Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Bal Bhaskar
 

વિજ્ઞાનનું જ્ઞાન

 
Source: Bal Bhaskar   |   Last Updated 12:07 AM [IST](07/09/2010)
 
 
 
 
 
આપણે ત્યાં શરૂઆતમાં પીળી

ખાંડ જોવા મળતી. આ ખાંડ આપણા સ્વાસ્થ્ય માટે ગુણકારી હતી, પણ આધુનિકીકરણને લીધે હવે સફેદ ખાંડ બજારમાં મળે છે. ખરેખર તો આ ખાંડ ધીમું ઝેર છે. એમાંથી શરીરને કોઈ પોષકતત્વ મળતું નથી.

ખાંડ ગળી કેમ હોય છે?

સવારે ચાના કપથી માંડીને મીઠાઈ, આઈસક્રીમ જેવી ઘણી બધી વસ્તુઓમાં ખાંડનો વપરાશ થાય છે. ખાંડમાં કાર્બન, હાઈડ્રોજન અને ઓક્સિજન આ ત્રણેય તત્વ છે. ખાંડ એ રાસાયણિક પ્રક્રિયા પછી રાસાયણિક તત્વોથી બનેલું એક સંયોજન છે.

હવે, નવાઈ એ વાતની છે કે આ ત્રણેય તત્વ ગળ્યા નથી છતાં પણ આ તત્વ સાથે ભેળવીને તૈયાર થયેલી ખાંડ ગળી કેવી રીતે હોય છે! તો ચાલો એનું કારણ જાણીએ. દરેક સંયોજનના ગુણ તત્વ કરતાં સાવ જુદા હોય છે. ખાંડ ગળી હોવી એ પણ આ સંયોજનનો ગુણ છે. કાર્બનિક સંયોજનનો વિશાળ સમૂહ મુખ્યત્વે આ ત્રણ તત્વોને ભેગા કરીને બનેલો હોય છે. આ પ્રકારના સંયોજનના પોતાના વિશેષ ગુણ હોય છે અને આ ગુણ તેમાં રહેલા તત્વો કરતાં બિલકુલ અલગ હોય છે.

માછલી કેવી રીતે જીવે છે?

આપણે સૌ જાણીએ છીએ કે માછલીનું જીવન જ પાણી પર નભે છે. પાણી વગર તે જીવી ન શકે. ખરેખર તો માછલી ભલે પાણીમાં રહેતી હોય પણ પાણીમાં રહેલો ઓક્સિજન તેને જીવંત રાખે છે. બીજા પ્રાણીઓ કરતાં માછલી પાણીમાં સારી રીતે જીવી શકે છે તેનું પણ કારણ છે. માછલીના ફેફસાંની રચના વિશિષ્ટ હોય છે. તેની મદદથી તે પાણીમાંથી વધુ સારી રીતે ઓક્સિજન ખેંચે છે એટલે કે ગ્રહણ કરી લે છે. તેથી જો માછલીને પાણીભરેલા વાસણમાં કે બરણીમાં રાખવામાં આવે તો તેમાંથી તે થોડા જ સમયમાં ઓક્સિજન શોષી લે છે. આમ, આ પાણીમાં રહેલો ઓક્સિજન ખલાસ થઈ જતાં તાજા પાણી રૂપે તેનો નવો ઓક્સિજન ન મળે તો માછલીનું મૃત્યુ થાય છે. એટલા માટે જ માછલીઘરમાં અથવા તો કોઈ વાસણમાં માછલી રાખવી હોય તો એનું પાણી વારંવાર બદલતા રહેવું પડે અને એમાં તાજું પાણી ભરતા રહેવું પડે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.