પિરામિડ જેનો અર્થ છે પાયરા+મિડ. (પાયરા=અગ્નિ) (મિડ=શક્તિકેન્દ્ર) પિરામિડની શોધ પ્રાચીન કાળમાં ગણિતીય ક્રિયા પાઇ અને ફાય ઉપરથી કરેલી છે.
આપણે આજે આ લેખમાં જાણીશું કે પિરામિડ એટલે શું? અને તેની અંદર છુપાયેલાં રહસ્યો. પિરામિડ એ એક યુગોથી માનવી સાથે એક આકર્ષણ, જ્ઞાન, વિજ્ઞાન, ગણિતીય ક્રિયાઓ અને એક અદ્ભુત ચમત્કારી ચોંકાવનારા અનુભવો જે શબ્દોમાં વ્યક્ત ન થાય તેવી ઘટનાઓ ઉપર આધારિત છે. જેમાં એક નવી ઊર્જાનું નિર્માણ કરે છે. જેમાં પાંચ તત્વો છે. સૂર્ય-તારા-ચંદ્ર વગેરેના કારણે પિરામિડમાં એક અજીબ ઊર્જા ઉદ્ભવે છે. પિરામિડનું જોડાણ કોિસ્મક (Cosmic) કહે છે. તે ઊર્જાનો સીધો જ સંબંધ સૃષ્ટિ અને માનવી ઉપર પડે છે.
પિરામિડની શક્તિ એ વિશ્વવ્યાપી અર્દશ્ય શક્તિ છે. પિરામિડ એટલે ચાર ત્રિકોણને જોડતી આકૃતિ, જેમાં ટોચનું સ્થાન સ્વર્ગ અને નીચેનો ભાગ પૃથ્વી છે. જેની ચાર દિશામાં સૂર્ય પ્રકાશ, ચંદ્રના અંધારામાં મેગ્નેટિક ફિલ્ડ ઉદ્ભવે છે. જેનાથી તેની અંદરની બાજુમાં વિશ્વવ્યાપક શક્તિ ઉદ્ભવે છે. આ બધી શક્તિના આકારથી ‘મિડ’ બને છે, એટલે કે કેન્દ્રીય બિંદુ જેનાથી ચાર ત્રિકોણને જોડતા જે શક્તિ બને એ પિરામડ બને છે. પિરામિડનું નિર્માણ તારાઓ, સૂર્ય, ગ્રહો, પૃથ્વી, જમીન, પાણી, હવા, ચુંબકીયગતિ, આકાશ, સમય, ચૈતન્ય શક્તિ, માનવી, સૃષ્ટિ, મન, આત્માનું સંપૂર્ણ જ્ઞાન અને નિર્માણ થતી અન્ય ઊર્જા છે.
જેનાથી ઇિચ્છત પરિણામો મળે છે. આપની હથેળીના ભાગને (ખોબા જેવું) નિર્માણ કરો તો ખબર પડશે કે આપણા હાથમાં પિરામિડ છે. હાથને ઊંધો કરતાં પિરામિડ બનશે. ઇજપિ્તવાસીઓ કે વર્ષો જૂના યુગમાં બાંધકામમાં, મંદિરોમાં, રાજાના મહેલો, તાજમહલ, જૈન મંદિરો વગેરે દુનિયાની અજાયબીમાં પણ પિરામિડનો ઉપયોગ થતો હતો. પ્રાચીનકાળમાં રાજકુમારી ‘મેને’ના દેહને પિરામિડમાં સંગ્રહી રાખેલ હતો. તેનું સંશોધન કરતાં માલૂમ પડ્યું કે રાજકુમારી ત્રણ હજાર વર્ષ પહેલાં મૃત્યુ પામેલી હતી, પરંતુ તેના શરીર (દેહ)ના કોષો હજુ પણ જીવંત હતા. તેનાં અમુક અંગો જીવંત આટલા સમય સુધી રહેવાનું મુખ્ય કારણ પિરામિડ છે.
અત્યારના સમયમાં આપણી આજુબાજુ અર્દશ્ય શક્તિઓ ઘણી બધી અને આકાર, વિકાર વગરની હોય છે પરંતુ તેને નરી આંખે જોઇ શકતા નથી. જેમ કે હવાને જોઇ શકાતી નથી પરંતુ તેને અનુભવવાથી માલૂમ પડે છે કે હવા છે. તેમ પિરામિડને જોવાથી નહીં પરંતુ તેની શક્તિનો અનુભવ પરથી ખબર પડે છે કે પિરામિડ આપણા માટે કેટલું ઉપયોગી છે. પિરામિડ તેમજ વાસ્તુનો ઉદ્દેશ એક છે પરંતુ રૂપ અલગ છે, જેમાં વાસ્તુપુરુષ અને પિરામિડની આકૃતિ પણ મળતી-ભળતી જોવા મળશે. પિરામિડ સામાન્ય રીતે મેટલ, પથ્થર, ક્રિસ્ટલ કે લાકડાંના હોવા ખૂબ જ જરૂરી છે. પ્લાસ્ટિક કે ફાઇબરનો ઉપયોગ ન કરવો જોઇએ. પિરામિડમાં મુખ્ય ૯ (નવ) પિરામિડો જાણીતા છે. જેમાં ગીઝાનો મહાન પિરામિડ જાણીતો છે. જેનો પાયો ૨૩૦ ધ્ ૨૩૦ મીટર છે. ઊંચાઇ ૧૪૬.૪૨ મીટર છે અને વિસ્તાર ૨૫,૮૩,૨૮૦ ઘનમીટર છે. મારા પોતાના અનુભવમાંથી આ પિરામિડનો સંબંધ પાંચ તત્વો સાથે છે.
ત્રિકોણ - અગ્નિ, ચોરસ-પૃથ્વી, ગોળ-ધાતુ, મોજા જેવો ભાગ-જળતત્વ, લંબચોરસ-કાષ્ટ તત્વ કહે છે. આ દુનિયામાં ચીની શક્તિ વિશાળ છે. તેનું કારણ એક જ છે કે તેમની પાસે આવી ગુપ્ત વસ્તુનો ખજાનો છે. પિરામિડ આકારનાં મંદિરો, ઘુમ્મટો, મકાનો કે મહેલોમાં આ પ્રકારની રચનાથી પિરામિડ શક્તિચક્ર ઉદ્ભવે છે. જેમાં માનવીનાં તન, મન, ધનનું શુદ્ધિકરણ, વિચારોનું શુદ્ધિકરણ, પાંચ તત્વોની, સાત ચક્ર ઉપરની અસરમાં પણ ખૂબ જ શુદ્ધિકરણ અને શક્તિનો પ્રવાહ આત્મા સાથે થાય છે. જેનાથી જીવનમાં દરેક પ્રકારની જીત મળે છે. નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. તેમજ પિરામિડની જેમ જ શ્રીયંત્રનો સીધો સંબંધ છે. શ્રીયંત્ર પણ ત્રિકોણ છે. જેનાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. પિરામિડના શું શું ફાયદા છે, તેનો ઉપયોગ કેવી રીતે કરીશું, કેવા કલરના ઉપયોગી પિરામિડ એક અદ્ભુત જાદુઇ ચમત્કારનું કામ કરે છે તેની સંપૂર્ણ માહિતી આગળના અંકમાં જોઇશું.