Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Gazal and Kavita
 

એવી રાત ફરી નહીં આવે...

 
Source: Vinod Varma, Surat   |   Last Updated 1:25 AM [IST](01/09/2010)
 
 
 
 
 
રજનીના આહવાનના ઝંકાર ઉપર,
પ્રેમના પ્રિયતમનું, પાનેતર ઓઢી
જીવનની પ્રથમ રાતના ચરણ ઉપર,

પોતાના પિયુને મળવા, નવોઢા ચાલે,
એવી મધમાતી રાત, મિલનની રાત,
શરમાતી રાત, ફરી નહીં આવે.

નહોતા સપનાં, નહોતા વિચારો,
નહોતા જીવતરના ભાવિ અરમાન,
એવી રાત ફરી નહીં આવે...

નિશા પોતાના દેહની કાયા ઉપર,
કાલીમાની કાળી ચાદર ઓઢી,
આ ધરાની પગદંડીની, પથરાળ ઉપર,

છમછમ વિહાર કરતી ચાલવા લાગી,
એવી રાત, માઝમ રાત,
અમાસની રાત, ફરી નહીં આવે.

નહોતી છાયા, નહોતા તારા,
નહોતી નિહારિકાની ધારા,
એવી રાત ફરી નહીં આવે...

વિનોદ વર્મા, સુરત
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.