ડિરેક્ટરે 100 ફૂટથી સ્વિમિંગપૂલમાં કુદવા કહ્યું, હીરો ગભરાયો
ગુજરાતમાં એક સ્વિમિંગ પુલ ખાતે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. સ્વિમિંગ પુલ ખાતે ડિરેક્ટર 100 ફૂટ પરથી કૂદકો મારવાનો સિન શૂટ કરતા હતા. ડિરેક્ટરે હીરોને કહ્યું કે તેણે 100 ફૂટ ઉપર બાંધેલા કેબિન પરથી નીચે કૂદકો મારવાનો છે.
આ વાત સાંભળીને હીરો ગભરાઇ ગયો અને બોલ્યો કે, મને તરતા નથી આવડતું.
ડિરેક્ટરઃ ચિંતા ના કર, સ્વિમિંગ પુલમાં પાણી નહીં હોય.







