Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Navalkatha
 

નિર્મિશ ઠાકર: ગનપટ હુરટીનું મહાભારટ પ્રકરણ-૪૩

 
Source: Ganapat Huratinu Mahabharat, Nirmish Thakar   |   Last Updated 10:31 PM [IST](25/11/2010)
 
 
 
 
 

‘આપ કા સવાલ મેં ભઠિયા નીં હૈ, ફિર બી મૈં જવાબ ડેટા, બસ વાટ પૂરી! પ્રેમ કે બિના જીવન મેં કબી બી ભિઠયા નીં હો સકટા. કોઈ ટુમારી લવર કો ભગા કે લે ગીયા ઓર ટુમ ડફોર કી માફિક ડેખટા રહા.’


‘જોયું ડેંગુચા સાહેબ?’ મેં ડેંગુચાને કહ્યું, ‘કોઇ પ્રકારના પ્લાન વિના આપણને ગનપટ હુરટી જડી ગયોને? અગાઉ આપણે કોઈ પ્લાનિંગ ન કર્યું હોત, તો ગનપટ વહેલો જડી જાત હોં!’આ સાંભળી સમસમી જતાં ડેંગુચાએ કહ્યું, ‘કોઇક વાર બગાસું ખાતાં મોંમા પતાસું આવી પડે, એટલે એમ નહીં સમજવાનું કે બધું વગર વિચાર્યે અને વગર મહેનતે મળી જશે! હું ડુંગળીની ખેતી નથી કરતો. એટલું કહીશ કે આ દુનિયામાં હજી તમારી નવલકથાઓ જેટલું અંધેર નથી!’


‘મિસ્ટર પ્રે.પિ.સેવન...’ અચાનક એક રૂપાળી યુવતીએ એન્ટ્રી મારતાં, ડેંગુચાને કહ્યું, ‘આપ મિસ્ટર પ્રે.પિ.ટેન સે બાદ મેં બાત કર લેના. અભી આપ સબકો પ્રેમ વિમર્શ હોલ મેં જાના હૈ. વહાં શ્રી પ્રીતમજી પરફેક્ટ કે સાથ આપ સબકી પ્રશ્નોત્તરી હોગી. વહાં આપ કો પ્રેમ કે સંદર્ભ મેં કોઈ ભી શંકા હૈ તો ઉસકા સમાધાન મિલેગા... ચલીએ મેરે સાથ...’આમ અમે પ્રેમવિમર્શ હા‹લમાં પધાર્યા અને સ્થાન પણ ગ્રહણ કરી લીધા. સામેના મંચના રેશમી પરદા પાછળ ધૂંધળી માનવાકૃતિ આસનસ્થ હતી. હા, એ જ પ્રીતમજી પરફેક્ટ મતલબ કે અમારો ગનપટ હુરટી! પ્રિય વાચકમિત્રો તમે પણ હવે જાણો છો કે અમારો બોસ રેડ્ડી ‘તોડા તોડા ગુજરાતી સમજતા, યુ નો!’ એટલે એ પરદા પાછળ ગનપટને બેઠેલો જોઇ સમસમી ગયો. એણે મારા કાનમાં કહ્યું, ‘ઐયો ટાકુર! યે તુમારા ફ્રેન્ડ, રાસ્કલ ફેલો... મૈં ઉસકો ચોડેંગા નૈં.... મેં અબ્બી ઉસકો પકડતા...’ એ ઊભો થઈ ગયો!


