Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Jokes
 

જસ્ટ અ મિનિટ!

 
Source: Parthvi Adhyaru Shah   |   Last Updated 1:12 AM [IST](22/08/2010)
 
 
 
 
 
1. પ્રેમિકાના પ્રેમનો બોજ હવે સહન નથી થતો. શું કરું? (હાર્દિક ઠક્કર, મોથાળા)

તો હવે એને ‘પત્ની’ બનાવી દો!

2. આપણે ‘લાઇન’ મારીએ છીએ તેવું કોઇ છોકરીને ખબર પડી જાય તો શું કરવું? (રાજ શાહ, અમદાવાદ)

તો એમ માનવું કે હવે ‘ઓફલાઇન’ થવાનો વખત આવી ગયો છે!

3. આજે અચાનક ગાંધીજી પ્રગટ થાય અને આજનું ભારત જુએ તો તેમની કોમેન્ટ શું હોત? (નવીન પટેલ, વાયા ઇ-મેઇલ)

હે રામ, થોડો મોડો જન્મ્યો હોત તો આજે ઠેર ઠેર ‘વૈષ્ણવજન’નાં કોલરટયુન રણકતાં હોત!

4. પત્ની પતિ કો પરમેશ્વર કયોં કહેતી હૈ? (સુમિત વાઘેલા, સોમનાથ)

કભી કભી ભૂલ હો જાતી હૈ ભાઇસા’બ!

5. જણતર, ભણતર, ચણતર મોંઘા ને મોંઘા થતાં જાય છે. શું કરવું જોઇએ? (ઘનશ્યામ આચાર્ય, ભડલી)

બખડજંતર!

6. તમે બધા પ્રશ્નોના જવાબ ખોટા કેમ આપો છો? (વૈભવ પરમાર, અમદાવાદ)

સાચા જવાબ આપું તો પાસ થઇને આગળ જતાં રહેવું પડે માટે!

7. છોકરીઓ સારો પતિ પામવા ‘ગૌરીવ્રત’ કરે, તો છોકરાઓએ સારી પત્ની મેળવવા કર્યું વ્રત કરવું જોઇએ? (રાજુ રાવળ, અમરાઇવાડી)

મૌનવ્રત!

8. આપણા પોલિટિશિયન્સને કેવી રીતે સુધારી શકાય? (મુકેશ ચંદારાણા, મીઠાપુર)

એમની સામે ‘બેમત’ ને બદલે ‘એકમત’ થઇને ‘મત’ આપીને!

9. મને એક છોકરી સાથે પ્રેમ થઇ ગયો છે, તો હું શું કરું? (સુનીલ ડોડિયા, સુરેન્દ્રનગર)

તમે તો ઠીક પણ એ છોકરી શું કરશે તેની વધારે ચિંતા છે!

તમારો પ્રશ્ન આ સરનામે લખી મોકલાવો

‘જસ્ટ અ મિનિટ’, સન્ડે, દિવ્ય ભાસ્કર, એસ.જી.હાઇવે, મકરબા, અમદાવાદ-૧૫
justaminutesunday@gmail.com


જસ્ટ અ મિનિટ!, પાર્થિવી અધ્યારુ શાહ
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 5


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.