ન મે મૃત્યુશંકા ન મે જાતિભેદ:, પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ
ન બન્ધુર્ન મિત્રં ગુરુર્નૈવ શિષ્ય:, ચિદાનન્દરૂપ: શિવોહમ્ શિવોહમ્
જગદલપુર તરફ આગળ વધતાં ધમતરીથી પ્રગાઢ જંગલમાં પ્રવેશ કરવાનો હતો. ક્ષેત્રમાં રેશમ ઊપજ માટેની ઇયળના કીડાનાં ઉછેરકેન્દ્રો હતાં. મગરકોટ ખાતે સાંકડા રસ્તાને અડીને લાકડાની બનેલી હોટલ ચલાવતા સ્થાનિક વતનીએ કહ્યું કે દર વર્ષે સાત-આઠ વ્યક્તિને તે આ માર્ગે રામેશ્વરમ તરફ આગળ વધતા જુએ છે. મારાથી આગળ ૭૫ વર્ષના એક વૃદ્ધ ચાલી રહ્યા હતા. લોકો ચિંતાથી પ્રેરાઇને મારા મનમાં નકસલીઓનો ભય ભરી રહ્યા હતા, પરંતુ ભય અને યાત્રા એમ બંનેનો કોઇ મેળ જ નથી. ભયભીત મને ડગલાં જ ના માંડી શકાય.
ધમતરી પાર કરતાં જ દંડકારણ્યમાં પ્રવેશી ગયો. ખડકનો રંગ લાલ, માટીનો રંગ લાલ અને મકોડાનો રંગ પણ લાલ. અહેસાસ થયો કે માત્ર જેનેટિક ઉપરાંત અન્ય બાબતો પણ સર્જનમાં ભાગ ભજવતી હશે. દરમિયાન ફરસગાંવના મંદિરમાં રાત્રિરોકાણ દરમિયાન યાત્રાના શાસ્ત્રોકત માર્ગનું રહસ્ય ખૂલ્યું. રીવાના વતની અને જંગલ વિસ્તારમાં ફરીને કાનની બુટ્ટી, વીંટી વગેરેનું વેચાણ કરતા એક ભાઇનો ત્યાં ભેટો થઇ ગયો. તેમણે સમજાવ્યું કે ગંગક્ષેત્રીથી નીકળીને પદયાત્રીએ પ્રથમ તો અયોધ્યા પહોંચવાનું હોય છે, અને પછી અયોધ્યાથી રામજી વનવાસે નીકળ્યા તે માર્ગે અથૉત્ પ્રયાગરાજ, ચિત્રકુટ, રીવા, શહડોલ, અમરકંટક, વિલાસપુર, રાયપુર, જગદલપુર, બસ્તરને માર્ગે આગળ વધવાનું હોય છે.
તેમણે સમજાવ્યું કે ઓમ્કારના કરુણાભાવ સાથે ગંગક્ષેત્રીથી યાત્રાનો આરંભ થાય છે. તે કરુણાભાવ સાથે અયોધ્યા ખાતે ‘રંકાર’ રૂપ ઉદ્વેગભાવ ભળે છે. આ મિશ્રભાવ સાથે આગળ વધીને જ્યાં ઓમ્કાર અને રંકાર બંનેનો વાસ છે તેવા રામેશ્વરમ સુધી પહોંચીને યાત્રીએ અભિષેક કરવાનો હોય છે.
યાત્રાપથ સાથે સંકળાયેલા ભાવજગતની સમજ આપતાં તે ભાઇની આંખ ભીની થઇ ગઇ હતી. તેમણે કહ્યું કે વનવાસમાં રામનો સાથ નિભાવવા નીકળેલા સીતાજીના પગ કાંટાથી વીંધાતા હતા. રામ આ વેદનાને સહી ના શકતાં સીતાથી આગળ ચાલવા લાગ્યા. રામ ચાલતા ગયા અને પથ પરના કાંટા દૂર થતા ગયા. કંટકવિહોણા માર્ગ પર સીતાજીને રામ દોરતા ગયા.
દંડકારણ્યના વનની કમાલ જ એ છે કે ગાઢ જંગલ હોવા છતાં કાંટાળો છોડ જ નથી. કેવું હશે તે વન? કાંટાવિહોણું વન તે બસ્તરને રામજી તરફથી મળેલી ભેટ છે અને તેથી જ આજે પણ ત્યાં રામને યાદ રખાય છે. મને કરજણ ખાતે મળી ગયેલા મહાત્માના શબ્દો યાદ આવી ગયા. ‘નર્મદા પાર કરતે હી ગંગાજલ નિસ્તેજ હો જાતા હૈ... અમરકંટક ચલા જા.’ મહાત્માજી સાચા હતા. અમરકંટક પછીના દુર્ગમ માર્ગમાં જ મને ઓમ્કાર, રંકાર, અવિકાર અને વિશ્વાસ બધાનાં દર્શન થયાં.
કેશકાલ, કાંગેર અને તોંગપાલની ઘાટી જોતજોતામાં પાર કરી હતી. કાંગેર ઘાટીમાં ઊંચાઇ પરથી ઊતરતા ધોધના પાણીને દૂરથી જ જોયું હતું. તોંગપાલથી જ શબરી નદીનો સાથ મળી ગયો. માર્ગમાં જાણવા મળ્યું કે ઋષિમુનિઓ જે વૃક્ષની છાલનો વસ્ત્ર તરીકે ઉપયોગ કરતા હતા તે વૃક્ષ પણ જંગલોના ઊંડાણમાં છે. સાધુઓ એક ફળમાંથી કમંડળ જેવી રચના કરે છે તે તુંબા જેવા ફળ પણ આ વિસ્તારમાં થાય છે. વનવાસીઓ આવા કમંડળનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હતા. શું તેઓ ઋષપિુત્રો હતા? હા અગત્સ્ય અને માકઁડેય જેવા તપસ્વીઓની ભૂમિમાં ભ્રમણ કરી રહ્યો હતો.
