Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Jokes
 

જસ્ટ અ મિનિટ!,

 
Source: Just a minute, Parthvi Adhyaru Shah   |   Last Updated 1:51 AM [IST](25/08/2010)
 
 
 
 
 
• કોમનવેલ્થ ગેમ્સ... કોઇ કરામત? (બ્રિજેશ દેલવાડિયા, રાજકોટ)

આ કોમેન્ટ માટે તો આપણે પણ વડાપ્રધાનની જેમ ચૂપ રહેવું જોઇએ!

• ‘પહેલાંનો જમાનો’ અને ‘અત્યારનો જમાનો’ શું તફાવત છે? (વિરાજ ઊંડવિયા, ગઢડા)

એ ‘નરસિંહ મહેતા’ જેવાનો જમાનો હતો, અત્યારે ‘કેતન મહેતા’ જેવાનો!

• આજકાલ હિન્દી ફિલ્મો ફ્લોપ જાય છે, એના માટે શું કહેવું છે તમારે? (પ્રકાશ ગીદવાણી, સંતરોડ)

મારી પાસે હજુ સુધી સ્ક્રિપ્ટ લખાવી નથી એટલે જ તો!

• ભારત દેશની બધી સમસ્યાનું મૂળ વસ્તીવધારો છે... તમે શું કહો છો? (બબુ એન. દફતરી, રાજકોટ)

હા જી, પણ લાંચ રિશ્ર્વતની સમસ્યા છોડીને!

• કર્મનું ફળ એટલે શું? (હર્ષદરાય વ્યાસ, ભાવનગર)

બાપ એકનંબરી તો બેટા દસનંબરી!

• દેશમાં ‘રામાયણ’ અને ‘મહાભારત’ દિવસે ને દિવસે કેમ વધતાં જાય છે? (મુકેશ ચંદારાણા, મીઠાપુર)

કારણ કે ‘સત્યના પ્રયોગો’ ઓછા થતા જાય છે!

• ‘મહા-સુખ’ કોને કહેવાય? (મહાસુખ દરજી, ઇસનપુર)

બહુ સવાલો ન થાય એ જ ‘મહા-સુખ’ની નિશાની છે!

• બેસણામાં સફેદ કપડાં કેમ પહેરવામાં આવે છે? (ડૉ. હેમંત જોષી, વરણામા)

ભૂતની ઇફેકટ લાવવા!

• ‘કલ’, ‘આજ ઔર ‘કલ’-બે શબ્દો કહો.(વલ્લભ કણસાગરા, અંકલેશ્વર)

કરેંગે યા મરેંગે, નહીં કરેંગે તો મરેંગે, કુછ ભી કરેંગે તો મરેંગે!


તમારો પ્રશ્ન આ સરનામે લખી મોકલાવો

‘જસ્ટ અ મિનિટ’, સન્ડે, દિવ્ય ભાસ્કર, એસ.જી.હાઇવે, મકરબા, અમદાવાદ-૧૫
justaminutesunday@gmail.com

જસ્ટ અ મિનિટ!, પાર્થિવી અધ્યારુ શાહ
 
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 2


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.