હું તારી રાહ જોઇને થાકી,
પણ તારો સંદેશો ન આવ્યો.
હું તારા પ્રેમને સમજી,
પણ તું મને ન સમજી શક્યો.
ક્યારેય ન છુટે એવા, સાત જન્મોના,
વચન લીધા હતા સાથે,
પણ તું એક જનમ પણ ન નિભાવી શક્યો.
તારા આ મીઠા સ્મિત પર જીવન જીવવું,
એ એક મીઠો બોજ બની ગયો,
પણ આ બોજને અમે, અમારી કસ્મિત સમજી લીધો.
દિવસ ને રાત આસ રાખી કે તું આવીશ,
પણ આવવામાં તે મોડું કરી દીધું.
તારા આવ્યા પહેલાં, મેં મારો જીવ ગુમાવી દીધો...
હવે શું? આખરે તારે મારી રાહ જોવી પડશે...