અમેરિકામાં પ્રેરી ડોગ નામનું ઉંદરની પ્રજાતિનું એક પ્રાણી જોવા મળે છે. એના પગના નહોરનો આકાર વિશિષ્ટ છે. એનો ઉપયોગ કરીને આ પ્રેરી ડોગ ખૂબ ઝડપથી ઘણી બધી માટી ખોદી કાઢે છે. અરે, વિજ્ઞાનીઓએ તો તેના નહોરને આકારે માટી ખોદવાના યંત્રો પણ બનાવ્યા છે.
પક્ષીઓના હાડકા પોલાં હોય છે?
પક્ષીઓનાં હાડકા માણસની જેમ નક્કર હોય તો તે સતત ઊડી જ ન શકે. એટલા માટે જ પક્ષીઓનાં હાડકા અંદરથી પોલા એટલે કે ભૂંગળી જેવા હોય છે. હાડકાનું આવરણ પણ પાતળું હોય છે. આ કારણસર પક્ષીના હાડપીંજરનું વજન પણ ૧૧૫ ગ્રામ કરતાં વધુ હોતું નથી.
પાંચસો કરતાં પણ વધુ ભાષા બોલતો દેશ
ભૂતકાળમાં અંધારીયા ખંડ તરીકે ઓળખાતા આફ્રિકા ખંડની પશ્ચિમ કાંઠે નાનકડો દેશ નાઈજિરિયા આવેલો છે. ખનિજતેલના ભંડારોથી સમૃદ્ધ આ દેશ અઢળક ભાષાઓથી પણ એટલો જ સમૃદ્ધ છે. અનેક પ્રજાઓનું વતન હોવાનું બહુમાન પણ ધરાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં પાંચસો કરતાં પણ વધુ ભાષા બોલાય છે. જોકે, અહીંની અધિકૃત ભાષા ‘અંગ્રેજી’ છે. દરેકની વિશિષ્ટ પરંપરા અને આગવી જીવનશૈલી છે.