દંડકારણ્ય વનની કમાલ એ છે કે ગાઢ જંગલ હોવા છતાં કાંટાળો છોડ નથી. કેવું હશે તે વન?
કેવટ પણ રામની સાથે જ છે?
કહેવાય છે કે ઇસવીસન પૂર્વે ૩૯૧માં કેલ્ટ પ્રજા આલ્પ્સના પહાડો સુધી પહોંચી ગઇ હતી. તેમણે જ મિલાન શહેર વસાવ્યું. ત્યાંથી કેલ્ટ પ્રજા સ્પેન અને પોર્ટુગલ, સહિતના પશ્ચિમ યુરોપ અને બ્રિટન, આર્યલેન્ડ, સ્કોટલેન્ડ સુધી પહોંચી. કેલ્ટિક જાતિઓ રામવંશીઓ સાથે યુરોપ પહોંચી છે તે હવે પુરવાર થઇ ગયેલી ઘટના છે. વિકીપીડિયા પર કેલ્ટિક જાતિઓની લાંબી યાદી છે જ. તેમાં મોરિનિ ત્નકગ્ચ્ૌખ્ૌહ્ન જાતિનો પણ સમાવેશ થાય છે. સકિંદરના આક્રમણ બાદ ભારતને બેઠું કરવા કૌટિલ્યએ પણ મૌર્ય જાતિનો જ આશરો લીધો હતો.
આઇબેરિયા વિસ્તારમાં વસી રહેલી કેલ્ટિક જાતિઓમાં કેન્ટબરી જાતિનો ઉલ્લેખ છે. તેમાં કોકણી (Ocani), કામારિસિ (Camarici) સહિતની જાતિઓનો સમાવેશ થાય છે. કેન્ટબરી કંબોજ અશ્વકો તરફ તો ઇશારો નથી કરતી? કેલ્ટિક બેલ્ગે પ્રજાતિમાં અંબિયાની જાતિનો ઉલ્લેખ છે. પેજ-૨૪૨ પર ઉલ્લેખ છે કે કિંગને પ્રાચીન સમયમાં રાજા (Reges) કહેવાતા હતા અને સેન્ટને સંત.(પુસ્તક ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે) બ્રિટનમાં તક્ષિલા ( Taxila ) , ગંગાની (Gangani) , બ્રિગાન્ટી ,પારસી (Parisii) ટ્રાઇબનો સમાવેશ થાય છે. કેલ્ટિક ટ્રાઇબ્સની યાદીમાં બોઇ ‘Boii ’ જાતિ પણ જોવા મળશે. આપણી ભોઇ જાતિ અને યુરોપીય બોઇ વચ્ચે કોઇ અંતર નથી જણાતું. યુરોપમાં બોહેમિયા અને બેવેરિયા જેવા બે પ્રદેશોનાં નામ તેમના નામે પડ્યાં છે. ભારતમાં પોર્ટુગલ શાસન સમયે દીવ-દમણમાં વસતા ભોઇબાંધવો વિદેેશી પોર્ટુગીઝ વસાવતોમાં વહાણવટાના કામ કરવા અને વસવા પણ જતા રહ્યા હોવાની નોંધ છે. ભોઇ અને ‘Boii’ જાતિ વચ્ચેની સામ્યતાને ઝીણવટપૂર્વક તપાસવાની જરૂર છે. શું કેવટ પણ રામની સાથે જ છે?
નમ્ર અપીલ..: ઇસ્લામી આક્રમણખોરોના ઈતિહાસકાર અલ - બિરુનીએ તારીખ- એ -હિન્દમાં કરેલી નોંધો આ સંદર્ભે પુન: સંશોધનનો વિષય બની રહે છે. તેમણે જ કપિસાના શાસકવંશના સ્થાપક ‘બરહટગીન’નો ઉલ્લેખ કરતાં ‘બરહટ’ નામની પાછળ તુર્ક સફીકસ ‘ગીન’ લગાવીને કહ્યું છે કે તેમના વારસોએ ૬૦ પેઢી સુધી કપિસા પર શાસન કર્યું. બરહટગીનના કોઇ વારસનાં નામોની પાછળ ‘ગીન’ સફીકસ ના લાગતું હોવાનો વળતો સવાલ કરીને અલ-બિરુનીને કોઇએ પડકાર્યા જ નહીં. કપિસા અંગેેની પાણિની અને હ્યુએન ત્સાંગની ઉપલબ્ધ નોંધો અને બ્રિટિશ બરદાઇ (દ્રુઇદ) સાહિત્યમાં મળી આવેલા ઉલ્લેખ આધારે ભારતના ઈતિહાસમાં હવે કપિસાનગરના શાસક તરીકે ભરતવંશીઓ લખાય તો જ તાળો મળે તેમ છે.
રામનું ઋણ ઉતારવા આટલું કરીએ તો પણ ઘણું. વિધિની વક્રતા એ રહી કે વનવાસે નીકળેલા રામ પાછા ફર્યા ત્યારે અયોધ્યા પર હુમલો થઇ ચૂકયો હતો અને અયોધ્યા મુક્ત કરાવ્યા પછી પણ રામ ના જ ઓળખાયા. અફઘાન પોતાના માનસમાં સાચવીને બેઠા છે તે સરબન્સને ના ઓળખી શક્યા અને ના આપણે રામને ઓળખી શક્યા. . .!