Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Bal Bhaskar
 

શું તમે જાણો છો!

 
Source: Bal bhaskar   |   Last Updated 3:36 AM [IST](27/08/2010)
 
 
 
 
 
બૂચ બનાવવા માટે પ્રખ્યાત વૃક્ષ

બાળમિત્રો, તમે કાચની શીશીને બંધ કરવા માટે વપરાતા બૂચ જોયા જ હશે. તમને ખબર છે ‘કોર્કઓક’ નામનું વૃક્ષ આવા બૂચ બનાવવા માટે વિશ્વભરમાં જાણીતું છે. દક્ષિણ સ્પેન અને પોર્ટુગલમાં તો મોટા પાયે આ વૃક્ષનું વાવેતર કરવામાં આવે છે. આ વૃક્ષ વીસ વર્ષનું થાય એટલે તેની પહેલી છાલ ઉખેડવામાં આવે છે. આ છાલ હલકા પ્રકારની હોય છે. ત્યાર પછી દર આઠ વર્ષે જે છાલ ઉખેડવામાં આવે તેમાંથી એક ઈંચ જાડા બૂચ બનાવી શકાય છે.

સૂમો રેસલર્સની વિશિષ્ટ ભાષા

બાળમિત્રો, તમે જાણો છો ને માર્શલ આર્ટ પોતાનું રક્ષણ કરવા માટેની એક શૈલી છે. પ્રાચીનકાળમાં માશર્લ આર્ટનો ઉપયોગ યુદ્ધકલા તરીકે કરવામાં આવતો. વિશ્વમાં માશર્લ આર્ટની અનેક રીત છે. તેમાંનો એક પ્રકાર સૂમો રેસલિંગ પણ છે. સૂમો રેસલિંગ જાપાનની સૌથી જુની માર્શલ આર્ટ છે. સૂમો રેસલર્સની ભાષા વિશિષ્ટ હોય છે. જેમકે, ‘બાસો’નો અર્થ થાય ‘મેચ’. એવી જ રીતે ‘જયોજી’ એટલે મેચનો રેફરી, ‘અશી ટોરી’ એટલે ‘પગને પકડીને હરીફને મેદાનની બહાર કાઢવો’. ‘કેટાગુરી’ એટલે ‘હરીફના પગ ખેંચવા’. છે ને દોસ્તો વિશિષ્ટ ભાષા!

ગંધ પારખીને હુમલો કરતી કીડીઓ!

કીડીના દરમાં બીજી પ્રજાતિની કીડી ઘૂસી જાય અને ખોરાક કે ઈંડાં ઝૂંટવી લેવાનો પ્રયત્ન કરે તો પેલી કીડી વિશિષ્ટ ગંધ ફેલાવે છે. એ કારણે આસપાસની કીડીઓને આફતના સમાચાર મળી જાય છે. પછી એ બધી કીડીઓ દુશ્મન કીડી ઉપર હુમલો કરવા માટે તૈયાર થઈ જાય છે.

મકાઈ છે મોંઘેરી મહેમાન!

વરસાદની મોસમ શરૂ થતાં જ ઠેરઠેર મકાઈડોડા અને મકાઈની ડશિ મળતી થઈ જાય છે. વરસતા વરસાદમાં ગરમાગરમ મકાઈની લજિજત માણવી આપણને બધાને ગમે છે. તમે એ તો જાણતા જ હશો કે અંગ્રેજીમાં મકાઈને ‘કોર્ન’ અને ‘મેઝ’ કહે છે. જ્યારે વૈજ્ઞાનિક ભાષામાં ‘ઝિઆ મેઝ’ના નામથી ઓળખાય છે. વિશ્વમાં ઘઉં અને ચોખા પછીનું સૌથી મહત્વનું અનાજ મકાઈ છે. અત્યારે તો બજારમાં દેશી અને અમેરિકન મકાઈની બોલબાલા છે. દેશી કરતાં અમેરિકન મકાઈ વધુ સ્વાદિષ્ટ અને મીઠી હોય છે. એટલું જ નહીં, તેનો દાણો પણ પોચો હોય છે. ભારત દેશમાં મકાઈ ઉત્પન્ન કરતા રાજ્યોમાં કર્ણાટક, બિહાર, આંધ્રપ્રદેશ, પંજાબ, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 2


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.