Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Dharma Darshan
 

સર્વ પ્રથમ પૂજનીય દેવ શ્રીગણેશ

 
Source: Ganesh Chaturthi, Jayendra Pandya   |   Last Updated 12:22 AM [IST](10/09/2010)
 
 
 
 
 
શિવ-પાર્વતીના આ પુત્ર દરેક કાર્યમાં પ્રથમ પૂજાય છે. ગણપતિનું ધ્યાન શિવજીએ ત્રિપુરાસુરને જીતવા માટે, વિષ્ણુ ભગવાને છળકપટથી બલિને બાંધવા માટે, કમળમાંથી જન્મેલ બ્રહ્નાને સર્વ ભુવનોનું સર્જન કરવા માટે, શેષનારાયણે પૃથ્વીને ધારણ કરવા માટે, પાર્વતી જગદંબાએ મહિષાસુરનો સંહાર કરવા માટે, તેમજ પાંચ બાણવાળા કામદેવે વિશ્વને જીતવા માટે ધર્યું હતું. જીવનમાં સુખ-શાંતિ મેળવવા દરેક ગણપતિની ઉપાસના કરે છે. શ્રી ગણેશને પ્રથમ નમસ્કાર કરી દરેક હિન્દુકાર્યનો શુભારંભ થાય છે.

ગણપતિ તો મંગલ દેવતા છે, ગણ+પતિ=ગણપતિ એટલે સર્વેનું પાલન કરનાર દેવ, જેને આપણે ઉમાપુત્ર, ગજાનન, વિનાયક, ગણેશ, એકદંત, વક્રદંત, લંબોદર વગેરે અનેક નામોથી પૂજીએ છીએ. તેઓ ભગવાન શંકરના ગણોના મુખ્ય અધપિતિ છે, તેથી તેમને ગણપતિ કે ગણેશ કહેવામાં આવે છે. પંચદેવની ઉપાસનામાં જેમનું આગવું સ્થાન છે એવા ગણેશજીને પ્રણામ હો. જે વિઘ્નરૂપી અંધકારને દૂર કરે છે. તેમની દ્રષ્ટિ અપાર કરુણાના સાગરથી ભરેલી છે. જેને પાર્વતી અને ગંગાજી બે માતાઓ છે, જે ચાર ભુજાવાળા છે, જેને સૂંઢ સાથે પાંચ હાથ છે, સપ્તવર્ણના વૃક્ષની સુગંધી જેના મદમાં રહેલી છે.

જે આઠ મૂર્તિવાળા સદાશિવના પુત્ર છે, અને જે નિષ્કપટ છે તેને તમે ભજો. જેમનું શરીર માનવનું છે અને જેમનું મુખ હાથીનું છે, એવા અલૌકિક મોટા પેટવાળા દેવનું અમે મનન કરીએ છીએ. જેથી અમારા વિઘ્નોરૂપ અંધકાર શાંત થાય. જે ગણપતિનું ધ્યાન શિવજીએ ત્રિપુરાસુરને જીતવા માટે, વિષ્ણુ ભગવાને છળકપટથી બલિને બાંધવા માટે, કમળમાંથી જન્મેલ બ્રહ્નાને સર્વ ભુવનોનું સર્જન કરવા માટે, શેષનારાયણે પૃથ્વીને ધારણ કરવા માટે, પાર્વતી જગદંબાએ મહિષાસુરનો સંહાર કરવા માટે, મોટા મોટા સિદ્ધજનોએ સિદ્ધિ મેળવવા માટે તેમજ પાંચ બાણવાળા કામદેવે વિશ્વને જીતવા માટે ધર્યું તે શિવ-પાર્વતીના આ પુત્ર દરેક કાર્યમાં પ્રથમ પૂજાય છે. જીવનમાં સુખ-શાંતિ મેળવવા દરેક ગણપતિની ઉપાસના કરે છે. કોઇપણ કાર્ય ગણેશજીની કૃપા વગર પૂર્ણ થતું નથી. ભૂત, ભૌતિક સર્વ ગણોના અધપિતિ હોઇ તે ગણેશ કહેવાય છે.

રિદ્ધિ-સિદ્ધિ બે શક્તિ તેમની પત્નીઓ છે અને શુભ, લાભ તેમના પુત્રો છે. તેમનું મુખ હાથીનું છે તે મંગલરૂપ ગણાય છે અને મોટું પેટ તે આનંદસૂચક છે. ગણપતિના બાહ્યસ્વરૂપનું વર્ણન કરીએ તો તેમની ઝીણી આંખ સૂક્ષ્મતા ગ્રહણ કરવાની શક્તિ. તેમના મોટા કાન જે કોઇ બોલે તે ગણકારવું નહીં અને સારું કાર્ય કરવું, મોટું પેટ કોઇની વાત બીજાને કહેવી નહીં. જેને સ્થિતપ્રજ્ઞતા કહી શકાય, દાંત સુંદરતાનું પ્રતીક છે, વાહન ઉંદર જે બીજા પર આધાર ન રાખતાં પોતાનો ખોરાક પોતે શોધી લે, બીજાને આધારે ન રહેવું. પૃથ્વીની પ્રદક્ષિણા માતા-પિતાની આગળ-પાછળ ફરી પૂરી કરનાર-જે વિદ્વતા અને બુદ્ધિનું પ્રીતક છે એવા એ મંગલમૂર્તિ શ્રી ગણેશ છે.

