Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Bal Bhaskar
 

હવામાન સમાચારની માહિતી કેવી રીતે મેળવવામાં આવે છે?

 
Source: Puchhtan Pandit thay, Dhannjay Raval   |   Last Updated 1:50 AM [IST](25/08/2010)
 
 
 
 
 
દરરોજ આપણે ટીવી તેમજ રેડિયો પર મોસમની ભવિષ્યવાણી અને તેની સાથે જોડાયેલા સમાચાર સાંભળીએ છીએ અને છાપામાં પણ વાંચીએ છીએ. આ બધી માહિતી આપણને અગાઉથી કેવી રીતે મળી જાય છે? કે દરિયામાં તોફાન થવાનું છે, નદીમાં પૂર આવવાનું છે તેમજ ભારે વરસાદ થવાનો છે. હવામાન સંબંધી વરતારા માટે વિજ્ઞાને આપણને ઘણા બધા મશીનો અને ઉપકરણ આપ્યા છે.

વાયુનું દબાણ તેની દિશા, હવામાં ભેજ, ઉષ્ણતામાન, વાદળ તૈયાર થવા, વરસાદ કે બરફ પડવો વગેરે ઘણા બધા તથ્યોનો અભ્યાસ કરવો પડે છે. મોસમ વિજ્ઞાન આ બધા તથ્યોનો અભ્યાસ કરવા માટે આંકડા ભેગા કરે છે. યંત્ર અને ઉપકરણનો ઉપયોગ કરી ભેગા કરેલા આંકડાનું વિશ્લેષણ કરીને મોસમ સંબંધી નકશાઓ તૈયાર કરવામાં આવે છે. વૈજ્ઞાનિકો આ આંકડાને આધારે હવામાનની ભવિષ્યવાણી કરે છે.

ક્યારેક તમે એવું પણ જોયું હશે કે હવામાનની આ ભવિષ્યવાણી સાચી પડતી નથી. આકાશમાં વાદળ છવાઈ રહેવાની જગ્યાએ ઉઘાડ નીકળેલો હોય છે અને જ્યાં ભારે વરસાદની આગાહી કરેલી હોય છે ત્યાં ઝરમર થઈને રહી જાય છે. આનું કારણ પ્રાપ્ત થયેલા આંકડાઓ દ્વારા કરાયેલા વિશ્લેષણમાં ખામીનું છે. તેથી હવામાન સંબંધી ભવિષ્યવાણી ક્યારેક ક્યારેક ખોટી પણ પડે છે.

દૂરબીનથી તારા કેવી રીતે દેખાય?

અવકાશિપંડોનો અભ્યાસ કરવા માટે સૌ પ્રથમ દૂરબીન ઈટાલીના વિજ્ઞાની ગેલીલિયોએ ૧૯૦૯માં બનાવ્યું. આજે વિશ્વમાં ત્રણ પ્રકારના દૂરબીનના ઉપયોગથી આકાશના પિંડોનો અભ્યાસ કરવામાં આવે છે. આ ત્રણ દૂરબીન એટલે પ્રકાશકીય દૂરબીન, રેડિયો દૂરબીન અને પરાવર્તક દૂરબીન.

તમને ખબર છે મિત્રો, આકાશના તારાઓ આ ત્રણેય દૂરબીનમાંથી ક્યા દૂરબીનમાં સ્પષ્ટ દેખાય છે? તો એ માટે જાણીએ કે સાદા દૂરબીનમાં ધાતુની પાઈપના એક છેડે બહિર્ગોળ લેન્સ લગાડેલો હોય છે.

આકાશમાંથી આવતા પ્રકાશના કિરણો આ લેન્સ પર પડે છે. આ તારાઓનું પ્રતિબિંબ જ્યાં ફોકસ ત્યાં એક બીજો લેન્સ મૂકીને જોઈ શકાય છે.


પૂછતાં પંડિત થાય!, ધનંજય રાવલ
 
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 3


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.