ઓ'રીજીનલ, એક 'દિવાર' એ હતી એક 'દિવાર' આ છે
1975માં યશ ચોપરાના દિગ્દર્શન હેઠળ અમિતાભ બચ્ચન અને શશી કપૂર અભિનિત 'દિવાર' ફિલ્મ આજે પણ બધાને યાદ હશે. ખાસ કરીને ફિલ્મના ડાયલોગ્સ. તેમાં પણ 'જાઓ પહેલે ઉસ ઇન્સાન કી સાઇન લેકે આઓ જીસને મેરે હાથ પે યે લીખ દીયા થા કી મેરા બાપ ચોર હેં..' કે પછી ' આજ મેરે પાસ દોલત હે, શહોરત હે, ગાડી હે બંગલા હે.. તુમ્હારે પાસ ક્યાં હે... મેરે પાસ, મેરે પાસ માં હે..' તમે કહેતાં હશો કે અચાનક આ ફિલ્મ શા માટે યાદ કરવામાં આવી? પરંતુ સર્ફિગ કરતી વેળા એક વીડિયો ધ્યાનમાં આવ્યો. આ વીડિયો મૈસુર સ્થિત ઇન્ફોસિસનો હતો. 2008ના આ વીડિયોમાં સુપરહીટ ફિલ્મ દિવારની રમુજી નકલ કરવામાં આવી હતી. જેમાં ઓરીજીનલ ડાયલોગ્સને અલગ રીતે જ રજૂ કરવામાં આવ્યા હતા. જે ચહેરા પર હાસ્ય લાવી શકતા હતા.








દરેક વ્યક્તિ ભુલ કરે છે. તેથી હમેંશા સાથે પેન્સિલ અને રબ્બર રાખો.
