ધર્મ અને વિજ્ઞાન બંને એકબીજાના પૂરક છે. મનુષ્યને ગતિ વિજ્ઞાન દ્વારા મળે છે જ્યારે ધર્મ તેને દિશા બતાવે છે.
ધર્મ પાસે દિશા છે પણ ગતિ નથી, જ્યારે વિજ્ઞાન પાસે ગતિ છે પરંતુ દિશા નથી. જીવનમાં જો ગતિ ન હોય તો જડતા આવી જાય છે. દિશાવિહીન ગતિશીલતા જીવનમાં સંકટ ઊભાં કરે છે.
ટૂંકમાં જીવનમાં ધર્મ અને વિજ્ઞાનનું સંતુલિત સમન્વય આજની સૌથી મોટી આવશ્યકતા છે.