એકવાર શિવ-પાર્વતી અંત:પુરમાં હોવાથી ગણેશને દ્વારની ચોકી કરવા રાખ્યા એટલામાં પરશુરામજી આવ્યા. અંદર જતા ગણેશજીએ રોક્યા, લડાઇ થઇ એમાં ગણેશજીનો એક દાંત તૂટી ગયો તેથી એકદંત પણ કહેવાય છે. એમના ચાર હાથમાં અનુક્રમે શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરે છે. તેમને લાલ રંગ અતિપ્રિય છે. ગણપતિનો વર્ણ લાલ છે. તેઓની પૂજામાં લાલ વસ્ત્ર, લાલ ફૂલ અને રક્તચંદન વપરાય છે. લાલ રંગને કારણે વાતાવરણમાં તેમના ભક્તો મૂર્તિ તરફ વધારે પ્રમાણમાં આકૃષ્ટ થાય છે અને મૂર્તિ જાગૃત થવામાં પણ મદદરૂપ થાય છે.

પુરાણમાં એક કથા અનુસાર એકવાર ચંદ્રે તેમનું શારીરિક સ્વરૂપ જોઇને મશ્કરી કરી. ગણપતિજીએ ચંદ્રને શાપ આપ્યો કે આજથી કોઇપણ તારું મોઢું જોશે નહીં. એકલા જીવનમાં ચંદ્રને જીવવું અશક્ય લાગ્યું અને ગણેશજીની સ્તુતિ કરી તપશ્વર્યા કરી તેમને પ્રસન્ન કર્યા. ગણેશજીએ શાપમાં પૂરી મુક્તિ આપવી અશક્ય હોવાથી કહ્યું કે ‘ગણેશ ચતુર્થીના દિવસે કોઇપણ તારા દર્શન કરશે નહીં પણ સંકટ ચતુર્થીએ તારા દર્શન કર્યા વિના જમશે નહીં.’

ગણેશપૂજનમાં દૂવૉ ખાસ મહત્વની છે. દૂ: એટલે દૂર અને અવમ્ એટલે નજીક લાવે તે. દૂર રહેલા ગણેશને ભક્તો નજીક લાવે તે દૂવૉ છે. ચારે યુગમાં તેમના ચાર અવતારોનું ભવિષ્ય પુરાણમાં વર્ણન છે. સતયુગમાં કશ્યપ અને અદિતિના ઘરે તેમનો જન્મ થયો અને આ અવતારમાં તેઓએ દેવાન્તક અને નરાન્તક રાક્ષસોને મારી નાખીને ધર્મપરિત્રાણ કર્યું. ત્રેતાયુગમાં ઉમાના પેટે ભાદરવા સુદ ચોથે ગણેશના નામે જન્મ લીધો.

આ અવતારમાં તેઓએ સિંધુ દૈત્યને નાશ કર્યો અને બ્રહ્નદેવની કન્યાઓ સિદ્ધિ અને બુદ્ધિ સાથે વિવાહ કર્યો. દ્વાપરયુગમાં ફરી પાર્વતીના પેટે જન્મ લીધો પણ જન્મથી કદરૂપા હોવાથી તેમને વનમાં મૂકી દીધા અને પરાશરમુનિએ તેમનો ઉછેર કર્યો. આ ગણેશે સિંદુરાસુરનો વધ કરી તેણે બંદી બનાવેલા અનેક રાજાઓને મુક્ત કર્યા. આ જ અવતારમાં ગણેશે વરેણ્ય નામના પોતાના ભક્તને ગણેશગીતાના રૂપમાં શાશ્વત તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો. કિળયુગમાં ધૂમકેતુ અથવા ધૂમ્રવર્ણ નામનો ગણપતિનો ચોથો અવતાર થવાનો છે અને તેઓ દુર્જનોનો નાશ કરવાના છે એવું ભવિષ્ય પુરાણમાં વર્ણન છે.

ભાદરવા સુદ ચોથના દિવસે તેમની પૂજા ઉપાસના ઘરે ઘરે જોવા મળે છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં (હવે લગભગ બધે જ) તેમની ઉપાસના ખૂબ ધામધૂમથી થાય છે, તેને ગણેશ-ચતુર્થી પણ કહે છે. આ દિવસે હવે તો દેશભરમાં ગણેશજીનું સ્થાપન કરીને દસ દિવસ તેમની પૂજા-અર્ચના કરવામાં આવે છે. કારનું સાક્ષાત્ સ્વરૂપ છે. મેધાશક્તિ વધારવા પણ ઉપાસના કરાય છે. શ્રી ગણેશને પ્રથમ નમસ્કાર કરી દરેક હિન્દુકાર્યનો શુભારંભ થાય છે. જેથી જીવનમાં સુખશાંતિ મળે છે. તેમની કૃપા વિના કંઇ પણ કાર્ય સિદ્ધ થતું નથી. શ્રીગણેશનો જયજયકાર.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 2


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.