આજકાલ બનવું છે સૌને પ્રેમમાં હીરો,
પરંતુ પ્રેમનો અર્થ સાચો સમજવો નથી.
બનવું છે સૌને પ્રેમમાં મોડર્ન,
પ્રેમની સાદગી કોઇને ગમતી નથી.
સ્ટાઇલ મારે છે એ હીરોની ઢબે,
સીધા-સરળ પ્રેમી બનવું નથી.
બોલે છે ડાયલોગ પ્રેમનાં ફિલ્મી અંદાજમાં,
પ્રેમમાં મૌનની ભાષા જાણવી નથી.
વાત કરે છે ચાંદ-તારા તોડી લાવવાની,
રૂપિયા રળવાની કોઇ આવડત નથી.
વાત કરે છે લૈલા-મજનૂના પ્રેમની,
સાચા પ્રેમી એને બનવું નથી.