‘અરે રેડ્ડી સાહબ, આપ બૈઠ જાઇયે, અભી તો પ્રેમવિમર્શ હોના હૈ...’ મેં એને પકડીને ફરી બેસાડ્યો. ‘ટાકુર, મૈં બી તોડા તોડા ગુજરાતી જાનતા યુ નો! મુઝે ગુજરાતી મેં તુમ ગાલી દિયા? તુમ મુઝે પ્રેમવિમર્સ બોલા? યિતના ગંદા તુમ સોચતા? તુમારા ઓ ગનપટ હુરટી યેક નમ્બર કા પ્રેમવિમર્સ, બોલે તો કેરેકટર લુઝ સાલા ઓ મેરા ગીતા કો ભગાયા...’ રેડ્ડી લાલપીળો થઈ ગયો. મેં એને માંડ શાંત પાડ્યો, ત્યાં ભોગી ‘ચકલી’ બોલ્યો, ‘પ્રેમવિમર્શ ભલે ચાલે, પણ હું યોગ્ય સમયે બેકસ્ટેજથી મંચ પર જઇ ગનપટ હુરટીને પકડી પાડીશ. આખરી દાવમાં આવું જ બને છે. એ જાસૂસી નોવેલ તમે વાંચી છે?’ અમારી ટીમમાં કેવી કેવી ખોપરીઓ છે, એ તમે તો જાણો છો! એમની સરખામણીએ દિવાળીમાં આડા ફાટતાં રોકેટોને વધુ વિશ્વાસપાત્ર ગણી શકાય!


‘જેને જેમ કરવું હોય એમ કરો, પણ હવે મારું લોહી ના પીઓ!’ કહી મેં મારું લમણું ઝાલી પાડ્યું. લમણાંમાં ખાલી ચડે એ પહેલાં હોલમાં પ્રીતમજી પરફેક્ટ ઉર્ફે ગનપટ હુરટીનો અવાજ ગુંજવા લાગ્યો, ‘એની માને.... પ્રનામ! મટલબ કે સમસ્ટ જગટની માટાઓને મારા પ્રનામ, માટૃદેવો ભવ! આપડો જનમ ઠાય એટલે પેલ્લો પ્રેમ ટો માટા જ આલે, ખરું કે નીં? આપડે જવાન ઠઈએ ટારે પ્રિયટમા જ પ્રેમ આલે વરી, બસ વાટ પૂરી! આ બીજો ટબક્કો વઢારે ઈમ્પોર્ટન્ટ છે ને કોમ્પ્લિકેટેડ બી છે, હાં કે! એટલે એ પ્રેમ માટે મનમાં ગોટારા બી બોવ ઠાય. ટમારો પ્રેમ ગોટારે નીં ચડે, એ માટે મારું માર્ગડર્સન બી આવસ્યક છે.


ટમને મેં મારા ચરનમાં સ્ઠાન આયલું છ, એટલે જરાબી ચિન્ટા નીં કરહો! અવે ટમે એની માને... પ્રસ્નો પૂછો, બસ વાટ પૂરી!’ ડેંગુચાએ એની ચપ્પટ મૂછો રમાડતાં મારી સામે જોયું. મને લાગ્યું કે ડુંગળીની ખેતી વિશે પ્રશ્ન પૂછશે! પણ એને બદલે રેડ્ડીએ રઘવાટ સાથે પ્રશ્ન પૂછ્યો,


‘મૈં અબી બોત ગુસ્સે મેં, ફિર બી મજબૂરી મેં નમસ્કાર કર કે આપ કો કુચ પૂછેગા, ઓકે? આપ ઓ બકવાસ જૈસે કુચ રેગ્યુલરલી બોલતા કિ જીવન પ્રેમ હોતા ઔર સાલા ઓ પ્રેમ બોલ કે કુચ હોતા, વો જીવન હોતા! મેં પૂછતા કિ દોનોં યેક કૈસૈ હોતા? યેક કમીના સાલા મેરા પ્રેમ છીન કે લે ગયા, ફિર બી મેરા જીવન તો અબી બી હૈ! યુ જસ્ટ ટેલ મી, યે દોનોં કા લફડા ક્યા હૈ?’ સામેથી પ્રીતમજીનો અવાજ પડઘાયો, ‘આપ કા સવાલ મેં ભિઠયા નીં હૈ, ફિર બી મૈં જવાબ ડેટા, બસ વાટ પૂરી! આર યુ રેડી?’


