ટૂંકમાં અમારા મહાભારતમાં ‘વિદુર’નીતિ ફ્લોપ થઇ જતાં, મારા મગજમાં ખાલી ચડી ગઇ! એવો તો બેઠો માર મગજ પર પડ્યો હતો કે શું કહું? લાગતું હતું કે મારી ટાલ પર કદાચ જલદીથી વાળ નહીં ઊગે! સાલું બધું સફાચટ થવા લાગ્યું હતું!
‘દેકો મનસુક અંકલ...’ હજી કદાચ રેડ્ડી મને છોલવા માગતો હતો, ‘વિદુરભાઇ જૈસા બુઢ્ઢા આદમી બી સ્વીટી કો પકડ કે ઓ ચુમ્મા બોલે તો.. કીસ બી લે લિયા... ઔર આપ સ્વીટી કો પ્રોટેકટ બી નૈં કીયા, વેરી બેડ, યુ સી! મૈં અબી સ્વીટી કો લે કે જાતા ઔર ઉસકા સબ ટ્રેજેડી પૂછતા, ઓકે?’ પછી તરત એ સ્વીટી સામે ફરી એણે એનાં લૂછાઇ ચૂકેલાં આંસુ ફરી લૂછતાં કહ્યું ‘દેકો... સ્વીટુ.. રોને કા નૈં! કૌઇ બી સાલા અગર તુમ કો પરેશાન કિયા, તો મૈં ઉસકો ચોડેંગા નૈં! મૈં અબી બૈટા હૈ, યુ નો? યુ કમ વીત મી...’ સ્વીટીએ તરત એના રેડ્ડુના હાથમાં હાથ મૂકી દીધો અને બંને એકાંત માણવા ઉપડ્યાં! આ બે ઉલ્લુના પઠ્ઠાઓ હવે શું કરશે, એની ચિંતામાં મને ગભરામણ ઉપડી.
મેં મોબાઇલથી ડિટેક્ટિવ ડેંગુચાને રિંગ કરી. ‘આપ કોણ?’ ડેંગુચાનો અવાજ બદલાયેલો લાગ્યો. ‘હું મનસુખઅંકલ...મ... મતલબ કે ઠાકર બોલું છું. હાલ નોકરીમાં એકલો છું. તમે યાર સિંહ જેવા માણસ થઇને બકરીની જેમ કેમ બોલો છો?’ મેં પૂછ્યું.
‘તમે યાર સિંહ અને બકરીનાં પ્રતીકો વાપર્યા વિના સીધી વાત કરોને! મને ગાંડપણ પસંદ નથી...’ જવાબમાં ડેંગુચાની શૈલી ન હતી, એટલે ડુંગળીની ખેતી વિશે કશું ન સંભળાયું.‘અરે યાર, તમે ભલે અડધા ગાંડા થઇને બેઠા હો. મેં દાઝમાં કહ્યું,’ પણ મારી અડધી વ્યથા સમજો તોય ઘણું! તમે ભલે પેલા ગાંડીયા સાઇકાયટ્રીસ્ટ ડોક્ટર મનન જેવો અવાજ કાઢો, પણ ફોન ન મૂકતા! મારી પૂરી વાત સાંભળી લો! તમે મને મનસુખકાકો બનાવીને અને ભોગી ‘ચકલી’ને સ્વીટી બનાવીને વિદુરભાઇને ભરોસે આ કંપનીમાં ધકેલ્યા હતા, રાઇટ?
પણ એ વિદુરભાઇએ સ્વીટીને લાઇન મારવાનું શરૂ કરતાં આપણો પ્લાન આખો આડી લાઇન પર ચઢીને ખાડામાં ગયો છે! રેડ્ડીએ હમણાં જ વિદુરભાઇને નોકરીમાંથી કાઢી મેલ્યા છે! હાલ પેલો રેડ્ડી ને તમારી સ્વીટી, બેય ઇલુ ઇલુ કરવા કેબિનમાં ભરાઇ ગયાં છે! મનસુખકાકો બની હવે હું ગળે આવી ગયો છું. માટે કાલથી હું આ નોકરીએ આવવાનો નથી. ભલે માથે ટાલ હોય, પણ હવે હું ફરી નિર્મશિ ઠાકર બનવા ઇચ્છું છું. માટે કાલે મારી મૂળ હેરસ્ટાઇલ જેવી વગિ બજારમાંથી ખરીદી, હું મને પુનર્જન્મ આપીશ. હવે મારી જરા પણ આશા રાખતા નહીં, કારણ કે હું હવે ખરેખર ગાંડો થવાની અણી પર છું.’ મેં પૂરો હિસાબ આપી દીધો.
‘ગાંડા તો તમે થઇ ચૂક્યા છો! હું ડોક્ટર મનન બોલું છું, પણ તમે અવાજ ઓળખ્યા છતાંયે, ઓળખી શકતા નથી! ડિટેક્ટિવ ડેંગુચાના મગજની અસ્થિરતા વધી ગઇ છે, એટલે એ ફોન પર આવી શકતા નથી. હું એમની ટ્રીટમેન્ટ માટે આવ્યો છું - હવે તમારે ટાલ રાખવી કે વગિ પહેરવી, એ તમે જાણો! તમારી આખી ટોળકીમાં પહેલી ટ્રીટમેન્ટ કોની કરવી, એ જ સમજાતું નથી. મને લાગે છે કે આમ ને આમ હું ગાંડો થઇ જઇશ...’ સામેથી ફોન પછડાવાનો અવાજ આવ્યો!
