ફ્રેશ થશે મૂડ, મોર્નિંગ થશે ગુડ ને ફેસ પર છવાશે સ્મિત આ જોક્સ થકી
ફ્રેશ થશે મૂડ, મોર્નિંગ થશે ગુડ ને ફેસ પર છવાશે સ્મિત આ જોક્સ થકી
પિતા- બેટી, મોટી થઇને શું કરીશ?
છોકરી- પપ્પા લગ્ન.
પિતા- બેટી, ખોટી વાત છે, અત્યારથી કોઇના વિશે ખરાબ ન વિચારવું જોઇએ.
----
એક સમી સાંજે પતિ-પત્ની ગાર્ડનમાં બેઠાં હતા. પત્નીએ બાજૂમાં બેસેલા કપલ તરફ પતિનું ધ્યાન દોરતાં કહ્યું- તમે પેલું કપલ જોયું? એકબીજાને કેટલો પ્રેમ કરી રહ્યાં છે? તેઓ જ્યારે પણ મળે છે ત્યારે એકબીજાને કીસ કરે છે. તમે શા માટે આવું નથી કરતા?
પતિ- હું પણ પ્રેમ કરું છું. હું પણ કીસ કરવા માંગુ છું પણ હું તે મહિલાને ઓળખતો નથી ને!!!
---
સાસુ- બેટી, આજથી આ જ તારું ઘર છે. આજથી તારે મને મમ્મી અને સસરાને પપ્પા કહેવાનું. સાંજે પતિ ઘરે આવ્યો. મહિલા બોલી- મમ્મી, ભાઇ આવી ગયો.
--
પત્ની- આપણા પાડોશીએ ગણીતમાં 99 માર્ક્સ મેળવ્યાં
પતિ- ઓહો, ઘણું સરસ, પણ તેને એક માર્ક કેમ ઓછો આવ્યો.
પત્ની- એ એક માર્ક્સ આપણા દિકરાને આવ્યો.
--
પપ્પુના મતે- સારો શિક્ષક એ કહેવાય જે પોતાના વિદ્યાર્થીઓને કહે કે, અભ્યાસમાં સખત મહેનત કરો. પરંતુ શ્રેષ્ઠ શિક્ષક એને કહેવાય કે જે એક્ઝામિનેશન હોલની બહાર ઉભા રહે અને જોરથી બૂમ મારીને કહે- બધા પોતાની કાપલી સંતાડી દો....ચેકિંગવાળા આવી ગયા છે.







