મને પરાણે એના બાપના ઘરે રહેવાની ફરજ પાડી હતી.

આટઆટલું સહન કરવા છતાં મારા પર શક કરવાનું કારણ મને નથી સમજાતું. એના પાપે જ એણે આત્મહત્યા કરી હશે.’ એક ધ્યાને સાંભળી રહેલા રાણા સાહેબ બોલ્યા, ‘હું જ્યાં સુધી કહું નહીં ત્યાં સુધી તમે શહેર છોડી ક્યાંય બહાર ન જતા.’ સુંદરલાલના ચહેરાના બદલાતા ભાવનો રાણા સાહેબ અભ્યાસ કરી રહ્યા, પણ જેવો સુંદર ઊભો થઈને બહાર જવા બારણા તરફ વળ્યો એ સાથે જ કાબેલ રાણા સાહેબે ટેબલના ખાનામાંથી પેલો હેન્ડકરચીફ કાઢ્યો ને બુમ મારી, ‘મિ. સુંદર, તારો રૂમાલ રહી ગયો.’ સુંદરે રૂમાલ તરફ જોઈને કહ્યું,‘સોરી સર, મારો નથી.’

‘ઓકે, રૂમાલ તારો નથી, પણ આ બટન તો તારું છે ને? મને છત પરથી મળ્યું છે. સુંદરે એના ટી-શર્ટમાં જોયું તો બે બટનમાંથી એક બટન ન હતું જે રાણા સાહેબને મળ્યું હતું. સુંદર મામલો પામી ગયો. એ પુશ ડોર ખોલતો ભાગ્યો, પણ પકડાઈ ગયો. એણે ગુનો કબુલતાં કહ્યું, ‘સાહેબ, શોભાના ત્રાસથી હું ગળે આવી ગયો હતો. થોડા દિવસ પહેલાં મેં એને રૂપિયા પાંચ હજાર આપ્યા તો એણે મારું અપમાન કરીને મારી પર ઉકળતું તેલ રેડ્યું હતું.

જુઓ, મારા પગ પર એનાં નિશાન છે.’ (નિશાન બતાવી એણે વાત પુન: શરૂ કરી) ‘આથી મેં બદલો લેવા માટે પ્લાન બનાવ્યો. એ હંમેશાં છત પર સૂકવેલાં કપડાં લેવા જતી હતી. એ યાદ રાખી એ દિવસે હું કામ પર ન ગયો અને સાંજે છત પર ચડી ગયો. જેવી શોભા આવી કે મેં એ ચીસ પાડે નહીં એટલે એને મોઢે ડુચો દઈને ગળાચીપ દીધી. થોડીવારે એ બેભાન થઈ ગઈ. પછી મેં એને ઊંચકીને નીચે ફેંકી દીધી અને નીચે આવી હું પણ ટોળામાં ભળી ગયો.’ કાયદો હાથમાં લઈ ખૂન કરવા બદલ સુંદરને આજીવન કેદની સજા થઈ.

kalash@guj.bhaskarnet.com

સસ્પેન્સ, મનહર રવૈયા




 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.