આ બખડજંતરનો ક્યાંયે અંત દેખાતો નહોતો. ઘણી વાર સુધી ટેબલ પર માથું ઢાળી મેં વિચાયેg રાખ્યું કે એક નોર્મલ માણસ જેવી જિંદગી જીવ્યે મને કેટલો વખત થઇ ગયો? શું હું ફરી મારા મૂળ રૂપને પામી શકીશ? ...ને ફરી મારી ટાલ પર ગરમ પાણીનાં ટપકાં પડવા લાગતાં હું ફરી ભડકીને ઉછળ્યો! સામે જોયું તો... હવે પ્રણામની મુદ્રા સાથે અમારો બોસ રેડ્ડી ચોધાર આંસુ સારી રહ્યો હતો. એની પાછળ નજર ઢાળીને ઊભેલી સ્વીટીમાં તલભાર પણ ભોગીપણું વરતાતું નહોતું! ફરી કશુંક થનાર હતું...
રેડ્ડીએ ફૂલવાડી જેવું નાક લૂછી, ડૂમો ઓગાળતાં કહ્યું, ‘ઐયો... મનસુક અંકલ, મૈં આપ કો સોરી, બોલે તો... માપી માગતા યુસી! મૈં ઉલ્લુ કા પટ્ટા બન કે આપ કો પાની મેં ચૂલ્લુ લે કે... ડૂબને કો બોલાતા...’
સ્વીટીએ સુધાર્યું, ‘ઓહ રેડ્ડુ, ચૂલ્લુ મેં પાની... હોતા હૈ!’ રેડ્ડીએ મને વિનંતી કરી, ‘અંકલ... મૈં જો ઉલ્ટા બોલા ઓ સીધા સમજ કે માપ કરને કા, ઓકે?’ફરી માફીની સિકવલ શરૂ થતાં હું કંટાળ્યો. હવે આનેય અહીં નોકરી તો કરવી નહોતી!‘આપ માફી કે લાયક હો?’ મેં સીધું જ પૂછ્યું.‘મૈં જાનતા...’ અગાઉ લૂછાઇને લાલ થઇ ગયેલું નાક ફરી લૂંછતાં એ બોલ્યો, ‘મૈં... માપી કે લાયક નૈં. ઓ તો મૈં જાનતા...’ એણે ફરી આંસુ સાયાઁ. મેં તરત કહ્યું, ‘ઓ તો મૈં ભી જાનતા, ફિર તુમ માફી કર્યું માંગતા? દુસરા કુછ માંગતા... તો મૈં દેતા, યુ સી!’ મારા આવા લહેકાથી એ ભડકયો, પણ પછી સ્વસ્થ થઇ, એ પાછળ ફર્યો. સ્વીટીનો હાથ પકડી આગળ લાવતાં એ બોલ્યો, ‘મનસુક અંકલ અબ મૈં માપી નૈં માગતા, બટ... એ સ્વીટી કા હાત માંગતા! મૈં ઓ... ફાયર કા આજુબાજુ ગોલ ગોલ ઘૂમના મંગતા... આય મીન... શાદી, યુ નો!’
આમેય અમારા પ્લાનની માતાનાં પ્રભુતામાં પગલાં પડી ચૂક્યાં હતાં, તો ભલે હવે ભોગીયે પરણતો! રેડ્ડીને થોડાં ટેન્શન આપ્યાં પછી હા પાડી દઉં, એમ મેં વિચાર્યું.‘સ્વીટી કા હાથ માંગને સે પહલે હી આપને તો વો પકડ લીયા! પહલે ઉસકા હાથ છોડ દો...’ મેં વડીલને છાજે એવી કડકાઇ દર્શાવી. એણે તરત હાથ છોડી દીધો.
‘અબ સૂનો...’ મેં કહ્યું, ‘મૈં સ્વીટી કો ખãે મેં નહીં ડાલ સકતા! સારી દુનિયા જાનતી હૈ કિ પહલે આપ કા લફડા ગીતા પટેલ કે સાથ ચલતા થા! અભી વો ગાયબ હો ગઇ, તો આપને મેરી બેટી કો પકડા! વો કમીની ઔરત... મતલબ કિ ગીતા અગર વાપસ આ ગઇ, તો નયા મહાભારત શુરૂ હોગા, સમઝે આપ? સ્વીટી કે સાથ આપ કે સંસાર કી સલામતી ક્યા હૈ, બતાઇએ!’
‘સલામતી કા મેરા ગેરન્ટી, યુનો! બાય દ વે, યે સલામતી ક્યા હોતા? મૈં સમજા નૈં...’ એ ગૂંચવાયો.
‘સલામતિ મતલબ સેફ્ટી...’ ભોગીએ સ્વીટીપણું દર્શાવ્યું. ‘આય સી, આય સી... મનસુક અંકલ! મૈં જાનતા તા, આપ ગીતા પટેલ કા લપડા બીચ મેં ડાલેગા! ઓ ગીતા કબી બી વાપસ નૈં આયેગા... યે મેરા વાદા! એણે કોટના ખિસ્સામાંથી એક ચિઢ્ઢી કાઢીને મારા હાથમાં મૂકતાં કહ્યું, ‘યે ગીતા કા ચિટ્ટી. ઓ આપ કે પાસ રકના, ઓકે? ઓ બ્લડી હમ કો લમ્બા લમ્બા કુચ લિક કે ગયા, યુ જસ્ટ રીડ...!’
ચિઢ્ઢી વાંચતાં જ મારું મોં આશ્ચર્યથી પહોળું થઇ ગયું! અમારો મરી ચૂકેલો પ્લાન અચાનક સજીવન થયો, તમારા સમ!
(ક્રમશ:)
ગનપટ હુરટીનું મહાભારટ, નિર્મશિ ઠાકરnirmish1960@yahoo.com