પતિ ઘરે પહોંચ્યો તો પત્ની હતી બીજાની બાહોમાં
બીજા શહેરમાં નોકરી અર્થે રહેતો એક યુવક પોતાના પિતાને મળવા માટે ગયો. પિતા સાથે થોડીક સામાજિક ચર્ચાઓ કર્યા બાદ તેણે પોતાના લગ્ન જીવન અંગે પિતાને જણાવ્યું.
યુવક- પપ્પા, હું ગયા મહિને એક અઠવાડિયા માટે બહાર ગયો હતો, અને બે દિવસ પહેલા જ પરત ફર્યો છું. મે ઘરે આવતા પહેલા પત્નીને ફેક્સ કર્યો હતો કે, હું રાત્રે ઘરે આવી રહ્યો છું. પણ, હું જેવો ઘરે પહોંચ્યો કે...
પિતા- શું થયું?
યુવક- પપ્પા, એ બીજા કોઇનો બાહોમાં હતી...કેમ પપ્પા, આવું કેમ?
પિતા(થોડોક સમય શાંત રહ્યાં જાણે કે કંઇક વિચારતા હોય પછી શાંત સ્વરે પોતાના પુત્રને કહ્યું)- બેટા, ખોટું ન લગાડતો પરંતુ બની શકે કે તારો ફેક્સ એને ન મળ્યો હોય!!!







