Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Bal Bhaskar
 

પરી સાથે માણી સહેલ ભાઈ-બહેનને મળી સુંદર ભેટ

 
Source: Bal Bhaskar   |   Last Updated 1:49 AM [IST](30/08/2010)
 
 
 
 
 
રાજુ અને રૂપા. બંને ભાઈ-બહેન. ભણવામાં હોશિયાર. ફરવાનાં શોખીન. તેમને વાર્તાઓ સાંભળવી તો બહુ જ ગમે. નિશાળમાં શિક્ષક વાર્તાઓ કહે અને ઘરમાં દાદીમા. દાદીમાની વાર્તામાં આવતી નીલપરી એમનું ગમતું પાત્ર થઈ ગઈ હતી.રૂપા ક્યારેક કહેતી, ‘ચાલને આપણે પરીઓનો દેશ જોવા જઈએ.’રાજુ ખુશ થઈ જાય, ‘મને પણ પરીઓનો દેશ જોવો છે, પણ જવાય કેમ? એ તો બહુ દૂર-દૂર. ખૂબ ઊંચો. આપણને પાંખ હોય તો ઊડતાં-ઊડતાં જવાય.’

એક દિવસ વહેલી સવારમાં બંને ભાઈ-બહેન નીકળી પડ્યા. ગામની ઉત્તર દિશામાં મોટું તળાવ. ત્યાં પહોંચ્યા. વહેલી સવારનો કુમળો તડકો તળાવનાં પાણી પર પથરાતો હતો. પાણી ઝળહળ ઝળહળ થતું હતું. જોવાની મજા આવી ગઈ.

તળાવ નાનકડું પણ ખૂબ જ સુંદર હતું. તળાવ ફરતે પાળ બાંધેલી હતી. પાળ પર વડલા, પીપળા, લીમડા, આંબા, આંબલિ, પીપર, જમરૂખડીનાં ઝાડ હતા. ઝાડની ડાળીઓ પર બેસીને પક્ષીઓ કલરવ કરતા. બહુ આનંદ થતો હતો.

પાળ પર ફરતાં-ફરતાં ભાઈ-બહેન એક જગ્યાએ ઊભા રહી ગયા. નવાઈ પમાડે તેવું દેખાયું. રૂપરૂપના અંબાર જેવી એક સ્ત્રી પાંખ ફફડાવતી આકાશમાંથી નીચે ઊતરતી હતી. એ નીચે ઊતરીને તેમની પાસે હસતી-હસતી આવી. એને જોઈ રાજુ અને રૂપા બોલ્યા, ‘તમે નીલપરી છો?’

‘તમે મને કઈ રીતે ઓળખી ગયા?’ નીલપરીએ નવાઈ પામીને પૂછ્યું.

રૂપા બોલી, ‘તમને ન ઓળખીએ? અમારા દાદીમા દરરોજ તમારી વાર્તાઓ કહે છે.’

અને નીલપરી તો ખુશ-ખુશ થઈ ગઈ. કહે, ‘ચાલો, તમે જાણીતા મળી ગયા. હવે મજા આવશે. આ તળાવ સુંદર છે. પાળ પરના લીલાછમ ઝાડવા એની શોભામાં વધારો કરે છે. ચાલો, હવે આપણે સાથે જ પાળ પર લટાર મારીએ.’

પરી આગળ અને ભાઈ-બહેન પાછળ. નીલપરી એક ઝાડ નીચે ઊભી રહી ગઈ. તેણે કહ્યું, ‘જુઓ, આ જમરૂખડી છે. એની ડાળે-ડાળે પાકાં, ગળ્યાં જમરૂખ લટકે છે.’

રૂપાના મોઢામાં પાણી આવ્યું. તે બોલી, ‘તો ચાલોને આપણે ખાઈએ.’

પરી હસતી-હસતી કહે, ‘હું એટલે જ તમને અહીં લાવી છું. આપણે ઉજાણી કરીએ. ધરાઈને ખાઈએ જમરૂખ.’

નીલપરી બહુ ઊંચી હતી. એના હાથ ડાળ સુધી પહોંચતા હતા. એણે જમરૂખ તોડીને નીચે ઢગલો કર્યો. પછી કહે, ‘ચાલો હવે મન ભરીને જમરૂખનું ભોજન કરીએ.’

ત્રણેય જણાએ ધરાઈને જમરૂખ ખાધાં. જાણે અમૃતના ઓડકાર આવી ગયા. ત્રણેયનાં પેટ ભરાઈ ગયા. ત્રણેય અત્યંત ખુશખુશાલ હતા.

પરી કહે, ‘ઘણો સમય થયો. હવે મારે જવું પડશે. તમે અહીંયા મળી ગયા તેથી મારો પ્રવાસ યાદગાર થઈ ગયો.’
રૂપા કહે, ‘તમે અમારે ઘેર આવો.’ તો રાજુએ ખૂબ જ આગ્રહ કરીને કહ્યું, ‘આજે તો અમારા મહેમાન બનો જ. દાદીમા અને ઘરના સૌ બહુ ખુશ થશે.’

નીલપરી કહે, ‘આજે નહીં ફરી ક્યારેક વાત. તમે મને અહીં મળી ગયા એના સંભારણાં રૂપે મારી આ ભેટ સ્વીકારો.’

નીલપરીના બંને હાથની દશેય આંગળીઓમાં હીરા-માણેકની કીમતી વીંટીઓ હતી. એણે બે વીંટીઓ કાઢી. એક વીંટી રૂપાની આંગળીમાં પહેરાવી. બીજી વીંટી રાજુની આંગળીમાં.

નીલપરી કહે, ‘ચાલો, હવે હું રજા લઉં. આવજો.’ કહેતી ઊડી ગઈ.

રાજુ, રૂપા એને ઊડતી જતી જોઈ રહ્યા. પછી થોડાક ઉદાસ પણ થઈ ગયા. નીલપરી આપણે ઘેર ન આવી. બંને ભાઈ-બહેનની આંગળીઓમાં હીરાની કીમતી વીંટીઓ ઝગારા મારી રહી હતી.રૂપા કહે, ‘ઘેર જઈ દાદીમાને આ વીંટીઓ બતાવશું ત્યારે કેવો આનંદ થશે!’તો ફટાક કરતાં રાજુએ કહ્યું, ‘રૂપા, માત્ર દાદીમાને જ નહીં, આખા ઘરને આનંદ થશે.’

કરસનદાસ લુહાર
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.