Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Gujarat >> Gujarat's Heritage
 

કાળિયાર અભયારણ

 
Source: Divyabhaskar.com   |   Last Updated 5:29 AM [IST](29/08/2010)
 
 
 
 
 
ભાવનગરથી 70 કિ.મી. દૂર વેળાવદર રાષ્ટ્રીય પાર્ક છે. અહીં અઢાર કિ.મી.ના વિશાળ વિસ્તારમાં કાળિયારનું એક સરસ અભયારણ છે. લગભગ 3000 જેટલા કાળિયાર માટે આયોજિત ઉધ્યાન હરણકૂળના આ સોહામણા પ્રાણીઓને ઉછેરે છે. સૌરાષ્ટ્રનો આ વિસ્તાર ભાલપ્રદેશ કહેવાય છે.

એક જમાનામાં આ વિસ્તાર ભાવનગરના રાજવી કુટુંબની માલિકીનો હતો. અહીં ભાવનગરના મહારજા દ્વારા કાળિયારનું રક્ષણ કરવામાં આવતું તો સાથે - સાથે તેમનો શિકાર શોખ પોષવા માટે ચિત્તા દ્વારા તેમનો શિકાર પણ કરવામા આવતો. આથી જ કદાચ અહીં વસતા કાળિયારનો રજવાડી કાળિયાર 'એંટીલોપ સર્વીકેપ્રા રજપૂતાની' તરીકે ઓળખવામા આવે છે.

ઘાસિયા મેદાનની પ્રાધાન્યતાવાળા આ રાષ્ટ્રીય ઉધ્યાન કાળિયાર માટે વિશ્વવિખ્યાત છે. ગુજરાતમાં તેમજ દેશમાં અન્ય સ્થળોએ કાળિયાર વસતિ છે. પણ દેશમાં કાળિયારની સૌથી મોટી વસતિ આ વિસ્તારમાં છે. છેલ્લી વસતિ-ગણત્રી (1966 ) મુજબ વેળાવદર અને તેની આસપાસના વિસ્તારમાં 1514 જેટલાં કાળિયાર નોંધાયેલા છે. વેળાવદરના આ કાળિયાર-અભ્યારણની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય માર્ચ-એપ્રિલ અને ઓક્ટોબર-નવેમ્બર મહિના છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.