આજકાલ બાળકો પોતાની રુચિ-પસંદગીનો સંકેત બાળપણથી જ આપવા લાગ્યાં છે. અગત્યનું એ છે કે તેને કેવી રીતે સિંચવામાં આવે કે જેથી ગુણરૂપી નાની કૂંપળો આગળ જતાં વટવૃક્ષ બની શકે. તેમને ક્યા ક્ષેત્રમાં સફળતા મળશે તેનો નિર્ધારરાશિઓ કરે છે. રાશિઓની પ્રકૃતિ અનુસાર તેમના ગુણોને વિકસાવવામાં આવે તો ઘણા લાભ થઇ શકે છે. તો આવો જોઇએ.
મેષ : ઓમ વૈષ્ણવે નમ: જાતકમાં કાર્ય કરવાની શક્તિ અધિક હોવાની સાથે બૌદ્ધિક ક્ષમતા પણ ઉત્તમ હોય છે. આવા જાતક ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ, બેડમિંટનની સાથે માર્શલ આર્ટ અને સ્કેટિંગ વગેરેમાં રુચિ લઇ આગળ વધી શકે છે.
વૃષભ : ઓમ વાસુદેવાય નમ: ધીર-ગંભીર સ્વરૂપના જાતક જીવનમાં સંભાળીને ચાલવાનું પસંદ કરે છે. તેમના વાણી સ્થાનમાં મિથુન અને પાંચમા સ્થાનમાં કન્યા રાશિ પડે છે એથી ગાયક, વકતા કે લેખક બની શકે.
મિથુન : ઓમ કેશવાય નમ: આ જાતકો આનંદ-પ્રમોદ પસંદ કરે છે. કલાના શોખીન અને કલ્પના શક્તિના આધારે ઘણું બધું પ્રાપ્ત કરી શકે છે. તેમને કલામાં અભિરુચિ હોય તો તેમાં પ્રતિષ્ઠા મેળવી શકે છે.
કર્ક : ઓમ રાધા-કેશવાય નમ: આ જળચર રાશિના જાતક કલ્પનાશીલ હોય છે. ગૂઢ વિષયોના વાંચન-લેખનમાં સફળતા મળી શકે છે. સાથે શતરંજ, વાસ્તુ, જયોતિષ, જાસૂસી જેવા વિષયો પણ સારા રહેશે.
સિંહ : ઓમ હરહિરાય બાલમુકુન્દાય નમ: આ વનચર રાશિના જાતકો મહત્વાકાંક્ષી હોય છે. તેમને ધર્મ-કર્મ અને દર્શનમાં થોડીક રુચિ હોય છે. તેમની ભાષા ક્ષમતાને વધારીને બહુ સફળતા મેળવી શકે છે.
કન્યા : ઓમ હ્રિં પિતામ્બરાય પરમાત્માને નમ: આ રાશિના જાતક કલાના ક્ષેત્રમાં રુચિ લે છે. તેઓ સારા પ્રવકતા હોય છે. કોમ્પ્યૂટર, અબાકસ, વૈદિક ગણિત અને તંતુવાધ્ય તેમના માટે અધિક યોગ્ય રહેશે.
તુલા : ઓમ શ્રીરામ દશરથાય નમ: આ જાતક સંતુલિત વિચારોવાળા હોય છે સાથે કાલ્પનિક પણ હોય છે. કલા અને વિજ્ઞાનના ક્ષેત્રમાં સમાન રુચિ ધરાવે છે. ભારતીય પુરાતન કલા અથવા વિજ્ઞાનમાં રુચિ હોઇ શકે છે.
વૃશ્વિક : ઓમ નારાયણાય નમ: ઓમ નરાય નમ: બહુપદા રાશિના જાતકોની કલા, સાહિત્ય, ન્રુત્ય અને સર્જનાત્મક કાર્યોમાં રુચિ હોય છે. બહુમુખી પ્રતિભા પણ ધરાવે છે. વસ્ત્રો સાથે જોડાયેલી કલા, મેંદી તથા પોસ્ટર આર્ટ અપનાવો.
ધન : ઓમ હ્રિં શ્રી ક્રીં કેશવાય નમ: આ આયુધ રાશિ છે. લક્ષ્યસાધના તેમનો ગુણ છે. સાહિત્યમાં રુચિ ધરાવે છે. સમાજસેવા, લેખન, પરામનોવિજ્ઞાનનું અધ્યયન, આયુર્વેદ, વૈકલ્પિક ચિકિત્સા અને યોગ પ્રશિક્ષણમાં અભિરુચિ રાખે છે.
મકર : ઓમ શ્રીં વત્સલાય નમ: આ જળચર રાશિના જાતકો ઉધ્યમી હોય છે. સત્તા અને શક્તિ પ્રાપ્ત કરી ભરપૂર કાર્ય કરે છે. તેમણે આગળ આવીને કાર્યમાં ભાગ લેવો જોઇએ. દરેક ખેલ પસંદ હોય છે.
કુંભ : ઓમ શ્રી ઉપેન્દ્રાય અચ્યુતાય નમ: તેમનામાં પૂવૉભાસની શક્તિ સારી હોય છે. તેમને હસ્તરેખા, સામુદ્રિક શાસ્ત્ર, ખનીજ સંપદા સંબંધિત અધ્યયનમાં સફળતા મળે છે. રેકી, યૌગિક કે પ્રાણિક હીલિંગમાં પણ સફળતા મેળવી શકે છે.
મીન : ઓમ ક્રીં રથાય ચક્રાય નમ: આ જાતકો સંવેદનશીલ અને વિશ્વાસપાત્ર હોય છે. તેમને સમૂહમાં રહીને પોતાની પ્રતિભા દેખાડવામાં વિશેષ સફળતા મળે છે. કલાને હોબી બનાવે તો સંતુષ્ટિ મળી શકે.
પ્રત્યેક રાશિ કે જન્મ લગ્નની પોતાની વિશેષતા હોય છે. આ વિશેષતા જાતકના ગુણ-દોષમાં સમાહિત થઇ જાય છે. જયોતિષના માધ્યમથી આપણે એ જાણી શકીએ કે કયો ગુણ આપણી અંદર છે, જેના આધારે આપણને જીવનમાં સફળતા મળે.
જો આપણે આપણી રાશિ સંબંધિત મંત્રોની એક માળાનો જપ નિયમિત કરીએ તો જીવનમાં આવનારી મુશ્કેલીઓ સરળતાથી દૂર થઇ જાય છે. સાથે જ વ્યક્તિત્વ વિકાસમાં પણ સહયોગ મળે. આ રીતે આ શાસ્ત્ર આપણને સફળતાની દિશા અને દશા બતાવે છે.