Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Jokes
 

જસ્ટ અ મિનિટ

 
Source: Just a minute, Parthvi adhyaru Shah   |   Last Updated 12:39 AM [IST](08/08/2010)
 
 
 
 
 
1 ઇશ્વરે પ્રાણીઓને હસતાં કેમ શિખવાડ્યું નથી? (રાજુ રાવળ, અમરાઇવાડી)

શિખવાડ્યું છે, પણ તે દેખાતું નથી કારણ કે તેઓ આપણી પાછળ હસે છે!

2 ભ્રષ્ટાચાર વગરના ભારતની કલ્પના કેવી હશે? (અલકા ચંદારાણા, મીઠાપુર)

સ્વિસબેંક એકાઉન્ટ્સ વગરના નેતાઓ જેવી!

3 ભારત દેશ વિશે તમારું શું કહેવું છે? (આકાશ ડોડિયા, ભાવનગર)

હે રામ!

4 આપણે ગુજરાતને દુનિયામાં નંબર એક પર શી રીતે પહોંચાડી શકીએ? (વૈભવ પરમાર, અમદાવાદ)

‘એક’ થઇને!

5 પ્રશ્નોના ઉત્તર આપવામાં કોણ ચડિયાતું? (દિનેશ જોષી, દહીંસર)

ભાઇ, હાલમાં ‘એન્કાઉન્ટર’નું તો નામ જ ન લેશો!

6 નેતાનો અર્થ શું? (વિશાલ સૂચક, વાયા ઇ-મેઇલ)

‘ટોપી’ પહેરે અને પહેરાવે એ નેતા!

7 એવી કઇ ચીજ છે કે જે આજ સુધી માનવ હાંસલ નથી કરી શક્યો? (પ્રફુલ પરમાર, વાયા ઇ-મેઇલ)

માનવતા!

8 નેતા-અભિનેતાનાં મંદિર જોઇને ભગવાન શું વિચારતા હશે? (ઘનશ્યામ આચાર્ય, ભાણ)

કે ગાંડાનાં પણ ક્યાંક ગામ હોય છે!

9 સુગરી પંખી જેવો માળો અન્ય પંખીઓ કેમ બનાવી નથી શકતા? (હર્ષદરાય વ્યાસ, ભાવનગર)

હાઇરાઇઝ અને બી.યુ. પરમશિન માટે પૈસા ખવડાવવા બધાને ન પોસાય!

10 આજકાલ મારે પૂજા શેની કરવી જોઇએ? (હસમુખ જંબુસરિયા, જંબુસર)

પેટની!

જસ્ટ અ મિનિટ, પાર્થવી અધ્યારુ શાહ
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 9


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.