Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Jokes
 

જસ્ટ અ મિનિટ!

 
Source: Parthvi Adhyaru Shah   |   Last Updated 12:06 AM [IST](15/08/2010)
 
 
 
 
 
1 સુખી થવાનો ‘શોર્ટ-કટ’ કયો? (મુકેશ ચંદારાણા, મીઠાપુર)

કોઇ પણ વાત ‘કટ-શોર્ટ’ કરવી તે!

2 પિયર સ્ત્રીનું પાવરહાઉસ તો પુરુષનું? (નીલકંઠ ભટ્ટ, રાજકોટ)

‘વેર’હાઉસ!

3 માણસ પ્રેમ શું કામ કરે છે? (વિજય ભેડા, સાવરકુંડલા)

એ જ ને!

4 ટાલવાળા યુવાનો બુદ્ધિમાં આગળ હોવા છતાં લગ્ન માટે છોકરી મેળવવામાં કેમ પાછા પડે છે? (સંજય ભાલજા, ઉમરેઠ)

કારણ કે લગ્ન માટે છોકરી મેળવવામાં બુદ્ધિ નહીં, નસીબ કામ કરી જાય છે!

5 માતા અને પત્ની વચ્ચે શું તફાવત છે? (વિશાલ ચોટલિયા, રાજકોટ)

કાચી રાઇ અને તતડતી રાઇ જેટલો!

6 વફાદારીની કિંમત કેટલી આંકી શકાય? (ફાલ્ગુની, રવિના, અમદાવાદ)

આજકાલ સ્ટોકમાં નથી... નવો માલ આવશે ત્યારે ખબર!

7 ભારત કેવો દેશ છે? (નરેન્દ્ર પંચાલ, સુરત)

‘ન ભૂતો ન ભવિષ્યતિ’!

8 ભ્રષ્ટ નેતાઓને કારણે આપણો દેશ પ્રગતિ નથી કરી શકતો. તમે શું માનો છો? (પ્રેરણા સુમસેરા, વિરમગામ)

હું એમ માનું છું કે ‘ભ્રષ્ટ’ નેતાઓને ‘પદભ્રષ્ટ’ ન કરવાથી આપણો દેશ પ્રગતિ નથી કરી શકતો!

9 ગાડી અને લાડીમાં શું ફર્ક છે? (પ્રકાશ ગીદવાણી, સંતરોડ)

પાટા પર ચાલે એ ગાડી અને ગાડી પાટા પર લાવે એ લાડી!

જસ્ટ અ મિનિટ!, પાર્થિવી અધ્યારુ શાહ
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 4


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.