એક ક્લિકે માણો પાંચ Funny જોક્સની મજા
બે બાળકો ઝઘડી રહ્યાં હતા.....
પહેલો: મારી સાયકલ તારી સાયકલથી સારી છે..
બીજો: નહીં મારી સાયકલ સારી છે...
પહેલો: મારી ટોપી સારી છે.
બીજો: મારા બુટ સારા છે.
પહેલો: મારી મમ્મી તારી મમ્મી કરતા સારી છે.
બીજો: હા, હોય શકે છે, મારા પપ્પા પણ એ કહેતા હતા.
..........
યુવતી : મારી તબિયત આજે સારી નથી
યુવક: હું તને શોપિંગ માટે લઈ જવાનું વિચારી રહ્યો હતો.
યુવતી: હું મજાક કરી રહી હતી.
યુવક: હું પણ મજાક કરી રહ્યો હતો.
........
તળાવની વચ્ચે એક બોર્ડમાં કંઇક લખ્યું હતું. રાજુથી વચાંયુ નહીં. તેથી તે બોર્ડ વાંચવા માટે તળાવમાં પડ્યો.
નજીક જઇને રાજુએ બોર્ડ વાચ્યું તો અંદર લખ્યું હતું કે, તળાવમાં પડવું નહીં. તળાવમાં મોટો મગર છે.
..............
સાંતાએ ઇશારો કરીને બસ ઉભી રાખી.
ડ્રાઇવરઃ ક્યાં જવું છે?
સાંતાઃ જાવું તો ક્યાંય નથી?
ડ્રાઇવરઃ તો પછી?
સાંતાઃ આ તો છોકરો રડતો હતો એટલે. જરા હોર્ન વગાડી દો ને...
..............
યુવકે યુવતીને કહ્યું કે- ડાર્લિંગ, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું પરંતુ તારી સાથે લગ્ન નહીં કરી શકું.
યુવતી- શા માટે?
યુવક- ઘરેથી બધા ના પાડી રહ્યાં છે.
યુવતી- તારા ઘરે કોન-કોન છે?
યુવક- એક પત્ની અને ત્રણ બાળકો.








દરેક વ્યક્તિ ભુલ કરે છે. તેથી હમેંશા સાથે પેન્સિલ અને રબ્બર રાખો.
