ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં રતનમહાલ અભયારણ્ય આવેલું છે. આ અભયારણ્યનો વિસ્તાર ૫૫.૬૫ કિ.મી. છે. અગાઉ આ વિસ્તાર ચાંપાનેર રાજ્યની હકૂમત હેઠળ હતો. ૧૯૮૨ની ૧૯મી માર્ચના રોજ રતનમહાલને વન્ય પ્રાણી અભયારણ્ય તરીકે જાહેર કરાયું.
વનસ્પતિની સમૃદ્ધિ
અહીં જુદા-જુદા સ્થળે વનસ્પતિની અસંખ્ય પ્રજાતિ છે. સાગ, મહુડો, સીસમ, ગરમાળો, બીલી, શીમળો, અને હજુ તો કંઈકેટલીય પ્રજાતિ જોવા મળે છે.
આકર્ષણ
અભયારણ્યમાં સ્તનધારી પ્રાણીઓ તેમજ સરીસૃપની પણ સંખ્યા છે. રિછ, દીપડો, જંગલી બિલાડી, ઝરખ, શિયાળ, માંકડાં સસલાં, નોળિયા, શાહુડી જેવા અનેક પ્રાણીઓ ઉપરાંત સરીસૃપ વર્ગમાં ધામણ, વાસ, સાપ, અજગર, ઘો, નાગ, કાચિંડા જોવા મળે છે. રંગબેરંગી પક્ષીઓનો પણ અહીં તોટો નથી. લક્કડખોદ, ભીમરાજ, હરિયાલ, ઘુવડ, તેતર, બાજ, સમડી સિવાય અનેક પક્ષીઓ જોવા મળે છે.