છોકરાનું અદભૂત ‘સેલ્ફ અપ્રેઝલ’
એક છોકરો સોડાની દુકાનમાં ગયો અને સોડાનું કાર્ટૂન લીધું. તેને બાજુમાં મુકીને તેણે દુકાન પાસેના ફોન પરથી એક નંબર ડાયલ કર્યો. દુકાનનો માલીક આ બધુ જોઇ રહ્યો હતો અને સાંભળી રહ્યો હતો.
છોકરોઃ ‘મેમ, શું હું તમારે ત્યાં ઘાસ કાંપવાનું કામ કરી શકું છું?
મહિલાઃ ‘મે તે માટે કોઇ બીજાને કામ પર લઇ લીધો છે.’
છોકરોઃ ‘મેમ, હું એ વ્યક્તિ જેટલામાં ઘાસ કાપી આપે છે તેના કરતા ઓછી કીંમતમાં કાપી આપીશે.’
મહિલાઃ હું અત્યારે જે ઘાસ કાપવા માટે આવે છે તેનાથી સંતુષ્ઠ છું.
છોકરોઃ ‘મેમ, હું તમારુ કર્બ પણ સાફ કરી આપીશ અને આસપાસનો રસ્તો પણ સાફ કરી આપીશ.’
મહિલાઃ ‘ના, આભાર.’
ચહેરા પર સ્મિત સાથે છોકરાએ ફોન મુકી દીધો. આ બધુ જોનારા દુકાનદારે છોકરાને ઉભો રાખ્યો અને કહ્યું, ‘છોકરા, મને તારો એટીટ્યુડ ગમ્યો. તારી પોઝીટીવ સ્પિરિટ મને ગમી. હું તને જોબ ઓફર કરું છું.’
છોકરોઃ ‘ના આભાર’
દુકાનદારઃ ‘પણ, તને જોબની જરૂર છે’
છોકરોઃ ના સર, હું માત્ર મારું પરફોર્મન્સ ચેક કરી રહ્યો હતો. મારી પાસે જોબ છે. હું એ મહિલાને ત્યાં જ કામ કરું છું.








દરેક વ્યક્તિ ભુલ કરે છે. તેથી હમેંશા સાથે પેન્સિલ અને રબ્બર રાખો.
