Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Bal Bhaskar
 

સંગીત સંભળાવતું ‘અધરંગ’

 
Source: Bal Bhaskar   |   Last Updated 1:32 AM [IST](28/08/2010)
 
 
 
 
 
વિશ્વભરમાં ઘણા બધા પક્ષીઓ જાતભાતના અવાજ કરીને પોતાનો મીઠોમધુરો કલરવ કરે છે. આવા જ રંગબેરંગી પક્ષીઓમાંનું એક ‘અધરંગ’ પક્ષી છે. તે ખૂબ જ સુંદર ગાય છે અને પોતાના આવા મધુર અવાજથી સૌને આકર્ષે છે.

કુદરતે રચેલી સૃષ્ટિમાં આકાશે ઉડતા વિવિધરંગી પક્ષીઓની દુનિયા પણ અનોખી છે. સમગ્ર વિશ્વમાં અનેક પ્રજાતિના, વિવિધ રંગરૂપના, નાના-મોટા પક્ષીઓ આપણી આસપાસ તેમજ આપણાથી દૂર વસે છે. વિશ્વભરના આવા જુદા-જુદા પક્ષીઓને મળવાનો આનંદ પણ અદ્ભુત છે. આજે આપણે જે પક્ષીની વાત કરવાના છીએ તે ગુજરાતમાં વસતું અધરંગ નામનું ચકલી જેવડું નાનકડું પક્ષી છે. તેનું અંગ્રેજી નામ ‘ધ ટીકલ્સ ફ્લાયકેચર’ છે.

વસવાટ

આખા ભારતમાં મારો વસવાટ છે.

ગીચ જંગલમાં રહેવું મને ખૂબ ગમે છે. વનમાં જ્યાં પાણી હોય ત્યાં પણ મારી વસ્તી હોય જ.

કદ અને લંબાઈ

આમ તો મારું કદ ચકલી જેવડું જ છે. લંબાઈ આશરે ૧૧થી ૧૨ સે.મી. જેટલી.

દેખાવ

મને તમે જુઓ એટલે ખબર પડે કે હું કેવું રૂપાળું છું! પીઠનો ઉપરનો ભાગ ભૂરા રંગનો છે. એમાંય ચહેરાની બાજુનો અને નસકોરા પર ચળકતો ભૂરો રંગ હોય છે. ગરદન અને છાતીનો રંગ રતાશ પડતો અથવા તો કેસરિયો હોય છે. પેટ અને તેની નીચેનો સફેદ રંગ હોય છે.

મારા ઘણા સાથીમિત્રો આ જ રંગરૂપના પણ આછા કે ઘાટા રંગના પણ હોય છે. પાંખ અને પૂંછડી આમ તો કાળા રંગની પણ એમાંય ભૂરો રંગ તો જોવા મળે જ. માદાની વાત કરું તો તેનો રંગ થોડો ઝાંખો હોય. આંખ કથ્થઈ, ચાંચ કાળી અને પગ રાખોડી કથ્થઈ રંગના હોય છે. ચાંચ ચપટી અને તેના પર વાળ જેવા પીંછાં હોય છે.

ભાવતું ભોજન

કરોળિયા, નાનકડી જીવાત મને ખૂબ જ ભાવે છે.

ઓળખ

તમે મને સહેલાઈથી ઓળખી શકો છો. ક્યારેક તમને ‘ચિક-ચિક’ અવાજ સંભળાય તો સમજી લેજો કે એ હું જ છું.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 4


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.