લોડાઈમાં એક શખ્સે ચારિત્રયની શંકાથી તેની પત્નીને એટલો ત્રાસ આપ્યો કે, તેણે શરીરે કેરોસીન છાંટીને જિંદગીનો અંત લાવી દીધો હતો. દસ દિવસ પહેલાં જાતે સળગી ગયેલી આ મહિલાએ ગુરુવારે વહેલી સવારે દમ તોડી દીધો હતો.
પોલીસે એના પતિ સામે મરવા માટે મજબૂર કર્યાની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી. લોડાઈની અજમા ઉર્ફે કેસરબેન આલમ ગગડાએ તા.૨૦ નવેમ્બરના અગ્નિ સ્નાન કર્યું હતું.
સબ-ઇન્સપેક્ટર જી.બી. પરમારે કહ્યું કે મોત થતા તપાસમા પતિ આલમ ગગડા ચારિત્રય બાબતે શંકાથી ત્રાસ આપતો હતો. પોલીસે આલમ વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડ ૩૦૬ અંતર્ગત મરવા માટે મજબૂર કર્યાનો ગુનો દર્જ કર્યો હતો.