જ્યારે જીવાત્મામાં અવિદ્યાના સંસ્કારો નાશ પામે છે ત્યાર પછી તે આગળ જન્મ લેતો નથી અને આગળ જન્મ જ ન લેતો હોય તો તેને મૃત્યુ ક્યાંથી હોય? ના હોય.
જાણું છું હું બ્રહ્નાંડમાં વ્યાપેલ પરમેશ્વરને - જે બધાથી મોટા છે અને મહાન જ્ઞાની છે જે અજ્ઞાનથી રહિત છે- તે ઇશ્વરને - જ જાણીને મનુષ્ય મૃત્યુથી છુટે છે - નથી - બીજો કોઇ - છે - જન્મ મરણના ચક્રથી બચવા માટે બચવા માટે.
દુ:ખોની યાદીમાં સૌ પ્રથમ નામ મૃત્યુનું છે કારણ કે જેટલું વધુ દુ:ખ મૃત્યુ હોવાની ખબરથી મનુષ્યને થાય છે તેટલું જ દુ:ખ બીજી પ્રતિકુળતાઓમાં નથી થતું. મૃત્યુ આવે ત્યારે તો બધું જ છુટી જાય છે, તેનો બધો જ સંસાર નાશ થઇ જાય છે જે તેણે ઘોર તપસ્યા-પરિશ્રમ કરીને બનાવ્યો હતો.
કોઇ પણ મૃત્યુને ઇચ્છતું નથી. તેનાથી બચવા માટે વૈજ્ઞાનિક અને ડોક્ટરો મોટી મોટી શોધખોળો કરી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા આ છે કે જેણે જન્મ લીધો છે તે જરૂર મરશે. શારીરિક મોતથી તો ભગવાન પણ નથી બચાવી શકતા, તો પછી છેવટે મૃત્યુથી બચવાનો ઉપાય ભગવાનને પ્રાપ્ત કરવાનો જે છે તે શું ખોટો છે? નહીં, આ ખોટું નથી. કહેવાનો મતલબ આ છે કે ભવિષ્યમાં જન્મ અને જન્મની પછી મરણ હોય છે તે જન્મ-મરણના ચક્કરથી ભગવાન બચાવી લે છે. આ જન્મમાં જે શરીર મળ્યું છે તે તો મરશે જ, તેનો કોઇ ઉપાય નથી.
મંત્રમાં બતાવવામાં આવ્યું છે કે તે ઇશ્વર આખા સંસારમાં ફેલાઇને સંસારની બહાર પણ છે અને અંદર પણ છે. બીજી વાત ઇશ્વરના વિષયમાં બતાવાઇ છે કે તે આદિત્ય વર્ણ (તેજોમય) છે, જેવો સૂર્ય સ્વયં પ્રકાશિત છે. તેણે બીજા કોઇ અન્ય પ્રકાશનો આધાર લીધો નથી. રાત્રિ પછી જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે ધરતી પર રહેલી બધી વસ્તુઓનું યથાર્થ જ્ઞાન અનાયાસે જ થઇ જાય છે, તેવી જ રીતે સમાધિ અવસ્થામાં યોગીને પરમાત્માનો જ્ઞાનરૂપે પ્રકાશ અંત:કરણમાં થાય છે, આત્મામાં થાય છે ત્યારે અંત:કરણના બધા જ જ્ઞાન-અજ્ઞાનના સંસ્કારોનો બોધ જીવાત્માને થઇ જાય છે.
ઇશ્વરમાં અજ્ઞાન એટલે કે રાગ-દ્વેષ તથા કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, સ્વાર્થ, પ્રમાદ, આળસ વગેરે દોષો નથી. જ્યારે પરમાત્માનો પ્રકાશ જીવાત્માને મળે છે તો તે પણ સરળતાથી પોતાના અંત:કરણમાં વિધ્યમાન અવિદ્યા જનિત કુસંસ્કારોને જાણવામાં સમર્થ થઇ જાય છે, તે કુસંસ્કારોને પકડવાનું સામથ્ર્ય પ્રાપ્ત કરી લે છે, તેને નિર્બળ કરવામાં ક્ષમતાવાળો થઇ જાય છે અને આગળ જઇ ઇશ્વરથી પ્રાપ્ત વિશેષ વિજ્ઞાન, બળ તથા સહયોગ મેળવી તે બધાને દગ્ધબીજ ભાવ સુધી પહોંચાડવા માટે એટલે કે નાશ કરવા માટે પણ સફળ થઇ જાય છે.
જ્યારે જીવાત્મામાં અવિદ્યાના સંસ્કારો નાશ પામે છે ત્યાર પછી તે આગળ જન્મ લેતો નથી અને આગળ જન્મ જ ન લેતો હોય તો તેને મૃત્યુ ક્યાંથી હોય? ના હોય. એટલા માટે વેદ મંત્રમાં કહેવામાં આવ્યું છે કે એ ઇશ્વરને જાણી લેવો, તેનાં દર્શન-સાક્ષાત્કાર-અનુભવ કરી લેવાથી જે જન્મ પછી મરણ અને મરણ પછી જન્મનો જે ક્રમ ચાલી રહ્યો છે તેનાથી તે બચી જાય છે.
આપણે વિચારીએ તો સ્પષ્ટ ખબર પડી જાય છે કે જન્મ લેવાથી એટલે કે શરીર ધારણ કરવાથી જ દુ:ખોની પ્રાપ્તિ થાય છે. જો શરીર જ નહીં હોય તો દુ:ખ પણ નહીં રહે. ન હોય વાંસ તો ક્યાંથી વાગે વાંસળી?
ઇશ્વરને જાણીને, તેના ઉપર પૂર્ણ વિશ્વાસ કરીને જ અને તેની આજ્ઞાઓનું પાલન કરીને જ મનુષ્ય જીવન પથ પર ચાલતા રહી ડગલે પગલે આવવાવાળાં દુ:ખો અને મુસીબતોથી બચવામાં સમર્થ બની શકે છે, આ સિવાય બીજો કોઇ માર્ગ નથી. એટલા માટે જુદાં જુદાં દુ:ખો, પીડાઓ, બંધનો, ચિંતાઓ અને મુસીબતોથી બચવા માટે આવો, ઇશ્વરને જાણીએ, આ જ એક ઉપાય દુ:ખથી છુટવાનો છે. ખ્