‘યા, મૈં મિસ્ટર રેડ્ડી, યુ નો!’‘અરે, આપ ટૈયાર હો, વો મેં પૂછટા ઠા યાર! આપ કા નામ સૂન કે મેરા દિમાગ મેં વાસ્ટ વેકયુમ હો ગયા, ફિર ભી સૂનો! પ્રેમ કે બિના જીવન મેં કબી બી ભઠિયા નીં હો સકટા. કોઈ ટુમારી લવર કો ભગા કે લે ગીયા ઓર ટુમ ડફોર કી માફિક ડેખટા રહા. અબ પ્રેમ કે બિના તુમારા જીવન ઢૂરઢાની હો ગીયા કે નીં? એટલે જ ટોં મેં કે’ટા હૂં કે પ્રેમ ઔર જીવન એક હે, જૂડા જુડા નીં હૈ, બસ વાટ પૂરી!’


ક્યારનો ઊંચો નીચો થતો ભોગી ‘ચકલી’ બોલી પડ્યો, ‘પ્રીતમજી, ‘જુદા હૈ ફિર ભી એક’માં એવું જ લખેલું છે. તમે એ જાસૂસી નોવેલ વાંચી છે?’


જવાબ મળ્યો, ‘ના. ટમારો એક પ્રશ્ન ઠઇ ગયો. અવે બીજો એલાઉડ છે નઠી, બસ વાટ પૂરી!’આ સાંભળી ભોગી સમસમીને બેસી રહ્યો. હવે ડેંગુચા સક્રિય બન્યો, ‘નમસ્કાર પ્રીતમજી, આપને મારો એ પ્રશ્ન છે કે ગીતા અને પ્રેમ વચ્ચે કોઇ સંબંધ ખરો?’‘કઇ ગીટા? ટમે બી હું યાર! આમાં ગીટા કાંઠી આવે?’ પ્રીતમજી તરત ખેંચાઇ ગયા. ‘હું પુસ્તક ‘ગીતા’ની વાત કરું છું, સ્ત્રીની નહીં, કારણ કે હું ડુંગળીની...’‘કોઇ બી ખેટીની વાટ નીં કરટા, બસ વાટ પૂરી! પ્રેમમાં બી જાસૂસીની વાટ ઠહે ટો ઉં ગોરી મારી ડેવા...’ પ્રીતમજી ઉકળ્યા, ‘પ્રેમ ને ગીટા, બંને પવટ્રિ છે, ડિવ્ય છે ને મોકસની ડિસા આલે છે. બસ વાટ પૂરી!’


‘મારો પણ એક પ્રશ્ન છે....’ મેં કહ્યું, ‘માણસ પ્રેમ શોધવા પ્રિયતમા પાસે કેમ જાય છે? પ્રેમ શું પત્ની પાસેથી ના મળે? સાહિત્યમાં પત્નીને અધાઁગિની કહે છે!’‘અરે, ભાડમાં ગીયું સાહિત્ય અને ભાડમાં ગઇ પટની...! ટમે ગ્નાન લેવા આયા છો કે આલવા?’ પ્રીતમજી બરાડ્યા, ‘નિમ્મેસભૈ નામનો એક ડફોર સાહિત્યકાર બી ટમારા જેવી વાટો કરટો! આવા મુખૉમીવારા પ્રશ્નોના જવાબ આલવાનો મારી પાહે ટાઈમ છે નઠી... બસ વાટ પૂરી!’


વાત પૂરી થતાં જ સ્ટેજનો પરદો ચિરાયો અને પ્રીતમજીને બાથમાં લઇ એક બટકો આદમી સ્ટેજથી ગબડી નીચે પડ્યો! મારી બાજુમાંથી ભોગી ‘ચકલી’ ગાયબ હતો! (ક્રમશ:)


nirmish1960@yahoo.com


ગનપટ હુરટીનું મહાભારટ, નિર્મિશ ઠાકર


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.